માલદીવ સંસદમાં બોલ્યા PM, 'માલદીવ સાથે ગુજરાતનો સંબંધ 2500 વર્ષ જૂનો'

News18 Gujarati
Updated: June 8, 2019, 8:29 PM IST
માલદીવ સંસદમાં બોલ્યા PM, 'માલદીવ સાથે ગુજરાતનો સંબંધ 2500 વર્ષ જૂનો'
માલદીવ સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ

વડાપ્રધાન મોદી બે દિવસની માલદીવ અને શ્રીલંકાની યાત્રાએ રવાના થયા હતા

  • Share this:
નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રા પર શનિવારે માલદીવ પહોંચ્યા. મોદીનું માલે હવાઈ મથક પર વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે સ્વાગત કર્યું. આ દરમ્યાન બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના કરાર પર હસ્તાક્ષર પણ થયા. આ દરમ્યાન પ્રધાનમંત્રી માલદીવના સંસદ પહોંચ્યા. અહીં સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, માલદીવ દુનિયાનું ગજબનો દેશ છે. હું મારા અને ભારત તરફથી આ સદનને ધન્યવાદ આપુ છુ. હું બીજી વખત અહીં આવ્યો અને બીજી વખત સદનની કાર્યવાહીનો ભાગ બન્યો.

પીએમ મોદીએ કહ્યું કે, આપણે સામુદ્રીક પાડોસી દેશ છીએ. આપણે મિત્ર છીએ. મિત્રોમાં કોઈ મોટુ કોઈ નાનુ, કે નબળુ કે તાકાતવર નથી હોતું. શાંત અને સમૃદ્ધ પડોસીનો પાયો ભરોસા, સદ્ભાવના અને સહયોગ પર ટકેલો હોય છે.

પીએમએ કહ્યું, હવે ભારતના સહયોગથી માલેના રસ્તાઓ અઢી હજાર એલઈડી સ્ટ્રીટ લાઈટથી પ્રકાશમાં નહાવી રહ્યા છે, અને 2 લાખ એલઈડી બલ્બ માલદીવ વાસીઓના ઘરો અને દુકાનોને જગમગાવવા આવી ચુક્યા છે.

તેમણે કહ્યું, માલદીવ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જામાં સામેલ થયું છે. બદલાતુ પર્યાવરણ વિશ્વ માટે ખતરો છે. માલદીવ સૌર્ય ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ભારત અને માલદીવ વચ્ચે ભાષાની પણ સમાનતા છે. માલદીવમાં લોકતંત્ર અને સમૃદ્ધિ માટે ભારત વિશ્વસનીય સહયોગી બનેલું રહેશે અને દેશનો હાથ મજબૂત કરશે. દેશનો સંબંધ માત્ર સરકારો વચ્ચે નથી હોતો. લોકો વચ્ચે સંબંધ તેનો પ્રાણ હોય છે.

તેમણે ઉમેરતા કહ્યું, ભારત અને માલદીવ એક ગૂલશનના ફૂલ છે. સાગરની ઊંડાઈ જેવો સંબંધ છે. ભારત હંમેશા, દરેક રીતે તમારી સાથે ચાલ્યું છે. માલદીવ અને ગુજરાતનો જુનો સંબંધ છે. અઢી હજાર વર્ષ જુનો સંબંધ છે.
Loading...

પીએમએ કહ્યું, માલદીવ દુનિયા સામે સૌદર્યનો નમૂનો છે. આ હિંદમહાસાગરની કુંજી છે. ભારત માલદીવના લોકતંત્રની સાથે છે. પાડોસીયોનો વિશ્વાસ જીતવો અમારૂ લક્ષ્ય છે.

તમને જણાવી દઈએ કે, આ યાત્રાનો ઈરાદો હિંદ મહાસાગર દ્વીપસમૂહ સાથે સંબંધોને વધારે મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદીને માલદીવ દ્વારા પોતાના દેશના સર્વોચ્ચ સન્માન 'રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદ્દીન'થી સન્માનિત કરવામાં આવ્યા. માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ પુરસ્તારથી સન્માનીત કર્યા. વિદેશમંત્રી શહિદે મોદીની યાત્રાને ધ્યાનમાં રાખી ટ્વિટર પર કહ્યું, 'રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદ્દીન' માલદીવનો સર્વોચ્ચ સન્માન છે, જે વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે.

આ સિવાય પીએમ મોદી માલદીવમાં Coastal Surveillance Radar systemનું ઉદ્ઘાટન પણ કરશે. તેનાથી હિંદ મહાસાગરમાં ઈન્ડીયન નેવીની તાકાતમાં ઘણો વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, આજથી વડાપ્રધાન મોદી બે દિવસની માલદીવ અને શ્રીલંકાની યાત્રાએ રવાના થયા હતા. શુક્રવારે રાત્રે એક વાગ્યે વડાપ્રધાન મોદી કેરળના કોચ્ચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. શનિવારે સવારે તેમણે કૃષ્ણ મંદિરમાં પૂજા કરી અને ત્યાથી તિરુમાલાના પ્રસિદ્ધ ભગવાના વેંકટેશ્વરના મંજિરમાં પૂજા અર્ચના કરી.

શનિવારે સવારે વડાપ્રાન હેલિકોપ્ટરથી ગુરૂવાયરૂ મંદિર ખાતે પહોંચ્યા હતા. પ્રાદેશિક મલયાલી વસ્ત્રોમાં સજ્જ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ ખાતે કલેક્ટર અને સ્થાનિક સત્તાધીશોએ સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાન મોદીની 112 કિલો કમળથી કમળ તુલા કરવામાં આવી હતી. હવે પીએમ મોદી માલદીવ પહોંચી ગયા છે.

આજે વડાપ્રધાન માલદીવમાં રોકાણ કરશે અને રવિવારે શ્રીલંકા પહોંચશે. વિદેશ યાત્રાએ જતા પહેલાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમનો પ્રવાસ નેબરહુડ ફર્સ્ટ નીતિ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે આ યાત્રાથી બંને દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબૂત થશે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...