15 ઓગસ્ટના ભાષણ માટે પીએમ મોદીએ માંગ્યા સૂચનો

News18 Gujarati
Updated: July 19, 2019, 3:08 PM IST
15 ઓગસ્ટના ભાષણ માટે પીએમ મોદીએ માંગ્યા સૂચનો
પીએમ મોદી લાલ કિલ્લા પરથી ભાષણ આપતાં (ફાઇલ ફોટો)

સ્વાતંત્રતા દિવસે સતત છઠ્ઠી વાર પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ભાષણ આપશે

  • Share this:
સ્વતંત્રતા દિવસ સમારોહમાં એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. આ પ્રસંગે સતત છઠ્ઠી વાર પીએમ નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી ભાષણ આપશે. તેઓએ આ ઐતિહાસિક પ્રસંગે આપનારા ભાષણ માટે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, તમે 15 ઓગસ્ટના ભાષણ માટે આપની બહુમૂલ્ય સૂચનો અમને મોકલી શકો છો. તેને સામેલ કરતાં અમને ઘણી ખુશી થશે. લાક કિલ્લાની પ્રાચીરથી 130 કરોડ ભારતીય આપના વિચાર સાંભળશે. તમે નમો એપ પર મૂકવામાં આવેલા ફોરમાં આપની સૂચનો આપો.
પીએમ નરેન્દ્ર મોદી ગત સ્વતંત્રતા દિવસ પર આપવામાં આવેલા ભાષણો સહિત પોતાના નવા ભાષણો માટે લોકો પાસેથી ઇનપુટ માંગી રહ્યા છે. પીએમ તમા 'મન કી બાત' કાર્યક્રમોના ઇનપુટ પણ જોઈ રહ્યા છે. લોકો દ્વારા આપવામાં આવેલા ઇનપુટનો ઉલ્લેખ કરવા અને તેની પર વિસ્તારથી વાત કરવી મોદી માટે અસમાન્ય વાત નથી.

બીજા કાર્યકાળનું હશે પહેલું ભાષણ

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીત મેળવ્યા બાદ પીએમ મોદી બીજા કાર્યકાળમાં 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાનું પહેલું ભાષણ આપશે. આ પહેલા 72મા સ્વતંત્રતા દિવસના અવસરે પીએમે છેલ્લા ચાર વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ભારતે ટેકનોલોજી, કૃષિ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે.

આ પણ વાંચો, બિહારમાં મોબ લિન્ચિંગ : છપરામાં પશુ ચોરીની આશંકામાં ત્રણની હત્યા

આ પણ વાંચો, મોદી સરકાર લાવી રહી છે નવી સ્કીમ, હવે આ લોકોને મળશે 24 કલાક વીજળી
First published: July 19, 2019
વધુ વાંચો
अगली ख़बर