ચીન સાથે તણાવ મામલે PM મોદીની હાઈલેવલ બેઠક, NSA, CDS અને ત્રણે સેના પ્રમુખ સામેલ

News18 Gujarati
Updated: May 26, 2020, 7:53 PM IST
ચીન સાથે તણાવ મામલે PM મોદીની હાઈલેવલ બેઠક,  NSA, CDS અને ત્રણે સેના પ્રમુખ સામેલ
સુત્રોથી મળતી જાણકારી મુજબ અધિકારીઓ વચ્ચે મેના પહેલા સપ્તાહમાં વાતચીત શરૂ થઇ હતી. ત્યારથી અત્યાર સુધી આ વિવાદના કારણે 12 વખતે મીટિંગ મળી છે. તમને જણાવી દઇએ કે મેની શરૂઆતમાં ચીને લગભગ 5 હજારથી વધુ સૈનિકો એલએસી પર મોકલ્યા હતા. જે ભારતના કેટલાક વિસ્તારોમાં દાખલ થયા હતા. સુત્રોનું માનીએ તો 6 જૂનથી બંને દેશો વચ્ચે લેફ્ટિનેંટ જનરલની ઉચ્ચ સ્તરીય વાર્તા ચાલી રહી છે. અને તેના સકારાત્મક પગલાં આવતા પણ જોવાઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, પાંચ મેથી અત્યાર સુધીમાં બંને દેશના સૈનિકો વચ્ચે 6 વખત વાતચીત થઈ ચુકી છે, પરંતુ તે નિષ્ફળ રહી છે

  • Share this:
નવી દિલ્હી : લદ્દાખ સ્થિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી સીમા વિવાદને લઈ ચાલી રહલા ગતિરોધ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે હાઈ લેવલ બેઠક કરી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવત અને ત્રણે સેનાઓના પ્રમુખ સામેલ થયા. પીએમ મોદીએ આ બેઠક પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સાથે અલગથી આ મામલે ચર્ચા કરી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ કરી ચુક્યા છે સમીક્ષા

આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સીડીએસ જનરલ રાવત અને ત્રણે સેના પ્રમુખ સાથે ચીન સાથેના તણાવ મામલે લાંબી સમીક્ષા બેઠક કરી ચુક્યા છે. રાજનાથ સિંહને આ મામલે બોર્ડરની સ્થિતિ મામલે જાણકારી આપવામાં આવી હતી. તે બે દિવસ પહેલા જ ત્યાંનો પ્રવાસ કરી આવ્યા છે. તેમણે ચીની તણાવ વિરુદ્ધ ભારતીય સેનાને પૂરો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે.

6 વખત નિષ્ફળ રહી વાતચીત

તમને જણાવી દઈએ કે, પાંચ મેથી અત્યાર સુધીમાં બંને દેશના સૈનિકો વચ્ચે 6 વખત વાતચીત થઈ ચુકી છે, પરંતુ તે નિષ્ફળ રહી છે. સૂત્રો અનુસાર, ચીનનું કહેવું છે કે, ભારત એલએસી પર પોતાના વિસ્તારમાં પણ નિર્માણ કાર્ય ન કરે. ભારત આ વાત માનવા તૈયાર નથી. ભારતે ચીનને સીમા પર શાંતી બનાવી રાખવાનું કહ્યું છે. તો પણ ચીની સૈનિક ભારતીય વિસ્તારમાંથી પાછા નથી ફરી રહ્યા.

5મેના રોજ થયો હતો વિવાદભારતીય અને ચીની સૈનિક પાંચ મેના રોજ પેંગોગ ત્સો ઝિલ વિસ્તારમાં ભીડાઈ ગયા હતા, અને આ દરમિયાન લોખંડની છડી, લાકડીઓ સાથે એકબીજા પર હુમલો કર્યો તથા પથ્થરમારો પણ કર્યો, જેમાં બંને તરફના સૈનિકોને ઈજા પહોંચી હતી. એક અન્ય ઘટનામાં લગભગ 150 ભારતીય અને ચીની સૈનિક 9મેના રોજ સિક્કિમ સેક્ટરના નાકુલા પાસે સામ-સામે આવની ગયા અને આ દરમ્યાન અથડામણમાં બંને પક્ષના લગભગ 10 સૈનિકો ઘાયલ થયા.

ચીન વધારી રહ્યું સૈનિકો

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પૈંગોંગ સો ઝિલ અને ગલવાન ઘાટીમાં ચીની સેના ઝડપથી પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે. અને આ સાથે એવો સંદેશો આપવા માંગે છે કે, તે ભારતીય સેના સાથે ટકરાવની સ્થિતિ તુરંત સમાપ્ત કરવા માટે તૈયાર નથી. એવામાં ભારત પણ ચીનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે પણ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સાથે દેખરેખ પણ કડક રીતે શરૂ કરી દેવામાં આવી છે.
First published: May 26, 2020, 7:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading