PM મોદીએ 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક, LACની સ્થિતિ અંગે થશે ચર્ચા

News18 Gujarati
Updated: June 17, 2020, 2:08 PM IST
PM મોદીએ 19 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક, LACની સ્થિતિ અંગે થશે ચર્ચા
ભારત-ચીન વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ અંગે PM મોદી કરશે વર્ચ્યૂઅલ મીટિંગ

ભારત-ચીન વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ અંગે PM મોદી કરશે વર્ચ્યૂઅલ મીટિંગ

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીન (Indo China Conflict) વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં 20 સૈનિકો શહીદ થયા છે. બંને દેશો વચ્ચે ઊભી થયેલી સ્ફોટક સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ભારત-ચીન સરહદની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. 19 જૂને સાંજે 5 વાગ્યે આયોજિત થનારી આ વર્ચ્યૂઅલ બેઠકમાં અનેક પાર્ટીઓના પ્રમુખો સામેલ થઈ શકે છે. વડાપ્રધાન કાર્યલયના ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે.


નોંધનીય છે કે, 15-16 જૂન દરમિયાનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક સંઘર્ષમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા. 4 જવાનોની હાલત નાજુક છે. લદાખમાં 14 હજાર ફુટની ઊંચાઈએ આવેલી ગલવાન ઘાટીમાં LAC પર આ સંઘર્ષ 3 કલાક સુધી ચાલ્યો. પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો. આ જ ગલવાનમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીય જવાન શહીદ થયા હતા.

 આ પણ વાંચો, હિંસક ઘર્ષણમાં ચીની સેનાના કમાન્ડિંગ ઓફિસરનું મોત, 40થી વધુ હતાહતઃ ANI

આવા હિંસક ઘર્ષણ આધુનિક સેનાઓના હાલના ઈતિહાસમાં ખૂબ ઓછા થયા છે. ચીની સેનાના આ હિંસક હુમલામાં અત્યાર સુધી 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે અનેક ઘાયલ સૈનિકોના મોત શૂન્યથી ઓછા તાપમાનમાં સતત રહેવાના કારણે થયા છે.

આ પણ વાંચો, ચીની સેનાની ક્રૂર ટુકડીએ કેવી રીતે ભારતીય જવાનો પર કર્યો હુમલો? ગલવાનના સૈનિકોએ જણાવી સમગ્ર ઘટના
First published: June 17, 2020, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading