કોરોના વાયરસ પર પીએમ મોદીની સાર્ક દેશોને અપીલ, ભૂટાને કહ્યું - આને કહેવાય લીડરશિપ

News18 Gujarati
Updated: March 13, 2020, 7:34 PM IST
કોરોના વાયરસ પર પીએમ મોદીની સાર્ક દેશોને અપીલ, ભૂટાને કહ્યું - આને કહેવાય લીડરશિપ
કોરોના વાયરસ પર પીએમ મોદીની સાર્ક દેશોને અપીલ, ભૂટાને કહ્યું - આને કહેવાય લીડરશિપ

કોરોના વાયરસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો ને કરેલી અપીલનું ઘણા સભ્યોએ સમર્થન કર્યું

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) સાર્ક દેશો (SARC)ને કરેલી અપીલનું ઘણા સભ્યોએ સમર્થન કર્યું છે. તેમણે પ્રધાનમંત્રી મોદીની પહેલનું સ્વાગત કર્યું છે. કોરોના વાયરસના સંક્રમણથી સાર્કના દેશ પણ પીડિત છે. ભારતમાં પણ સંક્રમણના મામલા વધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મોદીને સાર્ક દેશોને એકસાથે આવીને કોરોના વાયરસથી લડવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે હું એ પ્રસ્તાવ આપું છું કે સાર્ક દેશોનું નેતૃત્વ કોરોના વાયરસથી નિપટવા માટે એક મજબૂત રણનીતિ પર કામ કરે. આપણે વીડિયો કોન્ફરન્સ દ્વારા એકબીજાથી જોડાઈને વાતચીત કરી શકીએ છીએ. જેથી આપણા નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે. આપણે એકસાથે મળીને આખી દુનિયા સામે એક ઉદાહરણ આપી શકીએ છીએ. એક સ્વસ્થ દુનિયા બનાવવામાં પોતાનું યોગદાન આપી શકીએ છીએ.

આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી રદ

પ્રધાનમંત્રીની આ અપીલની જોરદાર અસર થઈ છે. ઘણા સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ પીએમ મોદીની અપીલનું સ્વાગત કર્યું છે અને તે પોતાના યોગદાન આપવા માટે તૈયાર થયા છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે પ્રધાનમંત્રી મોદીના કોરોના વાયરસથી લડવાના સાર્ક દેશોના નેતૃત્વથી મજબૂત રણનિતી બનાવનાર આઈડિયાનું સ્વાગત કરીએ છીએ. મારો દેશ સાર્ક સદસ્ય દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે. અમે પોતાના નાગરિકોને આ ભયાનક બીમારીથી બચાવવા માંગીએ છીએ.શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબેયા રાજપક્ષેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવેલા મોટા પગલા માટે ધન્યવાદ. શ્રીલંકા આ પ્રકારની વાતચીતનો ભાગ બનવા અને પોતાની સલાહ આપવા માટે તૈયાર છીએ. અમે બીજા સાર્ક સદસ્યો પાસેથી પણ કશુંક શીખવાનો પ્રયત્ન કરીશું. ચાલો આપણે બધા મળીને આ મુશ્કેલ સમયનો સામનો કરીએ અને પોતાના નાગરિકોને સુરક્ષિત જીવન પ્રદાન કરીએ.

ભૂટાનના પ્રધાનમંત્રીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે આને કહેવાય લીડરશીપ. આ ક્ષેત્રના સભ્ય હોવાના કારણે આવા સમયે આપણે સાથે આવવું જોઈએ. નાની અર્થવ્યવસ્થાવાળા તેનાથી વધારે પ્રભાવિત થશે. જેથી આપણે તાલ બેસાડીને કામ કરવું જોઈએ. અમને પુરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં અમે તરત અને અસરકારી પગલા ઉઠાવીશું. વીડિયો કોન્ફરન્સનો આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.

માલદીવના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આ મહત્વપૂર્ણ વિષય પર પગલા ઉઠાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર.
First published: March 13, 2020, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading