Home /News /national-international /

મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન: દેશે એક પરિવારની લાલસાની ભારે કિંમત ચૂકવી

મોદીએ સાધ્યું કોંગ્રેસ પર નિશાન: દેશે એક પરિવારની લાલસાની ભારે કિંમત ચૂકવી

વડાપ્રધાને લખ્યું કે જ્યારે કોઈ સરકાર ફેમિલી ફર્સ્ટને બદલે ઇન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે ચાલે છે તો તે તેના કામમાં પણ દેખાય છે

વડાપ્રધાને લખ્યું કે જ્યારે કોઈ સરકાર ફેમિલી ફર્સ્ટને બદલે ઇન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે ચાલે છે તો તે તેના કામમાં પણ દેખાય છે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્લોગ લખીને વંશવાદી રાજકારણ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ લખ્યું કે વર્ષ 2014નો જનાદેશ ઐતિહાસિક હતો. ભારતના ઈતિહાસમાં પહેલીવાર કોઈ બિન વંશવાદી પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું હતું. જ્યારે કોઈ સરકાર ફેમિલી ફર્સ્ટને બદલે ઈન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે ચાલે છે તો તે તેના કામમાં પણ જોવા મળે છે.

  પીએમ મોદીએ લખ્યું કે, 201માં દેશવાસી એ વાતથી ખૂબ જ દુ:ખી હતા કે આપણા સૌનો વ્હાલો ભારત દેશ ફ્રેજાઇલ ફાઇવ દેશોમાં કેમ છે? કેમ કોઈ સકારાત્મક સમાચારના બદલે માત્ર ભ્રષ્ટાચાર, ઓળખીતાઓને ફાયદો પહોંચાડવો અને ભાઈ-ભત્રીજાવાદ જેવા સમાચારોની હેડલાઇન બને છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં દેશવાસીઓએ ભ્રષ્ટાચારમાં ડૂબેલી તે સરકારથી મુક્તિ મેળવવા અને એક સારા ભવિષ્ય માટે મતદાન કર્યું હતું. વર્ષ 2014નો જનાદેશ ઐતિહાસિક હતો. ભારતના ઈતિહાસમાં પહેલીવાર બિન વંશવાદી પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યું હતું.

  વડાપ્રધાને આગળ લખ્યું કે, પ્રેસની સ્વતંત્રતા પર પહેલો હુમલો યૂપીએના શાસનકાળમાં જ જોવા મળ્યો. લેખમાં લખવામાં આવ્યું કે, યૂપીએ સરકાર કાયદો લઈને આવી હતી જે મુજબ જો તેમ કંઈ પણ અપામનજનક પોસ્ટ કર્યું તો આપને જેલમાં નાખી દેવામાં આવશે. મોદીએઅ આગળ લખ્યું કે ઇમરજન્સી લગાવીને કોંગ્રેસે બંધારણ અને ન્યાયાલયનું અપમાન કર્યું હતું.

  આ પણ વાંચો, પ્રિયંકાનો મોદીને વળતો પ્રહાર: જનતાને મૂર્ખ સમજવાનું બંધ કરે PM

  પીએમ મોદીએ સેનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે કોંગ્રેસે હંમશા રક્ષા ક્ષેત્રને કમાણીના એક સ્ત્રોત તરીકે જોતું આવી છે. આ જ કારણ છે કે અમારા સશસ્ત્ર દળોને ક્યારે પણ કોંગ્રેસથી તે સન્માન નથી મળ્યું, જેના તેઓ હકદાર હતા. અહીં તેઓએ જીપ, તોપ, સબમરીન, હેલિકોપ્ટર સંબંધિત રક્ષા સ્કેમનો ઉલ્લેખ કર્યો. પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઇક પર ઉઠેલા સવાલોનો ઉલ્લેખ કરી પીએમે લખ્યું કે, જ્યારે આપણી વાયુસેનાના જાંબાઝ આતંકીઓ પર હુમલો કરે છે, તો કોંગ્રેસ તેમના દાવા પર સવાલ ઉઠાવે છે.

  આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારના દૃઢસંકલ્પનું જ પરિણામ છે કે આજે ભારતે સેનિટેશન કવરેજમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. 2014માં જ્યાં સ્વચ્છતાનો વ્યાપ માત્ર 38 ટકા હતો, તે આજે વધીને 98 ટકા થઈ ગયો છે. અમારી સરકારના પ્રયાસોથી દરેક ગરીબનું આજે બેંક ખાતું છે. જરૂરિયાતમંદોને બેંક ગેરન્ટી વગર લોન મળે છે. ભવિષ્યની જરૂરિયાતોને જોતાં ઇન્ફ્રાસ્ટક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઘર વિહોણાઓને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ગરીબોને મફત ચિકિત્સાની સુવિધા મળી છે એન યુવાઓને સારું શિક્ષણ અને રોજગારની તક મળી છે.
  First published:

  Tags: Lok Sabha Elections 2019, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन