Home /News /national-international /ફિલિપિન્સમાં મોદીની ખેતી, તેમનાં નામ પર બનેલી રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની લીધી મુલાકાત

ફિલિપિન્સમાં મોદીની ખેતી, તેમનાં નામ પર બનેલી રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની લીધી મુલાકાત

    ફિલિપિન્સની રાજધાની મનિલામાં સોમવારે ASEANનું ઇનોગરેશન થયું. જેમાં નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક સાઉથ-ઇસ્ટ એશિયન દેશોના પ્રેસિડન્ટ્સ સામેલ થયા. ત્યારબાદ મોદીએ મનિલાની ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRIની મુલાકાત લીધી, અને ખાસ વાત એ છે કે મોદીએ અહીં ખેતી કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ પોતાના નામ પર બનેલી શ્રી નરેન્દ્ર મોદી રેજિલિએન્ટ રાઇસ ફિલ્ડ લેબોરેટરીનું ઇનોગ્રેશન કર્યુ. આજે મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને વચ્ચે ઓફિશિયલ મુલાકાત થવાની છે. મીટિંગમાં ઇન્ડો-પેસિફિક રિજનમાં સિક્યોરિટી ઇશ્યુને લઇને વાતચીતની શક્યતાઓ છે.

    ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં 31માં આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાભરના ઘણા નેતાઓએ મનીલામાં છે. આ ત્રણ દિવસ સુધી ચાલનારા સંમેલનમાં આજે પીએમ મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રેડ્રિગો દુતર્તે સાથે દ્વિપક્ષિય બેઠક થશે. આ સાથે વડાપ્રધાનની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત થઇ શકે છે. રવિવારના સંમેલનમાં પીએમ મોદીએ ટ્રમ્પ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી. મહત્વનું છે કે ઇન્દિરા ગાંધી પછી મોદી પહેલા એવા પીએમ છે કે જે મનીલા ગયા છે. કોઇ ભારતીય વડાપ્રધાને ૩૬ વર્ષ બાદ મનીલાની મુલાકાત લીધી છે.





    શું છે ASEAN ?
    ASEAN એટલે કે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ.૧૦ દેશોનું આ સંગઠન છે. જેને દેશોના વ્યાપાર અને રક્ષા સંબંધને વધારવાના હેતુથી શરૂ કરવામાં આવ્યુ છે. આ દસ દેશોમાં અમેરિકા, રશિયા, ભારત, ચીન, જાપાન અને નોર્થ કોરિયા સહિત ARF એટલે કે એશિયા રિજનલ ફોરમના 23 મેમ્બર છે. તેના ફાઉન્ડર મેમ્બર થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપિન્સ અને સિંગાપુર હતા. 1994માં આશિયાનએ એઆરએફ બનાવ્યું, જેનો હેતુ સિક્યોરિટીને પ્રોત્સાહન આપવાનું હતું. આ ઓર્ગેનાઇઝેશન 8 ઓગસ્ટ, 1969ના રોજ
    થાઇલેન્ડની રાજધાની બેંગ્કોકમાં બનાવવામાં આવી હતી.
    ઇનોરગરલ સેરેમનીમાં રામાયણનું મંચન
    આશિયાનની ઇનોગરલ સેરેમનીમાં રામાયણનું મંચન કરવામાં આવ્યું. આ એટલા માટે ખાસ છે કારણ કે કોઇ ઇન્ટરનેશનલ સમિટમાં પહેલીવાર રામાયણનું મંચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થાઇલેન્ડ, કંબોડિયા, ફિલિપિન્સ સહિત કેટલાંક સાઉથ-ઇસ્ટ દેશોમાં રામાયણનું પોત-પોતાના અંદાજમાં મંચન કરવામાં આવે છે.
    First published:

    Tags: Countries, Philippines, નરેન્દ્ર મોદી, પીએમ મોદી