સેનાનાં જવાનો સાથે PM મોદીએ ઉજવી દિવાળી

Network18 | News18 Gujarati
Updated: October 19, 2017, 3:18 PM IST
સેનાનાં જવાનો સાથે PM મોદીએ ઉજવી દિવાળી
Network18 | News18 Gujarati
Updated: October 19, 2017, 3:18 PM IST
આજે આખો દેશ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો છે ત્યારે આ ઉજવણીને પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખાસ બનાવી દીધી છે. તેમણે જમ્મૂ કશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં સેનાનાં જવાનો સાથે દિવાળીનું ખાસ સેલિબ્રેશન કર્યુ છે. આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા ચાર વર્ષથી સતત સીમા પર જવાનો સાથે દિવાલી ઉજવે છે.


રાષ્ટ્રપતિ કોવિંદની દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરીને દેશના લોકોને દિવાળીની શુભેચ્છા આપી છે. તેમણે લખ્યું છે કે, દેશના દરેક નાગરિકને દિવાળીની શુભેચ્છાઓ. બીજા પ્રત્યે સંવેદના અને પ્રર્યાવરણ પ્રતિ સજાગ રહીને આપણે દિવાળીની ઉજવણી કરીએ. પ્રધાનમંત્રી મોદીએ પણ આ પવિત્ર તહેવારમાં દેશવાસીઓને શુભેચ્છા આપી છે. તેમણે ટ્વિટ કરીને બધાને અભિનંદન આપ્યા છે.


સતત ચોથા વર્ષે સીમા પર દિવાળી ઉજવી પીએમ

-વડાપ્રધાન બન્યા પછી 2014માં તેમેણે  સિયાચીનના જવાનો સાથે ઉજવી હતી દિવાળી
-ત્યારપછી 2015માં ડોગરાઈ વોર મેમોરિયલમાં મોદીએ જવાનો સાથે કરી હતી દિવાળીની ઉજવણી
-ગયા વર્ષે 2016માં તેઓ હિમાચલપ્રદેશના આઈટીબીપી જવાનો સાથે તેમણે  મનાવી હતી દિવાળી.
-આ વખતે પ્રધાનમંત્રી જમ્મૂ-કશ્મીરનાં ગુરેજ સેક્ટરમાં સેનાનાં જવાનો સાથે
દિવાળીની ઉજવણી કરવા પહોંચી ગયા છે.
First published: October 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर