Home /News /national-international /

પુતિને કહ્યુ- ભારતમાં રાફઇલ-મિસાઇલ સિસ્ટમ બનાવીશું, PM મોદીએ કહી આ વાત

પુતિને કહ્યુ- ભારતમાં રાફઇલ-મિસાઇલ સિસ્ટમ બનાવીશું, PM મોદીએ કહી આ વાત

ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધોને એક નવું પરિમાણ આપવાની આ ઐતિહાસિક ક્ષણ છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધોને એક નવું પરિમાણ આપવાની આ ઐતિહાસિક ક્ષણ છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  વ્લાદિવોસ્તોક (રશિયા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસના રશિયા પ્રવાસે છે. વડાપ્રધાન બુધવાર વહેલી પરોઢે વ્લાદિવોસ્તોક (Vladivostok) શહેર પહોંચ્યા. આ દરમિયાન તેઓએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)ની સાથે ડેલિગેશન લેવલની મંત્રણા કરી.આ દરમિયાન બંને દેશોની વચ્ચે અનેક સમજૂથી થઈ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, આજે ભારત-રશિયાની સાથે રક્ષા, વેપાર, ઉર્જા અને આર્થિક ક્ષેત્રે અનેક સમજૂતી થઈ છે. અમે ભારતીય કંપનીઓનું રશિયામાં સ્વાગત કરીએ છીએ. ભારતની સાથે હથિયારોને લઈ અમારા સારા સંબંધો છે. ભવિષ્યમાં અમે ભારતમાં રાઇફલ-મિસાઇલ સિસ્ટમ બનવવાના પગલાં લેવાના છીએ.

  પુતિને પીએમ મોદીના કર્યા વખાણ

  આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, આપ જેવા મિત્રનું સ્વાગત કરવું હંમેશાથી પ્રસન્નતાની વાત હોય છે. ભારત-રશિયાના સંબંધો ખૂબ જ ખાસ છે. હું પીએમ મોદીના સંપર્કમાં રહું છું. અનેક મુદ્દાઓ પર મારી તેમની સાથે વાત થતી રહે છે. મને વિશ્વાસ છે કે બંને દેશ અન્ય મુદ્દાઓ ઉપર પણ સહયોગ કરીને આગળ વધશે.

  PM મોદીએ કહ્યુ- રશિયા અને ભારત મિત્રતાની નવી પરિભાષા લખશે

  પીએમ મોદી ઈસ્ટર્ન ઇકોનૉમિક ફૉરમમાં આમંત્રણ આપવા માટે પુતિનનો આભાર વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે, ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધોને એક નવા પરિમાણ આપવાની આ ઐતિહાસિક ક્ષણ છે. હું ઇકોનૉમિક ફૉરમમાં સામેલ થવા આતુર છું. રશિયા અને ભારત મિત્રતાની નવી પરિભાષા લખશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી મોટા નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેની પર પીએમ મોદીએ કહ્યું કે, આ સન્માન માટે હું રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને રશિયાનો આભારી છું. આ બંને દેશોની મિત્રતાને દર્શાવે છે. આ 1.3 મિલિયન ભારતીયો માટે ગર્વની વાત છે.

  આ પણ વાંચો, રશિયામાં ફરી જોવા મળી મોદી અને પુતિનની ખાસ દોસ્તી, ભેટીને કર્યુ સ્વાગત

  પીએમ મોદીએ રશિયાને ભારતનું ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું છે. પીએમે કહ્યું કે, રશિયાએ અંગત રીતે અમારા સ્પેશલ અને સ્ટ્રેટજિક પાર્ટનરશિપને વધારવાનો પ્રયાસ કર્યો છે. એક ગાઢ મિત્રની જેમ અમે (મોદી-પુતિન) અનેકવાર ફોન પર વાતચીત કરીએ છીએ. આ દરમિયાન કોઈ પણ વિષય પર ચર્ચા કરતાં મને સંકોચ નથી થતો.

  આ પણ વાંચો, બાલાકોટ એરસ્ટ્રાઇકના ચીફનો ખુલાસો, આ કારણે 26 ફેબ્રુઆરીએ હુમલો કરાયો

  બુધવાર સાંજે પીએમ મોદી અને વ્લાદિમીર પુતિનની વચ્ચે કેટલીક સમજૂતી થઈ શકે છે. બંને નેતાઓની વાતચીતમાં વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ આપવા પર ફોકસ કરવામાં આવી શકે છે. બંને નેતાઓની આ મીટિંગના એજન્ડામાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ, રક્ષા, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્‍ય વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ સામેલ છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ઊભા થયેલા તણાવ વિશે પણ ચર્ચા થઈ શકે છે.

  નોંધનીય છે કે, પીએમ મોદીનો રશિયા પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ભારતની અર્થવયવસ્થા સુસ્તીમાંથી પસાર થઈ રહી છે. એવામાં ભારતની પાસે તકે છે કે તેઓ તેનો ફાયદો ઉઠાવે.

  આ પણ વાંચો, લિંગ પરિવર્તન કરી પુરૂષમાંથી સ્ત્રી બની, સમાનતા માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Russia, Vladimir putin, Vladivostok, નરેન્દ્ર મોદી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन