Home /News /national-international /

Modi@8: પીએમ મોદીએ હજુ 15 વર્ષ શાસન પર રહેવું જોઇએ, દેશને તેમની જરૂર છે : પ્રહલાદ મોદી

Modi@8: પીએમ મોદીએ હજુ 15 વર્ષ શાસન પર રહેવું જોઇએ, દેશને તેમની જરૂર છે : પ્રહલાદ મોદી

પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી (Prahlad Modi) File pic/PTI

Modi Government - ન્યૂઝ 18 એ પીએમ નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદી સાથે ખાસ વાતચીત કરી, તેમણે પીએમ મોદીના બાળપણ અને યુવાનીના દિવસોની અમુક યાદો શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે (Modi Government in india) દેશમાં શાસનના આઠ વર્ષ ( Modi Government 8 year) પૂરા કર્યા છે. ત્યારે ન્યૂઝ 18એ ગુજરાતમાં તેમના નાના ભાઈ સાથે વાતચીત કરી હતી. પ્રહલાદ મોદી (Prahlad Modi) ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે અને તેઓ તાજેતરમાં સુધી રાશન સ્ટોર ચલાવતા હતા. તેમણે ન્યૂઝ18 સાથે પીએમ મોદીના નાનપણ અને યુવાનીના દિવસોની અમુક યાદો શેર (Memories of PM Modi)કરી હતી.

નરેન્દ્ર મોદીની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર તમે કેવું અનુભવો છો?

એક પરીવાર તરીકે હું ખુબ આનંદ અનુભવુ છું. 1970માં તેઓએ સર્વસ્વ છોડી દીધું અને દૂર ચાલ્યા ગયા. હવે તે દેશના પુત્ર છે. તે દરેક દેશવાસીના રક્ષક છે. તેઓ એક ગરીબ પરીવારમાંથી આવે છે અને હવે તમે જોઇ શકો છો તે શું કરી રહ્યા છે. તેઓ આજે દરેક ભારતીયને ગર્વ અપાવી રહ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાનની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આ રીતે પ્રશંસા કરવામાં આવી હોય. મોદીજીએ માત્ર આપણને જ નહીં પરંતુ ભારતને ગૌરવ અપાવ્યું છે.

મોદી સરકારે કરેલી સૌથી મહત્વની વસ્તુ?

તે દરેક ભારતીય સાથે ઉભા રહ્યા છે. ‘સબકા વિકાસ’ તે જ ઇચ્છતા હતા અને તેના માટે તે સતત કામ કરી રહ્યા છે. તેમના કારણે આજે દરેક વ્યક્તિ ગૌરન્વિત ભારતીય છે.

આ પણ વાંચો - Modi@8: પીકોક હેટથી જાપી ટોપી સુધી, જુઓ પીએમ નરેન્દ્ર મોદીની રંગબેરંગી પાઘડીઓ

તેમના વિશે એવો કોઇ કિસ્સો જે તમને યાદ હોય?

તે નાનપણથી જ મહેનતું હતા. તે અભ્યાસમાં સારા હતા. તેમણે ક્યારેય કોઈને પરેશાન કર્યા નથી. તે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરનાર અને અલગ વ્યક્તિત્વ ધરાવતા હતા. તે જે કંઈ કરતા હતા તેમાં તે અમને અનુસરતા હતા.

મોદી સરકારને તમે કેટલો સ્કોર આપશો?

હું તેમની સરકારને 10માંથી 10થી વધુ સ્કોર આપીશ. કારણ કે તેમની સરકારે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેણે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે કોરોનાની સ્થિતિને હેન્ડલ કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઈમેજને એક નવી ઊંચાઈએ પહોંચાડી છે. હવે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનું એક છે.

તેમની સરકારના આઠ વર્ષ પૂરા થતાં તમે તેમને શું કહેવા માંગો છો?

હું તેમને ખૂબ શુભકામનાઓ પાઠવવા માગું છું. અમે ઇચ્છિએ છીએ કે તે હંમેશા સ્વસ્થ અને ફીટ રહે. તે ભારતના પુત્ર છે અને ભારતના રક્ષક છે. લોકો તેમને હજું પણ વધુ સમય માટે આ હોદ્દા પર ઇચ્છે છે. તેણે હજુ પણ 15 વર્ષ દેશમાં સરકાર ચલાવવી જોઇએ. ભારત તેમનો પરીવાર છે અને તેને તેમની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Modi Government 2.0, પીએમ મોદી

આગામી સમાચાર