PM મોદીને UAEના સર્વોચ્ચ સન્માન 'Order of Zayed'થી નવાજવામાં આવ્યા

News18 Gujarati
Updated: August 24, 2019, 4:48 PM IST
PM મોદીને UAEના સર્વોચ્ચ સન્માન 'Order of Zayed'થી નવાજવામાં આવ્યા
PM મોદીને યૂએઈનું સર્વોચ્ચ સન્માન

અબૂ ધાબી ખાતે પીએમ નરેન્દ્ર મોદી યૂએઈના બિઝનેસમેનો અને NRI બિઝનેસમેનો સાથે પણ બેઠક કરી હતી.

  • Share this:
વડાપ્રધાન મોદી પોતાના બે દિવસના ફ્રાંસ પ્રવાસ બાદ શુક્રવારે મોડી રાત્રે યૂએઈ (United Arab Emirates) પહોંચી ગયા હતા. યૂએઈ ખાતે મોદીને સર્વોચ્ચ સન્માન "ઓર્ડર ઓફ ઝાયેદ"થી નવાજવામાં આવ્યા હતાં. યૂએઈ ખાતે પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સ મોહમદ બીન ઝાયેદ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે વેપારને આગળ વધારવાથી લઈને સાંસ્કૃતિક સંબંધોને વધારવા પર ચર્ચા થઈ હતી.

અબૂ ધાબી ખાતે પીએમ નરેન્દ્ર મોદી યૂએઈના ઉદ્યોગપતિઓ તેમજ NRI બિઝનેસમેનો સાથે પણ બેઠક કરી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ ઉદ્યોગપતિઓને જણાવ્યું હતુ કે, ભારતમાં ઘણી આર્થિક તકો રહેલી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે અહીં રાજકીય સ્થિરતા અને સારી નીતિને કારણે રોકાણની સારી તકો રહેલી છે. યૂએઈની મુલાકાત બાદ મોદી બેહરીનની મુલાકાત માટે રવાના થશે.

ભારત આતંકવાદનું ભોગ બન્યું

યૂએઈ ખાતે એક મુલાકાત દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત ચાર દસકાથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે. ખલીઝ ટાઈમ્સને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યુ હતુ કે, અમે આતંકવાદ સામે જે પગલાં લીધા છે તેમાં યૂએઈએ અમને સાથ આપ્યો છે.



જમ્મુ-કાશ્મીરની એકલતા દૂર કરવા આર્ટિકલ 370 હટાવીવડાપ્રધાન મોદીએ યૂએઈમાં જણાવ્યું કે, આર્ટિકલ 370ને હટાવવાનું અમારું પગલું સંપૂર્ણ રીતે લોકતાંત્રિક અને પારદર્શક છે. જમ્મુ-કાશ્મીર રાજ્યની એકલતા દૂર કરવા માટે અમે કલમ 370 હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. આ કલમ હોવાથી રાજ્યમાં અમુક લોકોને જ ફાયદો થયો હતો. રાજ્યની એકલતાને કારણે અહીંના યુવાઓ અવળા માર્ગે ચડ્યાં. આખા રાજ્યના વિકાસ માટે અમે પગલું ભર્યું છે.
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर