DDCAના આરોપોથી ઘેરાયેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને પીએમ નરેન્દ્ર મોદીએ મજબૂત રીતે સાથ આપ્યો છે. મોદીએ કહ્યું કે, જેટલી ઠીક એવી જ રીતે નિર્દોષ થઇને બહાર આવશે, જેવી રીતે કોંગ્રેસ દ્વારા હવાલા કેસમાં ફસાવ્યા બાદ લાલકૃષ્ણ આડવાણી નિર્દોષ થયા હતા.
DDCAના આરોપોથી ઘેરાયેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને પીએમ નરેન્દ્ર મોદીએ મજબૂત રીતે સાથ આપ્યો છે. મોદીએ કહ્યું કે, જેટલી ઠીક એવી જ રીતે નિર્દોષ થઇને બહાર આવશે, જેવી રીતે કોંગ્રેસ દ્વારા હવાલા કેસમાં ફસાવ્યા બાદ લાલકૃષ્ણ આડવાણી નિર્દોષ થયા હતા.
નવી દિલ્હી# DDCAના આરોપોથી ઘેરાયેલા કેન્દ્રિય નાણા પ્રધાન અરૂણ જેટલીને પીએમ નરેન્દ્ર મોદીએ મજબૂત રીતે સાથ આપ્યો છે. મોદીએ કહ્યું કે, જેટલી ઠીક એવી જ રીતે નિર્દોષ થઇને બહાર આવશે, જેવી રીતે કોંગ્રેસ દ્વારા હવાલા કેસમાં ફસાવ્યા બાદ લાલકૃષ્ણ આડવાણી નિર્દોષ થયા હતા.
બીજેપી સંસદીય દળની બેઠકમાં મોદીએ કોંગ્રેસ સામે શાબ્દિક હુમલો બોલતાં જેટલી પર લગાવવામાં આવેલ આરોપોને ખોટા અને કૃત્રિમ ગણાવ્યા હતા. તેમણે આને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે.
જોકે, જેટલી પર કીર્તિ આઝાદના આરોપો અંગે મીટિંગમાં ઉલ્લેખ થયો નહી, જે આ બેઠકમાં હાજર ન હતા. બેઠક બાદ મીડિયા સાથે સંબોધન કરતા વેંકૈયા નાયડૂએ જણાવ્યું કે, મોદીએ કહ્યું છે કે, કોગ્રેસે આ અગાઉ સુષ્મા સ્વરાજ, શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે પર પણ ખોટા આરોપ લગાવ્યા હતા.
નાયડૂએ કહ્યું કે, મોદીએ આડવાણીનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમને પણ હવાલા કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ અડવાણી નિષ્કલંક થઇ બહાર આવ્યા અને કોંગ્રેસની રણનીતિ ઉંધી પડી હતી. જેટલીના વિરૂદ્ધ આરોપો પર પણ આવું જ થઇ રહ્યું છે. કોંગ્રેસ સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે.
વેંકૈયા નાયડૂએ કહ્યું કે, કોંગ્રેસ પોતાની હાર પચાવી શકી નહી અને કઇને કઇ ખોટા ગતગડુ લઇને આવે છે. જો કે, લોકો આના પર ધ્યાન આપશે, તેઓ માત્ર પોતાના ગોટાળા અને ભૂલોને છુપાવવા માટે સરકારને બદનામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએ તમામ સાંસદોને કહ્યું છે કે, તેઓ પોતાના વિસ્તારમાં જાય અને સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડે, તેઓને લોકો સાથે સંવાદ કરવા માટે દબાણ કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર