PM Modiની જાહેરાત, 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે National Start-up Day
PM Modiની જાહેરાત, 16 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે
National Start-up Day: પીએમ મોદી (PM Modi)એ સ્ટાર્ટઅપ (Start-up)ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વર્ષ 2013-14માં 4,000 પેટન્ટને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે 28,000થી વધુ પેટન્ટ ગ્રાંટ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી (PM Narendra Modi)એ કહ્યું કે, "હજારો કરોડ રૂપિયાની આ કંપનીઓ આત્મનિર્ભર થતા, આત્મવિશ્વાસી ભારતની ઓળખ છે.
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું છે કે, હવે દર વર્ષે 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે (National Start-up Day) ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રીએ સ્ટારઅપ (Start-up)ની દુનિયામાં ઘણા લોકો સાથે ચર્ચા કરતી વખતે તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હવે દેશમાં સ્ટાર્ટ-અપ્સની આ સંસ્કૃતિ દૂર-દૂર સુધી પહોંચે તે માટે 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટ-અપ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે, 'હું દેશના તમામ સ્ટાર્ટ-અપ્સને અભિનંદન આપું છું, સ્ટાર્ટ અપ્સની દુનિયામાં ભારતનો ઝંડો ઊંચો કરી રહેલા તમામ નવીન યુવાનોને અભિનંદન આપું છું.' પીએમએ કહ્યું કે, 2013-14માં જ્યાં માત્ર 4,000 કોપીરાઇટ આપવામાં આવ્યા હતા, આ સંખ્યા ગયા વર્ષે 16,000ને પાર કરી ગઈ હતી.
પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપની કરી પ્રશંસા પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, વર્ષ 2013-14માં 4,000 પેટન્ટને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે 28,000થી વધુ પેટન્ટ આપવામાં આવી હતી. પીએમના જણાવ્યા અનુસાર, જ્યારે 2013-14માં લગભગ 70,000 ટ્રેડ માર્ક્સ નોંધાયા હતા, જ્યારે 2020-21માં આ સંખ્યા વધીને 2.5 લાખથી વધુ થઈ ગઈ છે.
માત્ર લોકલ નહિ ગ્લોબલ બનો પીએમ મોદીએ કહ્યું હતું કે, "ભારતના સ્ટાર્ટ-અપ્સ સરળતાથી પોતાને વિશ્વના અન્ય દેશોમાં લઈ જઈ શકે છે. તેથી તમારે ફક્ત તમારા સપનાને લોકલ રાખવા જોઈએ નહીં, પરંતુ તેમને વૈશ્વિક બનાવવા જોઈએ. આ મંત્રયાદ રાખો - ભારત માટે ઈનોવેટ કરો, ભારતમાંથી ઈનોવેટ કરો."
સ્ટાર્ટ-અપ્સનો સુવર્ણ સમયગાળો પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "હજારો કરોડ રૂપિયાની આ કંપનીઓ આત્મનિર્ભર થતા, આત્મવિશ્વાસી ભારતની ઓળખ છે. આજે ભારત ઝડપથી યુનિકોર્નની સદી ફટકારવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હું માનું છું કે ભારતના સ્ટાર્ટ-અપ્સનો સુવર્ણ સમયગાળો હવે શરૂ થઈ રહ્યો છે. આજે ભારતના યુવાનો જે ઝડપે અને સ્કેલ પર સ્ટાર્ટ-અપ્સ બનાવી રહ્યા છે તે વૈશ્વિક મહામારીના આ યુગમાં ભારતની મજબૂત ઇચ્છા શક્તિ અને સંકલ્પની સાક્ષી છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર