Home /News /national-international /

Modi@8: વડાપ્રધાન મોદી શ્રેષ્ઠ શ્રોતા અને પ્રેરણાનું ઝરણું છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની News18 સાથે ખાસ વાતચીત

Modi@8: વડાપ્રધાન મોદી શ્રેષ્ઠ શ્રોતા અને પ્રેરણાનું ઝરણું છે: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની News18 સાથે ખાસ વાતચીત

મોદી સરકારને 8 વર્ષ પૂરા

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ (Union minister Giriraj Singh)એ કહ્યું કે, વડાપ્રધાન (PM Narendra Modi) નું આત્મનિર્ભર ભારતનું વિઝન તેમને પ્રેરણા આપે છે અને મોદી કેબિનેટના સભ્ય હોવા બદલ તેમને ગર્વનો અનુભવ કરાવે છે. હું માનું છું કે વડા પ્રધાને આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો હતો અને દરેક મંત્રાલય દ્વારા તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
    મોદી સરકાર (Modi Government)ને 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. માધ્યમોમાં વડાપ્રધાન મોદી (PM modi)ની આગેવાની હેઠળ થયેલા કાર્યો અંગે ડિબેટ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ (Union minister Giriraj Singh)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ફાયદો કરાવી શકે તેવા વિચારોની ચર્ચા કરનાર વ્યક્તિના કદને ધ્યાનમાં લેતા ન હોવાની અને તેઓ હંમેશા આવી વાતચીતને પ્રોત્સાહિત કરતા હોવાની વાત પ્રેરક લાક્ષણિકતા ગણાવી છે.

    News18.com સાથેની વાતચીત દરમિયાન મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હું તેમની પાસે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ગયો હોઉં કે કેબિનેટ પ્રધાન તરીકે ગયો હોઉં, જો હું લોકોના જીવનને ઉત્થાન આપી શકે એવા કોઈ વિચારની ચર્ચા કરું તો તેઓ તેને ગંભીરતાથી સાંભળશે અને ચર્ચા કરશે. જો તે વાત સારી હશે તો તે તેને અમલમાં મૂકશે. આ તેમની સૌથી મોટી લાક્ષણિકતા છે, જેણે મને ખૂબ પ્રેરણા આપી છે. આવા લક્ષણોનું અનુકરણ કરવા યોગ્ય છે.

    ગિરિરાજ સિંહ દ્રઢપણે માને છે કે પીએમ મોદી દરેકને ધૈર્યથી અને સંપૂર્ણ નિષ્ઠાથી સાંભળે છે, જેથી તેમનાથી મોટો કોઈ શ્રોતા નથી. વડાપ્રધાન મોદીને બાકીના લોકોથી અલગ પાડતી બીજી લાક્ષણિકતા એ છે કે, તેઓ ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે અને તે લોકોના માટે હોય તો તેને ખૂબ મહત્વ આપે છે.

    તેઓ વધુમાં કહે છે કે, પીએમ મોદી જવાબદારી પર વધારે ભાર આપે છે. રિસ્પોન્સીબીલટી સાથે એકાઉન્ટબીલટી એ વડા પ્રધાનનો શાસન મંત્ર છે. આમાં પણ તેઓ પોતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કલાકોના પ્રવાસ છતાં તેઓ કામ માટે તૈયાર થઈ જાય છે. કેન્દ્રીય વિદેશ મંત્રીએ મને જણાવ્યું કે, પીએમ સવારે 4 વાગે પ્લેનમાં ઉતરે અને 11 વાગે કેબિનેટ માટે તૈયાર થઈ જાય છે. જો વડા પ્રધાન ઓછામાં ઓછા 10 વધુ વર્ષો સુધી અમને માર્ગદર્શન આપશે તો ભારત મહાસત્તા બનશે.

    તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનનું આત્મનિર્ભર ભારતનું વિઝન તેમને પ્રેરણા આપે છે અને મોદી કેબિનેટના સભ્ય હોવા બદલ તેમને ગર્વનો અનુભવ કરાવે છે. હું માનું છું કે વડા પ્રધાને આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો હતો અને દરેક મંત્રાલય દ્વારા તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. સંરક્ષણ, કૃષિ અને સંબંધિત નિકાસના ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનવા વિશે બીજા કોઈએ વિચાર્યું ન હતું.

    તેઓ કહે છે કે, વડાપ્રધાનની બીજી મોટી તાકાત એ છે કે જો તેઓ તમને જવાબદારી આપે તો તમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે.

    પક્ષના લોકો અને તેમના પ્રધાનો દ્વારા વડાપ્રધાન મોદીને હાર્ડ ટાસ્કમાસ્ટર કહેવાની બાબતે ગિરિરાજ સિંહ કહે છે કે, તેઓ ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરે છે. આને તમે હાર્ડ ટાસ્કમાસ્ટર કહેશો કે પ્રેરણાનો સ્ત્રોત? દરેક મંત્રીને લાગે છે કે જો વડા પ્રધાન આટલી મહેનત કરી રહ્યા છે, તો તેમણે પણ પોતાની જવાબદારી નિભાવવાની પ્રયાસ કરવો જોઈએ.

    વડાપ્રધાન મોદીના શિસ્તની પ્રશંસા કરતા સિંહે કહ્યું કે, વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હોવા છતાં તેઓ ક્યારેય સંગઠનને બાયપાસ કરતા નથી અને પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાનું ખૂબ સન્માન કરે છે.

    તેમણે એમ પણ કહ્યું હતું કે, જો કોઈ બીમાર પડે તો વડાપ્રધાન વાલી તરીકે કામ કરે છે. હું વ્યક્તિગત રીતે તેમનો આભારી છું. થોડાં વર્ષો પહેલાં મને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને આ વાતની જાણ થઈ અને તે સમયે અનિલ દવે ( મોદી સરકારમાં રાજ્ય મંત્રી)ની મુદત પૂરી થઈ ગઈ હતી. તેમણે મને કહ્યું કે રાજકારણીઓની સૌથી ખરાબ ટેવ એ છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે ભૂલી જાય છે અને આપણે સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરવું જોઈએ.

    ગિરિરાજ સિંહના વિપક્ષ પર પ્રહાર

    તેમણે કહ્યું કે, એક તરફ અન્ય દેશોના વડાઓ ભારતમાં નેતૃત્વની પ્રશંસા કરી રહ્યા હોય અને વડાપ્રધાનને ભારતીય ડાયસ્પોરા તરફથી અતુલ્ય પ્રેમ મળે ત્યારે વિરોધ પક્ષ મોદીને અંદર અને બહાર ગાળો આપતો હોય છે. તે લોકો વિદેશમાં દેશનું અપમાન કરી શકે છે, પરંતુ જો બિડેન કોવિડ હેન્ડલિંગ માટે આજે ભારતની પ્રશંસા કરી રહ્યા છે.

    આ પણ વાંચોModi@8: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું?

    તેમણે વડાપ્રધાનના તેમના મંત્રાલય પ્રત્યેના દ્રષ્ટિકોણની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ગામડાંઓમાં આજે વેલનેસ સેન્ટર્સ છે. 24 હજાર વેલનેસ સેન્ટર ખોલવામાં આવ્યા છે. સ્વ-સહાય જૂથોને વેગ મળ્યો છે. પીએમ મોદી આવ્યા ત્યારે 2.35 કરોડ સભ્યો હતા. આજે આ આંકડો 8.27 કરોડ સભ્યો સુધી પહોંચી ગયો છે. અત્યારે 5 લાખ કરોડથી વધારે બેંક લિન્કેજ છે. જનધન યોજનાઓ હેઠળ મહિલાઓના 40 કરોડથી વધુ બેંક ખાતા છે. ઇન્દિરા આવાસ યોજનાના અમલીકરણ પછી લગભગ 3 કરોડ મકાનો બાંધવામાં આવ્યા છે અને આઠ વર્ષમાં અમે 2.5 કરોડ મકાનોનું નિર્માણ કર્યું છે.
    First published:

    Tags: પીએમ મોદી, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી

    આગામી સમાચાર