Home /News /national-international /

9ની તાકાતઃ આજે રાત્રે '9 વાગ્યે , 9 મિનિટ'નું શું છે ગ્લોબલ કનેક્શન

9ની તાકાતઃ આજે રાત્રે '9 વાગ્યે , 9 મિનિટ'નું શું છે ગ્લોબલ કનેક્શન

પ્રતિકાત્મક તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રાત્રે 5 એપ્રિલ 2020ના રોજ રાત્રે 9 વાગ્યે, 9 મિનટ પ્રકાશના આહ્વાનનું ગ્લોબલ કનેક્શન શું છે. આ કનેક્શનને એક મહિલા આઈએએસે શોધ્યું છે જેઓ ક્વાલિફાઈડ ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર (MBBS) પણ છે. ડો. મૃણાલિની અત્યારે અમેરિકામાં છે.

વધુ જુઓ ...
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રાત્રે 5 એપ્રિલ 2020ના રોજ રાત્રે 9 વાગ્યે, 9 મિનટ પ્રકાશના આહ્વાનનું ગ્લોબલ કનેક્શન શું છે. આ કનેક્શનને એક મહિલા આઈએએસે શોધ્યું છે જેઓ ક્વાલિફાઈડ ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર (MBBS) પણ છે. ડો. મૃણાલિની અત્યારે અમેરિકામાં છે. ભારતમાં ખાદ્ય અને દવા નિયંત્રણના ઉચ્ચ પદ ઉપર રહેલા ડો. મૃણાલિની ઓસ્ટિન સ્થિત યુનિવર્સિટી ઓફ ટેક્સાસના અર્થશાસ્ત્ર સ્કોલર અને મેક્કોમ્બ સ્કૂલ ઓફ બિઝનેસ ડેટા એનાલિટિક્સ સર્ટિફિકેટ હોલ્ડર છે.

  રાત્રે 9 વાગ્યે 9 મિનિટે બધા સાથે આવવાનું શું મહત્વ છે?
  આજતક વેબસાઈટમાં આવેલા આર્ટિકલ પ્રમાણે આપણે સાદી રીતે દુર્ગા નવરાત્રીના નવ દિવસ ઉજવ્યા. દુર્ગા જે રાક્ષસોનનો સંહાર કરનારી અને પ્રકાશની વાહક છે. વડાપ્રધાન મોદીએ રામનવમીના દિવસે લોકોને રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટે ઘરના દરવાજા ઉપર આવીને પ્રકાશ કરવાની અપિલ કરી છે. પીએમએ જે દિવસે અપીલ કરી એ લોકડાઉનનો નવમો દિવસ હતો.

  ડો. મૃણાલિનીની ફાઈલ તસવીર


  આખા વિશ્વ માટે નવ નંબર આશાનું પ્રતિક છે અને કેમ આ નિશ્વિતતા તરફ લઈ જાય છે. આ અંગે ડો. મૃણાલિનીએ 9 પોઈન્ટ દ્વારા વ્યાખ્યા કરી છે.

  1- પ્રકાશઃ જોકે વર્તમાનમાં ફેરફાર થોપી નથી શકાતો પરંતુ વડાપ્રધાન આ પ્રકારની અપીલ થકી સામૂહિક બદલાવ લાવવા માંગે છે. ભારતીયો માટે ત્રણ સપ્તાહ સુધી સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવું કોઈ કમાલથી ઓછું નથી. આ પ્રકારની ગતિવિધિઓ આપણને આપણો ધ્યેય યાદ અપાવે છે. આ સાથે જ પ્રેરિત કરે છે કે, આપણને દરેકને પોતાના ભાગની જવાબદારી નિભાવવાની છે અને ઘરોની અંદર રહેવાનું છે.

  2- નકારાત્મકતાનું દહનઃ-ભાવનાઓના વિશ્લેષણથી જાણવા મળે છે કે આ પ્રકારનું લોકડાઉનની સમયમાં લોકોની સકારાત્મકતામાં ઉણપ આવે છે. આ પ્રકારની ગતિવિધિ લોકોને જોડી રાખવા અને આગળની તરફ જોવાનું કામ કરે છે. એટલે કે નકારાત્મકતાના દહેનમાં મદદ આવે છે.

  3- હાથોમાં મશાલઃ કેટલાક રાજ્યોમાં એક ટેલિફોન સર્વેમાં સામે આવ્યું છે કે લોકો કોરોના વાયરસ સામે લડવા અંગે કેવી રીતે સરકારના નિર્ણય સાથે મજબૂતીથી ઊભા છે. આ અનિશ્ચિતતાનો સમય છે આવી સ્થિતિમાં એવા લીડરનો હોવું ખુબ જ મહત્વનું છે. જેના ઉપર લોકો વિશ્વાસ કરે તેમણે આપેલા સૂચનો અને આદેશોનું પાલન કરે.આ સમયે લોકોમાં ભરોસો જાગે છે અને તેઓ મહામારીના પડકારોથી પાર થાય છે.

  આ પણ વાંચોઃ-lockdown: મોરાટોરિયમમાં પણ કપાઈ છે તમારી EMI તો આવી રીતે પરત મેળવો

  4- અગ્નિથી હુમલોઃ સંસાધનોને એકત્ર કરવા માટે સમય એકઠો કરવો આપણે વાયરસ સામે વાસ્તવમાં જંગ લડી રહ્યા છે. આપણને આનાથી હર હાલમાં જીતવાનું છે. આના માટે Sun Tzuના લખેલા પુસ્તક 'ધ આર્ટ ઓફ વોર'ની કેટલીક રણનીતિઓને જોવી જોઈએ. લેખક પ્રમાણે માસ્ટર રણનીતિકારનું સૌથી મોટું કૌશલ્ય એ છે કે તેઓ લડાઈ વગર જ જીત મેળવી લે. લડાઈ લડવાની સૌથી સ્માર્ટ સીત જ આ છે. દેશવાસીઓને ઘરોમાં રહીને વાયસર સામે પોતાને બચાવીને રાખવું એ Sun Tzuના પુસ્તકના અધ્યાય 12 'આગ સાથે હુમલો' કહે છે.

  આ પણ વાંચોઃ-ધન્ય છે આ મહિલા પોલીસને! Lockdownની ડ્યૂટી કર્યા પછી ઘરે બનાવે છે માસ્ક, લોકોએ કરી સલામ

  5- પ્રકાશની અપીલનો ટહુકોઃ મનોવૈજ્ઞાનિક Kahneman અને Tversky ઘણા સમય પહેલા લખી ચૂક્યા છે કે, 'લોકોને સમાન મૂલ્યની વસ્તુઓથી આપવાથી વધારે કષ્ટ થાય છે. આપણો નિર્ણય હંમેશા તર્કશીલતાથી બાંધવો ન જોઈએ. તે સમસ્યાના સંદર્ભ અને સ્વરૂપ ઉપર નિર્ભર છે. મહામારીના પડકાર સમયે લોકો પોતાના ઘરોના દરવાજાની અંદર બંધ છે. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે છે. સામાજિક વર્તનો સૌથી મુશ્કેલ વિકલ્પોમાં છે. વડાપ્રધાન શું કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ સામાજિક વર્તનની આ હિચકને દૂર રાખવા માટે પ્રકાશની અપિલ થકી ભારતીય નાગરિકોને ટહુકો કરીને આગળ વધાર્યા છે. '

  આ પણ વાંચોઃ-રાજપીપળા જેલના કેદીઓમાં કોરોનાનો ડર! જામીન મળ્યા છતાં જેલમાં જ રહેવા જજને કરી અપીલ

  6- જોખમ સંવાદ અને સમુદાયથી સંલગ્નતાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ દુનિયાના તમામ નેતાઓને પ્રભાવિદ વસ્તીઓ સાથે સંવાદ સ્થાપિત રાખવાની સલાહ આપી છે. એ સુનિશ્વિત કરવા સંવાદ સતત અને પારદર્શી છે. લોકોની આશંકાઓ અને બેચેની દૂર કરવા માટે આ જરૂરી છે. આશા અને સફળતાનો આનાથી સારો સંદેશ બીજો કયો હોઈ શકે જે પ્રકાશની ઘેરાયેલો હોય.?

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરમાં ધાબા ઉપર કેરમ રમતા ચારની ધરપકડ, જુગાર રમતા લોકો પણ ડ્રોન કેમેરામાં કેદ

  7- આસ્થાઓને જગાડવી:- ભારત આસ્થાઓનો દેશ છે. અહીં દરેક ધર્મ અંકારથી પ્રકાશ તરફ લઈ જવાની વાત કરે છે. પ્રકાશના ઉપયોગનો સંદેશ ભારતીયોના વિચાર અને આશાનો પવિત્ર સંદેશ આપવાની સાથે રણનીતિક પણ છે.

  8- આગનો ગોળોઃ- 'પૈસેફિક રિંગ ઓફ ફાયર'ની જેમ ભારતીય સમાજની ગતિશિલતા મજબૂત છે. શાંતિ કે કાળમાં પમ પોતાની ચાલથી ચાલે છે. દેશને એકઠો કરવો એ મોટો પડકાર છે. પ્રકાશ દરેક જગ્યાએ છે. બોધ અને બુદ્ધિમત્તાના પાયાનું પ્રતિક છે. અચ્છાઈનો સ્ત્રોત છે. અંધકારને ખતમ કરનારો છે. પેંગમ્બર અને દેવતા નૂર ફેલાવે છે.

  આ પણ વાંચોઃ-Corona Warriors: ભોપાલમાં 6 મહિનાની પુત્રી સાથે વીજળીઘર ઉપર તૈનાત છે પ્રગતિ તાયડે

  9- દુનિયા માટે લાઈટ હાઉસઃ- આલોકિત ભારત રાત્રે 9 વાગ્યે આખી દુનિયાના સારા દિવસોની આશાનું આલોક ફેલાવશે. એ દુનિયા જે અત્યારે સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. ભારાત યુગોથી આધ્યાત્મિક ઓળખ માટે જાણિતો છે. ભારતે હંમેશા માનવતા અને સૌના કલ્યાણનો સંદેશ આપ્યો છે. ભારતના કરુણા, શાંતિ અને વિશ્વ કુંટુંબની એક્તાના મૂલ્ય ક્યારે પણ પ્રાસંગિક નથી રહ્યા જેટલા આજે દુનિયા માટે છે.

  ડો. મૃણાલિની કહે છે કે વડાપ્રધાન મોદીનું આ પગલું વાયરસ સામે સામૂહિક લડવાનું પ્રતિક હોવાની સાથે ઘરોમાં રહીને જીવનને પ્રકાશિત કરવાનું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, Lockdown, પીએમ મોદી

  આગામી સમાચાર