Quad summit 2022: જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા PM મોદી, ભારતીય સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું
Quad summit 2022: જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા PM મોદી, ભારતીય સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું
ટોક્યો પહોંચવા પર ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું
PM narendra Modi in Japan - જાપાનમાં રહેતા ભારતીય લોકોએ પીએમ મોદીને જોઈને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને તેમને ‘ભારત માં કા શેર’ બતાવીને સંબોધિત કર્યા હતા
ટોક્યો : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra Modi)સોમવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. જ્યાં મંગળવારે ક્વાડ શિખર સંમેલનમાં (Quad summit 2022) સામેલ થશે. જાપાન પહોંચ્યા પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ટોક્યોમાં ઉતરી ચૂક્યો છું. આ યાત્રા દરમિયાન ક્વાડ શિખર સંમેલન સહિત વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ. આ સિવાય ક્વાડ નેતાઓ સાથે મુલાકાત થશે. ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા પણ સામેલ થશે.
ટોક્યો પહોંચવા પર ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું. જાપાનમાં રહેતા ભારતીય લોકોએ પીએમ મોદીને જોઈને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા અને તેમને ‘ભારત માં કા શેર’ બતાવીને સંબોધિત કર્યા હતા.
#WATCH | Japan: Indian diaspora in Tokyo calls PM Modi "Bharat Ma Ka Sher" as they hail him with chants and placards.
PM Modi will be participating in Quad Leaders’ Summit as part of his 2-day tour starting today, May 23. pic.twitter.com/aIQ8gyE62V
ન્યૂઝ એજન્સી એએનઆઈએ પ્રધાનમંત્રી ટોક્યો પહોંચ્યા તેનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પોસ્ટર્સ લઇને ઉભા છે જેમાં લખ્યું છે કે ‘જો 370 કો મિટાએ વો ટોક્યો આયે હૈ’. પીએમ મોદીએ ભારતીય પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સાથે વાત કરી હતી. એક બાળક સાથે તેમણે વાત કરી હતી અને પૂછ્યું કે વાહ હિન્દી ક્યાંથી શીખી? તમે ઘણી સારી હિન્દી બોલો છો?
જાપાની ઉદ્યોગપતિઓ સાથે પ્રધાનમંત્રીની વ્યસ્તતાઓ પર એક સંક્ષિપ્ત જાણકારી આપતા જાપાનમાં ભારતના રાજદૂત સંજય કુમાર વર્માએ કહ્યું કે ટોક્યો નવી દિલ્હીમાં અવસરો વિશે ઉત્સાહિત છે. પીએમ મોદી અને જાપાની સમકક્ષ ફુમિયો ફિશિદા ભારતમાં સાર્વજનિક, ખાનગી અને વિત્ત પોષણના માધ્યમથી પાંચ ટ્રિલયન જાપાની યેન નિવેશની મહત્વકાંક્ષા છે. આ પહેલા માર્ચ 2022માં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા 14માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.
હિંદ-પ્રશાંત ક્ષેત્રના પડકાર સાથે અન્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા સંભવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ક્વાડના અન્ય નેતાઓ 24 મે ના રોજ ટોક્યોમાં થનાર શિખર સંમેલનમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રના પડકારો અને તકોની સાથે-સાથે અન્ય વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરવાની આશા છે. શિખર સંમેલનમાં સામેલ થવા માટે પીએમ મોદી જાપાનના પ્રવાસે છે. વિદેશ સચિવ વિનય મોહન કાત્રાએ કહ્યું કે આગામી શિખર સંમેલન નેતાઓના ક્વાડ સ્ટ્રક્ચર અંતર્ગત અત્યાર સુધી થયેલી પ્રગતિનું નિરીક્ષણ કરવા અને ભવિષ્ય માટે માર્ગદર્શન કરવાની તક પ્રદાન કરશે. ક્વાડ સહયોગ ભેગા મૂલ્યો અને લોકતંત્રના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાનૂન, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સાથે-સાથે સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી હિંદ-પ્રશાંતના દ્રષ્ટિકોણને આગળ વધારે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર