કોલકાતા/ભુવનેશ્વર : પશ્ચિમ બંગાળ(West Bengal)માં પ્રચંડ ચક્રવાત ‘અમ્ફાન’(Super Cyclone Amphan)થી 72 લોકોના મોત થયા છે. બે જિલ્લામાં ભયંકર તબાહી થઈ છે. તોફાનથી હજારો લોકો બેઘર થયા છે. ઘણા પુલ નષ્ટ થયા છે અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ડુબી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની પરિસ્થિતિની સમીક્ષા કરવા શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે હવાઇ સર્વેક્ષણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચક્રવાતથી પ્રભાવિત લોકોની મદદ માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. પશ્ચિમ બંગાળમાં 100 વર્ષના અંતરાળ પછી આવું ભીષણ ચક્રવાત વાવાઝોડું આવ્યું છે. માટીના ઘરો તાશના પત્તાની જેમ ઉડી ગયા હતા. પાક નષ્ટ થઈ ગયા છે, વૃક્ષો અને વિજળીના થાંભલા પણ ઉખાડી નાખ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા પછી કહ્યું હતું કે અત્યાર સુધી અમને મળેલી જાણકારી પ્રમામે ચક્રવાત અમ્ફાનથી 72 લોકોના મોત થયા છે. બે જિલ્લા ઉત્તર અને દક્ષિણ 24 પરગના પૂરી રીતે તબાહ થઈ ગયા છે. આપણે આ જિલ્લાનું પુનનિર્માણ કરવું પડશે. કેન્દ્ર સરકારને આગ્રહ કરીશ કે તે રાજ્યને બધી સહાયતા ઉપલબ્ધ કરાવે.
સીએમે કહ્યું હતું કે હું જલ્દી પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરીશ. મેં મારા જીવનમાં આવું ભીષણ ચક્રવાત અને નુકસાન ક્યારેય જોયું નથી. હું પ્રધાનમંત્રી મોદીને ચક્રવાત અમ્ફાન પ્રભાવિત વિસ્તારનું પરિક્ષણ કરવા માટે કહીશ. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને બે થી અઢી લાખ રુપિયા સુધી સહાય આપવાની જાહેરાત કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર