મોંઘવારીથી લઈને અર્થવ્યવસ્થાની હાલત સુધી...PM મોદીએ આ પાંચ મુદ્દે UPAને ઘેરી

News18 Gujarati
Updated: February 26, 2019, 7:09 AM IST
મોંઘવારીથી લઈને અર્થવ્યવસ્થાની હાલત સુધી...PM મોદીએ આ પાંચ મુદ્દે UPAને ઘેરી
ન્યૂઝ18ની રાઇઝિંગ ઈન્ડિયાની સમિટને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મોદીએ મોંઘવારી, મિડલ ક્લાસના મુદ્દાઓ અને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વગેરે મુદ્દાઓ પર કોંગ્રેસ પર નિશાન સાધ્યા

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ન્યૂઝ18ના રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં Beyond Politics: Defining National Priorities એટલે રાજનીતિથી અલગ રાષ્ટ્રીય પ્રાથમિક્તા વિષય પર વાત કરી. સમિટમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ રજૂ કરવાની સાથોસાથ પીએમ મોદીએ યૂપીએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ મોંઘવારી, મિડલ ક્લાસના મુદ્દાઓ અને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ વગેરે મુદ્દાઓ પર કોંગ્રેસ પર નિશાન સાધ્યા.

મોંઘવારીને લઈને યૂપીએ સરકાર પર હુમલો


વર્ષ 2014ના પહેલા દેશમાં સ્થિતિ એવી હતી કે જે વધવું જોઈતું હતું તે ઘટી રહ્યું હતું અને જે ઘટવું જોઈતું હતું, તે વધી રહ્યું હતું. અગાઉની સરકારમાં જરૂરી વસ્તુઓના ભાવ આકાશે આંબી રહ્યા હતા. ન્યૂઝરૂમના પ્રોડ્યૂસર્સને યાદ હશે કે તેઓએ પોતાન શોમાં કેટલી વાર 'મહંગાઈ ડાયન ખાએ જાત હૈ'નો ઉપયોગ કર્યો હતો. તમે ત્યારે ખૂબ રિપોર્ટ કર્યા હતા કે મોંઘવારી દર 10 ટકાનો આંકડો પણ પાર કરી ગઈ હતો. પરંતુ આજે અમારી સરકારમાં મોંઘવારી દર ઘટીને 2-4 ટકાની આસપાસ રહી ગયો છે. આ ફરક ત્યારે આવે છે જ્યારે રાજનીતિથી હટીને રાષ્ટ્રનીતિને પ્રાથમિકતા આપવામાં આવે છે.

મિડલ ક્લાસ માટે ટેક્સમાં છૂટ
મિડલ ક્લાસ દ્વારા ઇન્કમ ટેક્સમાં છૂટ માટે સતત રજૂઆત રહેતી હતી પરંતુ રાહતના નામે કંઈ નહોતું મળતું. અમારી સરકારે ઇન્કમ ટેક્સ પર છૂટની સીમા પહેલા અઢી લાખ રૂપિયા સુધી કરી, પછી 5 લાખ સુધીની આવક માટે ટેક્સને 10 ટકા ઘટાડીને 5 ટકા કરી અને આ વખતે તો 5 લાખ સુધીીી ટેક્સેબલ ઇન્કમને જ ટેક્સના દાયરાથી બહાર કરી દીધી છે.યૂપીએ સરકારમાં જીડીપી ગ્રોથ પણ ઘટી ગયો

જીડીપી ગ્રોથની વાત કરું તો અટલ સરકારે વર્ષ 2004માં યૂપીએને 8 ટકા વિકાસ દરવાળી અર્થવ્યવસ્થા સોંપી હતી. પરંતુ વર્ષ 2013-14માં જ્યારે યૂપીએની વિદાય થઈ રહી હતી ત્યારે વિકાસ દર 5 ટકાની નજીક પહોંચી ગયો હતો. 2014માં અમે આ પડકારનો સ્વીકાર કર્યો. આજે અમારી સરકારે જીડીપી ગ્રોથ રેટને 7થી 8 ટકાની વચ્ચે પહોંચાડી દીધો છે. તે વધેલાને ઘટાડીને ગયા અને અમે ઘટાડેલાને ફરી વધારી દીધો. આ અમારી પ્રાથમિક્તા છે.

આ પણ વાંચો, News18RisingIndia: ગરીબીમાં ઘટાડો, અર્થવ્યવસ્થામાં સુધારો, નોકરી વગર શક્ય છે? PM મોદી

સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે ભારત

આપણે સૌ વાંચતા આવીએ છીએ કે એકવીસમી સદી ભારતની સદી છે. પરંતુ યૂપીએ સરકારમાં શું થયું? ભારતને 2013 આવતા સુધીમાં દુનિયાના ‘Fragile Five’ દેશોમાં પહોંચાડી દીધું. આજે ફરી એકવાર સરકારના દૃઢ નિશ્ચય અને સવા સો કરોડ દેશવાસીઓના પરિશ્રમના બળે ભારત ‘Fastest Growing Major Economy’ બની ગયું છે.

ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસને લઈને યૂપીએ પર હુમલો

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગમાં અગાઉની સરકારે જતાં-જતાં દેશનું ના ડુબાડવામાં કોઈ કસર નહોતી છોડી. આ કોંગ્રેસી સંસ્કૃતિનું જ પરિણામ હતું કે 2011ના 132મા નંબરની નીચે આવીને ભારતનું રેન્કિંગ 2014માં 142 સુધી જતું રહ્યું. આ રેન્કિંગમાં સુધાર કરીને દેશને 77મા સ્થાને પહોંચાડવાનું કામ અમારી સરકારે કર્યું છે. પાછલી સરકાર દરમિયાન ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં દેશનું રેન્કિંગ એટલા માટે પણ બગડ્યું કારણ કે ભ્રષ્ટાચારનો ગ્રાફ આસમાને હતો. સ્પેક્ટ્રમથી લઈને સબમરીન સુધી અને કોલની લઈને કોમનવેલ્થ સુધી, કંઈ પણ ભ્રષ્ટાચારથી મુક્ત નહોતું. તે સમયમાં દરેક સંસ્થા સુપ્રીમ કોર્ટ હોય કે CAG હોય, કે પછી મીડિયા હોય, દરેક તરફ સરકારી ભ્રષ્ટાચારની ફાઇલો ખુલી રહી હતી.
First published: February 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading