Home /News /national-international /જાગરણ ફોરમમાં PMએ નીરવ જેવા ભાગેડુઓનો કર્યો ઉલ્લેખ: 'તેમને ક્યાંય આશરો નહીં મળે'

જાગરણ ફોરમમાં PMએ નીરવ જેવા ભાગેડુઓનો કર્યો ઉલ્લેખ: 'તેમને ક્યાંય આશરો નહીં મળે'

જાગરણ ફોરમમાં સંબોધન કરતાં વડાપ્રધાન મોદી

મોદીએ કહ્યું કે, મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગર્વનન્સ અને સૌનો સાથ, સૌનો વિકાસ નવા ભારતના મૂળમાં છે

ન્યૂઝ18 ગુજરાતી: ભારતની આઝાદીના સાત દશબ બાદ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું 'યુવા આકાંક્ષાઓનું ભારત' પોતાના મુકામે પહોંચી શક્યું છે? જો નહીં, તો પછી તેના માટે શું કરવાની જરૂર છે? આજે ન્યૂઝ18 હિન્દીની સાથે યોજાઈ રહેલા જાગરણ ફોરમમાં આ મુદ્દે જોડાયેલા તમામ પાસાઓ પર વિસ્તારથી ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, જે આર્થિક રીતે અપરાધ કરનારા છે, ભાગેડુ છે, તેમને દુનિયામાં ક્યાંય પણ સુરક્ષિત આશરો નહીં મળે તેના માટે ભારતે કંઈક ભલામણો આંતરરાષ્ટ્રીય સમુદાયની વચ્ચે મૂકી છે. મને વિશ્વાસ છે કે અમારી આ મુહિમ રંગ લાવશે.

પીએમ મોદીના ભાષણના મુખ્યઅંશો:

- નવા ભારતની જ્યારે પણ આપણે વાત કરીએ છીએ તો મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગર્વનન્સ અને સૌનો સાથ, સૌનો વિકાસ તેના મૂળમાં છે. આપણે એક એવી વ્યવસ્થાની વાત કરીએ છીએ જ્યાં લોકભાગીદારીથી યોજનાઓનું નિર્માણ પણ થાય અને લોકભાગીદારીથી જ તેનો અમલ પણ થાય.
- આ વિચારને અમે છેલ્લા ચાર વર્ષથી આગળ વધારી રહ્યા છીએ. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓને જનતા પોતાની જવાબદારી સમજીને આગળ વધારી રહી છે. સરકાર, સરોકાર અને સહકાર, આ ભાવના દેશમાં મજબૂત થઈ છે.
- દેશનો યુવા આજે વિકાસમાં પોતાને સ્ટેક હોલ્ડ માનવા લાગ્યો છે, સરકારી યોજનાઓને અપનાવવાની ભાવનાથી જોવામાં આવી રહી છે. તેમને લાગે છે કે તેમનો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે.
- તમે પણ અનેકવાર વિચારતા હશો, આશ્ચર્યમાં પડતા હશો કે અંતે આપણો દેશ પછાત કેમ રહી ગયો? આઝાદીના આ દશકાઓ બાદ આ વાત તમારા મનમાં હશે કે આપણે કેમ પાછળ રહી ગયા. આપણી પાસે વિશાળ ઉપજાઉ ભૂમિ છે. આપણા યુવા ખૂબ પ્રતિભાશાળી અને મહેનતુ પણ છે. આપણી પાસે પ્રાકૃતિક સંસાધોનોની પણ કોઈ ઘટ નથી. આટલું બધું હોવા છતાંય આપણો દેશ આગળ કેમ નથી વધી રહ્યો.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાંસ્કૃતિક વારસો અને રાજકારણ પર વાત કરશે તથા લોકોના સવાલોના જવાબ આપશે. આ ફોરમમાં ભારતમાં આવેલી સૂચના ક્રાંતિ, ધર્મ અને રાજકારણ તથા નારી સશક્તિકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પણ સામે લથશે અને મનોરંજનનો તડકો લગાવશે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો