Home /News /national-international /SHINZO ABE'S STATE FUNERAL: શિંજો આબેના રાજકીય અંતિમસંસ્કારમાં PM મોદી સામેલ, 100થી વધુ દેશના પ્રતિનિધિ હાજર

SHINZO ABE'S STATE FUNERAL: શિંજો આબેના રાજકીય અંતિમસંસ્કારમાં PM મોદી સામેલ, 100થી વધુ દેશના પ્રતિનિધિ હાજર

નરેન્દ્ર મોદીએ શિંજો આબેને શ્રદ્ધાંજલિ આપી હતી.

SHINZO ABE'S STATE FUNERAL: જાપાનના ટોક્યોમાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનો રાજકીય અંતિમ સંસ્કાર ચાલી રહ્યો છે. અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થયા છે. આ દરમિયાન તેઓ ખૂબ ભાવુક જોવા મળ્યા હતા. મોદી સિવાય ઘણાં વૈશ્વિક નેતા આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેનદ્ર મોદી મંગળવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. ANIના જણાવ્યા અનુસાર, શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કાર ટોક્યોમાં ચાલી રહ્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી ખૂબ ભાવુક જોવા મળ્યા હતા. પીએમ મોદી સિવાય પણ વિશ્વના અન્ય નેતાઓ આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થયા છે. તેમાં અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ સામેલ છે. આ સિવાય 20થી વધુ રાષ્ટ્રાધ્યક્ષ અને શાસનાધ્યક્ષ સહિત કુલ 100થી વધુ દેશના પ્રતિનિધિ જાપાન પહોંચ્યા છે.

    9મી જુલાઈએ હુમલામાં મોત થયું હતું


    ઉલ્લેખનીય છે કે, 9મી જુલાઈએ નારા શહેરમાં એક ભાષણ દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. શિંજો આબેને સ્થાનિક સમય અનુસાર, સવારે અંદાજે 11.30 વાગ્યે ઓસાકાના પૂર્વમાં નારામાં ગોળી મારવામાં આવી હતી. ત્યારે તેઓ રસ્તા પર ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણ આપી રહ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સાંજે 5.03 વાગ્યે તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Japan royal family, PM Modi પીએમ મોદી, Shinzo abe

    विज्ञापन
    विज्ञापन