Home /News /national-international /Prahalad Modi Accident: PM મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીના પરિવારને મૈસૂરમાં નડ્યો અકસ્માત

Prahalad Modi Accident: PM મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીના પરિવારને મૈસૂરમાં નડ્યો અકસ્માત

પ્રહલાદ મોદી કાર અકસ્માત

Prahlad Modi Car Accident: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેઓનો પરિવાર મૈસૂર નજીક બંદિપુર પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓનો અકસ્માત થયો હોવાના સમાચાર આવ્યા છે. 

Prahlad Modi Car Accident: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પરિવારનો ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેઓનો પરિવાર મૈસૂર નજીક બંદિપુર પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓનો અકસ્માત થયો હોવાના સમાચાર આવ્યા છે.

પ્રહલાદ મોદી પોતાના દીકરા, પુત્ર વધુ અને પત્ની સાથે પ્રવાસે જઈ રહ્યા હતા. કર્ણાટકના  મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેઓના પુત્ર અને પુત્રવધૂ પણ કારમાં હાજર હતા. તેઓ પોતાની ગાડી લક્ઝરી કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત નોંધાયો હતો.

પ્રહલાદ મોદી (Prahlad Modi) ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ ડીલર્સ ફેડરેશનના ઉપાધ્યક્ષ છે અને તેઓ આ અગાઉ રાશન સ્ટોર ચલાવતા હતા.

હોસ્પિટલ ખસેડાયા 

અકસ્માત બાદ તમામ પરિવારજનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કર્ણાટકના  મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો.

આ પણ વાંચો: Covid Cases India: જેનો ડર હતુ એ થવા લાગ્યું! ભારતમાં પણ કોરોનાનું રેડ એલર્ટ, 2 મહિના બાદ કોરોના કેસમાં વધારો

PM મોદી વિશે શું કહ્યું હતું જુઓ

PM મોદીજી અંગે અગાઉ તેઓને પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે એક પરીવાર તરીકે હું ખુબ આનંદ અનુભવુ છું. 1970માં તેઓએ સર્વસ્વ છોડી દીધું અને દૂર ચાલ્યા ગયા. હવે તે દેશના પુત્ર છે. તે દરેક દેશવાસીના રક્ષક છે. તેઓ એક ગરીબ પરીવારમાંથી આવે છે અને હવે તમે જોઇ શકો છો તે શું કરી રહ્યા છે. તેઓ આજે દરેક ભારતીયને ગર્વ અપાવી રહ્યા છે. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે આપણા દેશના વડાપ્રધાનની અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આ રીતે પ્રશંસા કરવામાં આવી હોય. મોદીજીએ માત્ર આપણને જ નહીં પરંતુ ભારતને ગૌરવ અપાવ્યું છે.

" isDesktop="true" id="1308565" >

અગાઉ એક વખત તેઓને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તેઓ મોદી સરકારને કેટલો સ્કોર આપશે. તો જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું તેમની સરકારને 10માંથી 10થી વધુ સ્કોર આપીશ. કારણ કે તેમની સરકારે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેણે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે કોરોનાની સ્થિતિને હેન્ડલ કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઈમેજને એક નવી ઊંચાઈએ પહોંચાડી છે. હવે ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનું એક છે.
First published:

Tags: PM Modi પીએમ મોદી, Prahlad modi, Road accident