Home /News /national-international /થોડો આરામ પણ કરી લો, પીએમ મોદીની મહેનત જોઈ ભાવૂક થયા ભાઈ, આપી આ સલાહ

થોડો આરામ પણ કરી લો, પીએમ મોદીની મહેનત જોઈ ભાવૂક થયા ભાઈ, આપી આ સલાહ

પીએમ મોદીના ભાઈ સોમાભાઈએ આપી સલાહ

ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનની વચ્ચે પીએમ મોદીના ભાઈ સોમાભાઈએ ભારતીય જનતા પાર્ટીની જીતની આશા વ્યક્ત કરી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાતમાં બીજા તબક્કાના મતદાનની વચ્ચે પીએમ મોદીના ભાઈ સોમાભાઈએ ભારતીય જનતા પાર્ટીની જીતની આશા વ્યક્ત કરી હતી. પીએમ મોદી સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સોમાભાઈ ભાવુક પણ થઈ ગયા હતા અને નાના ભાઈને થોડો આરામ કરવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે, 2014 બાદ કેન્દ્ર સરકારે જેવી રીતે કામ કર્યું છે, જેને જનતા નજરઅંદાજ કરી શકતી નથી.



    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના વોટિંગમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચેલા પીએમ મોદીના મોટા ભાઈ અને માતાના આશીર્વાદ લીધા હતા. મુલાકાત બાદ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સોમાભાઈએ કહ્યું કે, મતદારોને એક જ સંદેશ છે કે, પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે. દેશની ઉન્નતી થાય એવી પાર્ટીને વોટ આપવામાં આવે. એવા લોકોને જ ચૂંટવામાં આવે. 2014થી લઈને રાષ્ટ્રીય સ્તર પર જે વિકાસના કામ થયા છે, તેને લોકો જુએ છે, નજરઅંદાજ કરી શકે નહીં. આ જ આધાર પર વોટિંગ થયું છે.

    પીએમ મોદી સાથે મુલાકાત અને વાતચીતને લઈને જવાબમાં સોમાભાઈએ કહ્યું કે, તેમને કહ્યું છે કે, આપ ખૂબ જ મહેનત કરો, થોડો આરામ કરો હવે. મહેનત કરે છે, તો પછી જોતા નથી. આવું કહેતા સોમાભાઈ ભાવૂક થઈ ગયા હતા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. ગળામાં ડુમો ભરાઈ આવ્યો હતો. મોટા ભાઈના નાતે નાના ભાઈને કામની સાથે આરામની સલાહ આપી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: 2022 Assembly elections, PM Modi Live

    विज्ञापन
    विज्ञापन