નવી દિલ્હી : દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને રાજસ્વ વિભાગને નિર્દેશ કર્યો કે વેક્સીન, ઓક્સિજન અને ઓક્સિજન સાથે જોડાયેલા ઉપકરણોના આયાત પર બેસિક કસ્ટમ ડ્યૂટી અને હેલ્થ સેસને તત્કાળ પ્રભાવથી આગામી ત્રણ મહિના માટે પૂરી રીતે હટાવી દેવામાં આવે. પ્રધાનમંત્રીએ બેઠકમાં કહ્યું કે હોસ્પિટલોમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની સપ્લાયમાં વૃદ્ધિની તત્કાળ આવશ્યકતા છે અને સાથે ઘરે અને હોસ્પિટલોમાં દર્દીઓની જરૂરિયાતને પૂરી કરવા માટે ઓક્સિજન સાથે જોડાયેલ ઉપકરણોની પણ ઘણી આવશ્યકતા છે. પ્રધાનમંત્રીએ ઓક્સિજન અને મેડિકલ સપ્લાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બધા મંત્રાલયો અને વિભાગોને સાથે મળીને કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.
તેમણે રાજસ્વ વિભાગને નિર્દેશ કર્યો કે ઓક્સિજન અને ઓક્સિજન સાથે જોડાયેલ ઉપ્તાદોને ક્લિયરેન્સ આપવા માટે તત્કાળ નિર્ણય કરવામાં આવે. બેઠકમાં કોવિડ-19 વેક્સીનની આયાત પર લાગનારી બેસિક કસ્ટમ ડ્યૂટીને પણ ખતમ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય આગામી ત્રણ મહિના સુધી પ્રભાવી રહેશે.
કેન્દ્ર સરકારે આ માટે એક નોડલ ઓફિસરની નિયુક્ત કરી છે, જે કસ્ટમ સાથે જોડાયેલ મામલાને ડીલ કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે આજના નિર્ણયથી ઓક્સિજન અને વેક્સીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. સાથે વસ્તુઓની કિંમત ઓછી રાખવામાં પણ સહાયતા થશે.
" isDesktop="true" id="1090929" >
કોરોનાની બીજી લહેરમાં તૈયારી ના કરવાને લઇને ટિકાઓનો સામનો કરી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છેલ્લા ત્રણ દિવસોમાં આ ત્રીજી મોટી બેઠક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર