coronavirus ઉપર PM મોદીએ જનતા કર્ફ્યૂની અપીલ કરી, 22 માર્ચે લોકો ઘરમાં રહે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કોરોના વાયરસ (coronavirus) આજે ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે સંકલ્પ અને સંયમની વાતને મહત્વ આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી હતી. જેમાં આગામી 22 માર્ચ 2020 રવિવારના રોજ જનતા કરફ્યૂ (janata curfew) કરવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી લોકોને જાતે જ કર્ફ્યૂ કરવાની વાત કરી હતી. આ સાથે જે લોકો કોરોના વાયારસ સામે લડવા માટે ખડે પગે ઊભા છે. ડોક્ટરો, પેરા મેડિકલ ફોર્સ સહિતના લોકો માટે સાંજે પાંચ વાગ્યે બાલ્કની ઘરની બહાર ઊભા રહીને તેમનો આભાર માનવાની અપિલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, થાળી વેલણ, ઘંટડી, તાલી, વિશલ જે મળે તે વગાડીને આભાર માનવાની અપિલ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું બધા દેશવાસીઓ પાસે કશુંક માંગવા આવ્યો છું. મને તમારા આવનાર કેટલાક સપ્તાહ જોઈએ છે. તમારો આવનારો કેટલોક સમય જોઈએ છે. અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય બતાવ્યો નથી અને વેક્સીન પણ બની નથી. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર