PM મોદીની દેશવાસીઓને અપીલ, કહ્યું - જે શહેરમાં છો, થોડાક દિવસો ત્યાં જ રહો

News18 Gujarati
Updated: March 21, 2020, 10:09 PM IST
PM મોદીની દેશવાસીઓને અપીલ, કહ્યું - જે શહેરમાં છો, થોડાક દિવસો ત્યાં જ રહો
PM મોદીની દેશવાસીઓને અપીલ, કહ્યું - જે શહેરમાં છો, થોડાક દિવસો ત્યાં જ રહો

ભીડમાં યાત્રા કરવાથી વાયરસ ફેલાવવાનો ખતરો વધે છે. તમે જ્યાં જઈ રહ્યા છો, ત્યાં પણ લોકો માટે ખતરો બનશો. તમારા ગામ અને પરિવારની મુશ્કેલી પણ વધારશો - PM મોદી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક ખાસ અપીલ કરી છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોરોનાથી ડરથી મારા ઘણા ભાઈ-બહેન જ્યાં રોજી-રોટી કમાય છે, તે શહેરોને છોડીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા છે. ભીડમાં યાત્રા કરવાથી ફેલાવવાનો ખતરો વધે છે. તમે જ્યાં જઈ રહ્યા છો, ત્યાં પણ લોકો માટે ખતરો બનશો. તમારા ગામ અને પરિવારની મુશ્કેલી પણ વધારશો.

પીએમે કહ્યું હતું કે મારી બધાને પ્રાર્થના છે કે તમે જે શહેરમાં છો કૃપા કરીને થોડાક દિવસો માટે ત્યાં જ રહો. આનાથી આપણે બધા આ બિમારીને ફેલવાથી રોકી શકીએ છીએ. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ભીડ બનાવીને આપણે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છીએ. કૃપા કરી પોતાની અને પોતાના પરિવારની ચિંતા કરો.

આ પણ વાંચો - મહારાષ્ટ્રના મંત્રીએ ચેતવ્યા, કહ્યું - ત્રીજા સ્ટેજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ

ગુજરાતની વાત કરવામાં આવે તો વાયરસના સાત પોઝિટિવ કેસ હતા જે વધીને 13 થયા છે. વડોદરા (Vadodara)ની એસએસજી હૉસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)એ જાહેરાત કરી હતી કે રાજ્યમાં 13 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. તમામ દર્દીઓ આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. આ 13 કેસમાંથી 6 કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે. 3 કેસ વડોદરામાં (Vadodara)માં નોંધાયા છે અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ નોંધાયો છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading