જેટલીને શ્રદ્ધાંજલિ આપતાં PM મોદીએ ભાવુક થઈ કહ્યું, 'જીવનમાં આવી ઘડી ક્યારેય ન આવે'

News18 Gujarati
Updated: September 10, 2019, 9:05 PM IST
જેટલીને શ્રદ્ધાંજલિ આપતાં PM મોદીએ ભાવુક થઈ કહ્યું, 'જીવનમાં આવી ઘડી ક્યારેય ન આવે'
પી.એમ. મોદીએ કહ્યું કે જેટલી પાસે જ્ઞાનનો ભંડાર હતો. દરેક નવા વિષયોની સંપૂર્ણ માહિતી રાખતાં

દિલ્હીના (Delhi) જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં અરૂણ જેટલી (Arun Jaitley)ની શ્રદ્ધાંજલિ (Prayesr meet) સભામાં ગૃહમંત્રી (Home Minister) શાહે (amit shah) કહ્યું કે જેટલી મારી સાથે મોટાભાઈની જેમ રહ્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટી દ્વારા (Bharatiya Janta Party) મંગળવારે પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી (Arun Jaitely)ની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. દિલ્હીના ((Delhi)ના જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં યોજાયેલી પ્રાર્થના સભામાં વડાપ્રધાન મોદી જેટલીને યાદ કરીને ભાવુક થયા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ' મારા મિત્રને શ્રદ્ધાંજલિ આપવા જવું પડે એવી ઘડી ક્યારેય ન આવે. આટલા લાંબા સમય સુધી ગાઢ મિત્રતા હોવા છતાં હું તેમના અંતિમ દર્શન કરી શક્યો નહોતો. જેટલી સૌના મિત્ર હતા. '

પીએમ મોદીએ કહ્યું, 'જેટલી લાંબા સમયથી બીમાર હતા. જોકે, તેમની તેમની ખબરઅંતર પૂછવા જઈએ ત્યારે તબિયતની વાત ન કરવામાં સમય બગાડતા નહી. અરૂણ જેટલીનું જીવન વિવિધતાથી ભરપૂર હતું. તમે કોઈ પણ લેટેસ્ટ મુદ્દો તેમની સામે ધરો તો તેની એટુઝેડ માહિતી ધરી દેતાં. તેમની પાસે જાણકારીઓનો ભંડાર હતો. વિદ્યાર્થી સંઘના રાજકારણમાં ઉગેલો જેટલી નામનો એક છોડ ભારતના રાજકારણનો વિશાળ વટવૃક્ષ બન્યો હતો. '

આ પણ વાંચો :  પાકિસ્તાને કાશ્મીર મુદ્દે UNમાં રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લાના નિવેદનો ટાંક્યા

અમિત શાહે કહ્યું વ્યક્તિગત ખોટ

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 'જેટલીની વિદાય મારા માટે વ્યક્તિગત ખોટ'


ભાજપના પ્રમુખ અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે 'આ મારી વ્યક્તિગત ખોટ છે. જેટલીના જવાથી જે ખાલીપો સર્જાયો છે તે જાહેરજીવનમાં લાંબા સમય સુધી ભરી શકાય તેમ નથી. જાહેર જીવનના અનેક તબક્કે તેમનું યોગદાન હતું. પોતાની તબિયતની ચિંતા કર્યા વગર તેઓ અંતિમ ક્ષણો સુધી કામ કરતા રહ્યા હતા.મોટા ભાઈ જેવા હતા જેટલી : શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે 'અરૂણ જેટલી વિશેષતા એ હતી કે પાર્ટી લાઇનથી વિપરીત તેમના સર્વપક્ષીયો મિત્રો હતા. તેમનામાં પોતાનાથી ઉંમરમાં નાના-સમાન કે મોટા સૌને મિત્ર બનાવવાની આવડત હતી. હું દિલ્હીમાં આવ્યો ત્યારબાદ મને ક્યારેય ગુજરાત છોડ્યું હોય તેવો અહેસાસ થવા દીધો નહોતો. મોટા ભાઈની જેમ હંમેશા મારી સાથે ઊભા રહ્યા હતા. પાર્ટીની આંતરિક મેટર હોય કે કાયદાકીય લડાઈ તેઓ ખડકની જેમ મારી સાથે રહ્યા હતા. '
First published: September 10, 2019, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading