PM મોદીએ માલદીવ, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના પ્રમુખને ફોન કરી અભિનંદન પાઠવ્યા

News18 Gujarati
Updated: January 1, 2020, 9:06 PM IST
PM મોદીએ માલદીવ, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના પ્રમુખને ફોન કરી અભિનંદન પાઠવ્યા
PM મોદીએ માલદીવ, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના પ્રમુખને ફોન કરી અભિનંદન પાઠવ્યા

આ વાતની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયે આપી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નવા વર્ષના પ્રસંગે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક, ભુટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ, બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે વાતચીત કરી હતી. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયે આપી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બધા રાષ્ટ્રાધ્યક્ષોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. માલદીવના રાષ્ટ્રપતિએ વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમને અને રણનીતિક રુપથી મહત્વપૂર્ણ હિન્દ મહાસાગરના આ દ્વીપના લોકોને 2020ની શુભકામના પાઠવી હતી.

આ પણ વાંચો - CAA પછીની હિંસામાં PFIનો હાથ! SIMI સાથે કનેક્શન પર કાનૂન મંત્રીનું મોટું નિવેદન

થોડા દિવસો પહેલા માલદીવના વિદેશ મંત્રી અબ્દુલા શાહિદે નવી દિલ્હીમાં છઠ્ઠી ભારત-માલદીવ સંયુક્ત આયોગની બેઠકમાં ભારતની આધિકારિક યાત્રા કરી હતી. તેમની આ યાત્રાના થોડાક સપ્તાહ પહેલા બંને નેતાઓએ ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ ગત મહિને કહ્યું હતું કે ખાસ દોસ્ત અને સમુદ્રી પાડોશીના રુપમાં માલદીવના વિકાસ માટે ભારત તેની સાથે ભાગીદારી કરવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ જૂનમાં માલદીવની બે દિવસીય યાત્રા કરી હતી. પીએમ રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે નવેમ્બર 2018માં માલદીવનો પ્રવાસ કર્યો હતો.
First published: January 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading