PM મોદીએ કહ્યુ- કોરોના વેક્સીન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે, થોડાક સપ્તાહમાં તૈયાર થઈ જશે

PM મોદીએ કહ્યુ- કોરોના વેક્સીન માટે હવે વધુ રાહ નહીં જોવી પડે, થોડાક સપ્તાહમાં તૈયાર થઈ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના સંકટ (Coronavirus Crisis)ને લઈને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ. બેઠક બાદ PM મોદીએ જણાવ્યું કે, હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.

    વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા કે કોરોના વેક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સને મળી શકે છે. સર્વપક્ષીય બેઠક બાદ PM મોદીએ કહ્યું કે, હાલ 8 એવી વેક્સીન છે જે ટ્રાયલ ચરણમાં છે. એવી આશા છે કે આગામી થોડાક સપ્તાહમાં વેક્સીનને લઈ સારા સમાચાર મળશે. વડાપ્રધાને કહ્યું કે ભારત એક વિશેષ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને વેક્સીન પહોંચાડવા પર ટ્રેકિંગ કરશે.



    આ પણ વાંચો, વેક્સીન ડોઝ બુકિંગ કરાવવા મામલે ભારત નંબર-1, 'Novavax' પર મૂક્યો સૌથી વધુ ભરોસો

    વેક્સીનની કિંમતને લઈ વડાપ્રધાને શું કહ્યું?

    PM મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર મોટા સ્તરે વેક્સીન વિતરણને લઈ કામ કરી રહી છે, જે રાજ્ય સરકારની મદદથી જમીન પર ઉતારવામાં આવશે. સરકારે એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યું છે, જેમની ભલામણો મુજબ જ કામ થશે. વેક્સીનની કિંમત નક્કી થશે. તેની પર કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને નિર્ણય લેશે. કિંમત પર નિર્ણય લોકોને ધ્યાને લઈ લેવામાં આવશે અને રાજ્યોની તેમાં સહભાગિતા હશે.

    વડાપ્રધાને કહ્યું કે સરકાર દરેક પાસેથી સુચનો લઈ રહી છે અને તે મુજબ જ આગળ વધી રહી છે. વેક્સીનને લઈ કોઈ પ્રકારની અફવા ન ફેલાય એન રાષ્ટ્રહિત સૌથી વધુ હોય, એવામાં રાજકીય પાર્ટીઓએ જાગૃત થવું જોઈએ.

    આ પણ વાંચો, કોરોના વેક્સીનના વિતરણ પ્લાન પર થઈ શકે છે સાઇબર અટેક, IBMનો મોટો ખુલાસો

    PM મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath singh), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harsh Vardhan) બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ બેઠકમાં સામેલ થયા.

    PM મોદીએ થોડા દિવસ પહેલા વેક્સીન નિર્માતા કંપનીઓની લીધી હતી મુલાકાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની કોરોના વેક્સીન તૈયાર કરનારી કંપનીઓની મુલાકાત લીધી હતી. કોવિડ-19 વેક્સીનના વિકાસ માટે થઈ રહેલા કાર્યોનું તેમણે નિરીક્ષણ કરીને ચર્ચા કરી હતી. ત્યારબાદ સરકારે આ સર્વપક્ષીય બેઠક બોલાવી.
    Published by:Mrunal Bhojak
    First published:December 04, 2020, 13:08 pm

    ટૉપ ન્યૂઝ