LIVE NOW

પીએમ મોદીનું લંડનમાં 'ભારત કી બાત, સબકે સાથે' કાર્યક્રમમાં સંબોધન, જાણો શું કહ્યું

gujarati.news18.com | April 19, 2018, 12:26 AM IST
facebook Twitter Linkedin
Last Updated April 19, 2018
auto-refresh
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન, યૂકે અને જર્મનીના પ્રવાસે છે. બુધવારની રાત્રે લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર સેંટ્રલ હોલમાં 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. જેમાં પીએ મોદીએ લોકોએ પુછેલા પ્રશ્નોના જવાબ આપ્યા.

આ પહેલા મંગળવારની રાત્રે પણ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સ્વીડનના પીએમ સ્ટીફન લોવેન પણ પીએમ મોદીની સાથે હાજર રહ્યા હતા. સ્વીડન બાદ પીએમ મોદી બુધવારે લંડન પહોંચ્યા હતા.

બુધવારે રાત્રે પીએમ ભારતીય સમયાનુસાર રાત્રે 9 કલાકે 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં શામેલ થયા. અહીં પીએમએ ભારતીય સમુદાયના લોકોને સંબોધીત કર્યા અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા. લંડનના ઐતિહાસિક વેસ્ટ મિંટર સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ એજ જગ્યા છે, જ્યાં 1946માં સંયુક્ત રાષ્ટ્રની પહેલી મીટિંગ થઈ હતી. અહીં મહાત્મા ગાંધી અને માર્ટિન લૂથર કિંગ જેવી મહાન વ્યક્તિઓ પણ લોકોને સંબોધિત કરી ચુક્યા છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ આ જગ્યા પર પોતાનું સંબોધન કર્યું.

આ કાર્યક્રમમાં દુનિયાભરના લોકોના પ્રશ્ન શામેલ કરવામાં આવ્યા હતા. ફેસબુક, ટ્વીટર, નમો એપ દ્વારા લોકો પ્રશ્ન પુછવામાં આવ્યા હતા. વેન્યૂ પર રહેલ લોકોને પણ પ્રશ્ન પુછવાનો મોકો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન પ્રસૂન જોશી પણ હાજર રહ્યા હતા.

જાણીએ પુરા કાર્યક્રમમાં પીએમ મોદીએ શું કહ્યું?



 

 
Load More