કાશ્મીરી નેતાઓ સાથે બેઠકમાં PM મોદીએ કહ્યું - દિલ્હી અને દિલની દૂરી ખતમ કરવા માંગુ છું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જમ્મુ કાશ્મીરને લઇને ગુરુવારે એક બેઠક થઇ હતી

પીએમ મોદીએ કહ્યું- રાજનીતિક મતભેદ હશે પણ બધાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ જેથી જમ્મુ કાશ્મીરના લોકોનો ફાયદો થાય

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જમ્મુ કાશ્મીરને (PM Modi Meeting with Jammu Kashmir Leaders)લઇને ગુરુવારે એક બેઠક થઇ હતી. પીએમ મોદીની આગેવાનીમાં લગભગ 4 કલાક ચાલેલી આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના 14 રાજનેતાઓએ ભાગ લીધો હતો. સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) કહ્યું કે તે દિલ્હીની દૂરી અને દિલની દૂરી પણ મિટાવવા માંગે છે. પીએમે બધા નેતાઓની વાત સાંભળી અને કહ્યું કે તેમને ખુશી છે કે બધાએ પોતાની વાત બેબાક રીતે ડર્યા વગર કહી. આ એક ખુલ્લી ચર્ચા હતી જે કાશ્મીરના શાનદાર ભવિષ્ય માટે હતી. પીએમે કહ્યું કે બેઠકનો મુખ્ય મુદ્દો કાશ્મીરમાં લોકતાંત્રિત પ્રક્રિયાની બહાલી હતો.

  જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રથમ પ્રાથમિકતા ડીડીસી ચૂંટણીની જેમ વિધાનસભા ચૂંટણી કરાવવી છે. આ ચૂંટણી ત્યારે જ સંભવ છે જ્યારે પરિસિમન લાગુ થઇ જશે. બધા દળોએ તેના પર સહમતી આપી દીધી છે. પીએમે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં લોકતંત્રની જડોને મજબૂત કરવા માંગું છું જેથી રાજ્યોના લોકોનો ઉત્થાન થઇ શકે.

  સુરક્ષાનો માહોલ સુનિશ્ચિત કરાવવાની જરૂર

  પીએમ મોદીએ કહ્યું કે રાજનીતિક મતભેદ હશે પણ બધાએ રાષ્ટ્રહિતમાં કામ કરવું જોઈએ જેથી જમ્મુ કાશ્મીરના લોકોનો ફાયદો થાય. તેમણે ભાર આપીને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બધા માટે સુરક્ષા અને સુરક્ષાનો માહોલ સુનિશ્ચિત કરવાની જરૂર છે.

  આ પણ વાંચો - રાજ્યમાં નિયંત્રણો હળવા કરાયા, સિનેમાઘરો ખુલશે, લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓને છૂટ

  બેઠક પછી જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના પ્રમુખ અલ્તાફ બુખારીએ જણાવ્યું કે વાતચીત ઘણા સારા માહોલમાં થઇ. પ્રધાનમંત્રીએ બધા નેતાઓના બધા મુદ્દાને સાંભળ્યા. પીએમે કહ્યું કે પરિસીમનની પ્રક્રિયા પૂરી થયા પછી ચૂંટણીની પ્રક્રિયા શરુ થશે.

  પીએમ મોદી સાથે બેઠક પછી કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો જલ્દી પાછો મળે. વિધાનસભાની ચૂંટણી તરત કરાવવામાં આવે. રોજગારને લઇને ડોમિસાઇલના દશકોથી ચાલી આવી રહેલા નિયમ બન્યા રહે. કાશ્મીરી પંડિતોની વાપસી અને પુનર્વાસની વ્યવસ્થા થાય. તેમણે કહ્યું કે રાજ્યના ભાગલા થવા ન જોઈએ.

  જમ્મુ કાશ્મીરના બીજેપીના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું કે ઘણી શાનદાર બેઠક થઇ. કાશ્મીરના બધા વરિષ્ઠ નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં પીએમે કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્યના પૂર્ણ સહયોગની વાત કરી. પીએમે કહ્યું કે કાશ્મીરના બધા લોકો મારા દિલમાં વસે છે. કાશ્મીરના વિકાસ અને ભલાઇ માટે કામ કરીશું.
  Published by:Ashish Goyal
  First published: