કોંગ્રેસનું માનસિક સંતુલન બગડ્યું, મોદી વિરોધ સિવાય કોઇ એજન્ડા નથીઃ પીએમ મોદી

કોંગ્રેસનું માનસિક સંતુલન બગડ્યું, મોદી વિરોધ સિવાય કોઇ એજન્ડા નથીઃ પીએમ મોદી
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને સત્તા અપાવવાના પ્રયત્નોમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટી ઉપર ભારે હુમલાઓ કર્યા હતા.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને સત્તા અપાવવાના પ્રયત્નોમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટી ઉપર ભારે હુમલાઓ કર્યા હતા.

  • Share this:
    કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાનની ઘડીઓ ગણાઇ રહી છે. આગામી સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને સત્તા અપાવવાના પ્રયત્નોમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટી ઉપર ભારે હુમલાઓ કર્યા હતા. પીએમ મોદીએ પોતાના પ્રચાર અભિયાન અંતર્ગત મેંગલુરુમાં ચૂંટણી રેલી સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસનું માનસિંક સંમતુલન બગડ્યું છે. તેમની પાસે હવે મોદીનો વિરોધ કરવા સિવાઇ કોઇ જ એજન્ડા નથી.

    તેમણે વધુમાં જણાવ્યં હતું કે, કોંગ્રેસ પાસે હવે મોદીનો વિરોધ કરવા સિવાય બીજો કોઇ એજન્ડા બચ્યો નથી. હું જ્યારે સ્વચ્છતાના મુદ્દા ઉપર વાત કરું છું તો કોંગ્રેસ મારી મજાક ઉડાવે છે. હું શૌચાલય બનાવવાની વાત કરું છું તો એ મારી મજાક ઉડાવે છે. મોદીએ અમને હરાવ્યા નથી પરંતુ ઇવીએમએ હરાવ્યા છે. જ્યાં તેઓ જીતે છે ત્યાં ઇવીએમ સારા રહે છે. પરંતુ જ્યાં હારે છે ત્યાં ઇવીએમનો રાગ આલાપવા લાગે છે.    વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. એટલા માટે એકપછી એક તેમના બધા ગઢમાં ગાબડા પડવા લાગ્યા છે. લોકતંત્રમાં જનતા સર્વોપરી હોય છે. જનતા વંશવાદ અને પરિવારવાદનો સ્વીકાર નહીં કરતી. 15 મેના દિવસે કોંગ્રેસને પોતાની ઇચ્છા અનુસાર કોઇપણ બહાનું આપવા દો. તેમના પાંચ વર્ષના પાપો માટે તેમને સજા આપો.
    First published:May 06, 2018, 08:43 am