ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ગાટન કર્યું. ઉદ્ગાટન દરમિયાન કેટલાક સમય માટે અજીબ સ્થિતિ ઉભી થઈ ગઈ જ્યારે શિલાલેખ પર પરથી પડદો હટાવવાનો હતો.
અસલમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ પીએમ મોદી લોકોનું અભિવાદન સ્વીકારતા ઉદ્ગાટન સ્થળે પહોંચ્યા. ત્યાં શિલાલેખ લાગેલી હતી, જેના પરથી પડદો હટાવીને કાર્યાલયનું ઉદ્ગાટન કરવાનો હતો. પીએમ મોદી સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, મુરલી મનોહર જોશી ઉભા હતા. બધા જ લોકો લાલકૃષ્ણ અડવાણીની રાહ જોઈ રહ્યાં હતા.
થોડી જ વારમાં એલકે અડવાણી આવી ગયા અને તેમના આવ્યા બાદ મોદી-અડવાણી શિલાલેખ પરથી પડદો હટાવવા માટે દોરી ખેંચવા લાગ્યા. શિલાલેખ પર લાગેલ પડદો થોડો સરક્યો અને ફસાઈ ગયો. ત્યાર બાદ પાંચે નેતાઓએ દોરાને થોડા વધારે જોરથી ખેંચ્યો પરંતુ પડદો હટવા માટે તૈયાર જ નહતો. હાજર બીજેપીના બધા જ દિગ્ગજોએ થોડી વધારે કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં, પડદો ટસનો મસ થઈ રહ્યો નહતો. ત્યાર બાદ કંટાળીને રાજનાથસિંહે આગળ વધીને હાથ દ્વારા જ પડદાને હટાવ્યો અને બીજી દોરીથી બાંધવામાં આવ્યો. ત્યારે જઈને બધા લોકોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી. પડદો ફસાઈ જવાથી બધા જ નેતાઓ માટે એક અસહજ સ્થિતિ ઉભી થઈ ગઈ હતી.
આમ ઉદ્ધાટન સમયે જ આવી સ્થિતિ ઉભી થતા ઘણા ધાર્મિક લોકો મનમાં ઘણી બધી અવનવી વાતો વિચારી નાંખતા હોય છે. તેવામાં બીજેપીના નેતાઓ શું વિચારતા હશે તે તો ભગવાન જ જણાવી શકે...
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર