ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં શાહે કહ્યું- ભાજપ ઈચ્છે છે કે રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર હોય

પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે એક સપ્તાહમાં બે ઐતિહાસિક નિર્ણય લીધા

News18 Gujarati
Updated: January 11, 2019, 5:32 PM IST
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં શાહે કહ્યું- ભાજપ ઈચ્છે છે કે રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર હોય
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ
News18 Gujarati
Updated: January 11, 2019, 5:32 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતા ઉપસ્થિત છે.

અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, અમે ઘોષણા પત્રમાં રામ મંદિર માટે વાયદો કર્યો. ભાજપ ઈચ્છે છે કે તે સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે વહેલામાં વહેલી તકે સુનાવણી પૂરી થાય. અમે કહ્યું છે કે બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થશે. પરંતુ કોંગ્રેસ તેમાં અડચણ ઊભા કરી રહી છે.

પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે એક સપ્તાહમાં બે ઐતિહાસિક નિર્ણય લીધા. ગરીબોને 10 ટકા અનામતનો નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે. અનામત બિલથી યુવાનોનું સપનું પૂરું થશે. ભાજપની મોદી સરકારે વર્ષોથી ચાલી આવતી માંગ અનામત બિલના બંને ગૃહોમાં પાસ કરાવીને કરોડો યુવાઓનું સપનું સાકાર કર્યું છે.

શાહે કહ્યું કે, સમગ્ર દુનિયામાં પીએમ મોદી જેટલા લોકપ્રિય નેતા બીજા કોઈ નથી. ચૂંટણીમાં આપણી જીત સુનિશ્ચિત છે. દેશની જનતા પીએમ મોદીની પાછળ ખડકની જેમ ઊભી છે.

શાહે વધુમાં કહ્યું કે, જીએસટી લાગુ થયા બાદથી દરેક જીએસટી બેઠકમાં એક પછી એક વસ્તુઓના ભાવ ઓછા કરવા અને જીએસટીના સરળીકરણ માટે અમે હંમેશા કામ કર્યું છે.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...