PM મોદીએ 'મહા' વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરી, NDRFની 6 ટુકડી ગુજરાત રવાના

News18 Gujarati
Updated: November 5, 2019, 5:07 PM IST
PM મોદીએ 'મહા' વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરી, NDRFની 6 ટુકડી ગુજરાત રવાના
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

વાવાઝોડાની અસરના પગલે દરિયા કાંઠે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વાવાઝોડું 'મહા' (Cyclone Maha) ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ (Weather department of Gujarat) 7મી નવેમ્બરે વાવાઝોડું સવારે સૌરાષ્ટ્રના દરિયા (Saurashtra) કાંઠે ટકરાશે (Costal line). વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે વડાપ્રધાન મોદીએ (PM MOdi)એ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી છે. વડાપ્રધાને તેમના સચિવ અને અગ્રસચિવને સૂચનાઓ આપી હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં 'મહા'નું સંકટ અને દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ સામે વડાપ્રધાન ચિંતિત છે. તેમના સલાહકાર અને સચિવોને સાથે રાખીને તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો છે. વડાપ્રધાન મોદીએ આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે લાંબા ગાળાની નિતિ તૈયાર કરવાની માહિતી આપવાની સૂચના આપી છે. આ ઉપરાંત ગુજરાતના વાવાઝોડાના મામલે વડાપ્રધાને પી.એમ.ઓને જરૂરી સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો : 'મહા' સંકટ : જાફરાબાદનાં 3, રાજુલાનાં 3 ગામો પર સૌથી વધુ ખતરો, ઓલપાડનાં 300 ગામો એલર્ટ પર

ઉત્તર પ્રદેશથી NDRFની 6 ટીમ રવાના કરાઈ

ઉત્તર પ્રદેશના એક અજાણ્યા એરબેઝ પરથી NDRFની ટીમોને ગુજરાત રવાના કરાઈ છે.


રાજ્ય પર તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટને પહોંચી વળવા માટે ઉત્તર પ્રદેશથી NDRFની 6 ટીમો ગુજરાત આવાવ માટે રવાના કરાઈ છે. આ ટીમો હિડન એરબેઝથી રવાવા થઈ રહી છે. સંભવિત જોખમને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ કરાયું છે. આ ટીમોને રાજ્યમાં દીવ-પોરંબદર વચ્ચે આવેલા દરિયા કાંઠાના જિલ્લામાં રાહત-બચાવ કાર્ય માટે ઉપયોગમાં લેવાશે.આ પણ વાંચો : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 7મીએ દીવ-પોરબંદર વચ્ચે 70-80 કિ.મીની ઝડપે ટકરાશે

ગીર સોમનાથના 52 ગોમો પર ખતરો 31 ગામો પર વધુ જોખમ

વાવાઝોડાની સ્થિતિને જોતાં હાલમાં ગીર સોમનાથ જિલ્લાના 52 ગામો પર વધારે ખતરો છે. ખાસ કરીને કોડિનાર અને ઉના તાલુકાના 31 દરિયાકાંઠાના ગામો પર વધારે સંકટ છે. ગીરસોમનાથ વહિવટીં તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા બેઠક કરી હતી અને 52 ગામોમાંથી આશરે 5,000 જેટલા લોકોનું સ્થળંતાર કરવું પડે તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ તૈયારી કરી છે.

આ પણ વાંચો : 'મહા' વાવાઝોડાનો ખતરો : લોકોને હૉર્ડિંગ્સ, થાંભલાઓથી દૂર રહેવા અપીલ

 

 
First published: November 5, 2019, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading