બહરીનમાં PM મોદીએ કહ્યું, આપણો સંબંધ સરકારોનો નહી સંસ્કારોનો

News18 Gujarati
Updated: August 24, 2019, 10:25 PM IST
બહરીનમાં PM મોદીએ કહ્યું, આપણો સંબંધ સરકારોનો નહી સંસ્કારોનો
મોદી પ્રથમ એવા ભારતીય પ્રધાનમંત્રી છે, જે બહેરીનના પ્રવાસે ગયા છે

પીએમ મોદીએ કહ્યું કે, તેમને લાગી રહ્યું છે કે, તે ભારતના કોઈ વિસ્તારમાં છે. મોદી પ્રથમ એવા ભારતીય પ્રધાનમંત્રી છે, જે બહેરીનના પ્રવાસે ગયા છે.

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પોતાના ત્રણ દેશના પ્રવાસ હેઠળ યૂએઈના બહરીન પહોંચ્યા છે. અહીં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોદી-મોદીના બહરીનમાં પણ નારા લાગ્યા. બહરીનના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમને લાગી રહ્યું છે કે, તે ભારતના કોઈ વિસ્તારમાં છે. મોદી પ્રથમ એવા ભારતીય પ્રધાનમંત્રી છે, જે બહેરીનના પ્રવાસે ગયા છે. તેમણે કહ્યું કે, અહીં આવવામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીને ઘણો સમય લાગ્યો. જોકે, તેમણે કહ્યું કે, પહેલી વખત બહેરીનની યાત્રા કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભલે તેમની યાત્રા પ્રધાનમંત્રી તરીકે છે, પરંતુ તેમનો ઉદ્દેશ્ય અહીં વસેલા ભારતીયોને મળવાનો છે. તેમણે કહ્યું કે, મારો પ્રયાસ પાંચ હજાર વર્ષ જુના સંબંધને 21મી સદીની તાજગી અને આધુનિકતા તરફ લઈ જવાનું છે.

પીએમ મોદીએ કહ્યું કે, બહરીન સાથે અમારા સંબંધ વ્યાપારના તો રહ્યા છે તેનાથી વધારે માનવતા, સંવેદનાઓ, સંસ્કૃતિઓ અને મૂલ્યોના રહ્યા છે. તેમણે કહ્યું કે, હું કિંગને મળવા માટે ઉત્સુક છુ અને તેમના નિમંત્રણ માટે ખુશ છું. બંને દેશોએ એક-બીજા જોડે ઘણું મેળવ્યું છે. તેમણે બહેરીનમાં વસેલા દેશવાસીઓને જન્માષ્ટમીની શુભકામના પણ પાઠવી.

શ્રીનાથજી મંદિરમાં કરીશ પ્રાર્થના
પીએમ મોદીએ કહ્યું કે, આ મારૂ સૌભાગ્ય ચે કે, કાલે હું શ્રીનાથજી મંદિરમાં જઈ તમારા બધા તરફથી મેઝબાન દેશની સમૃદ્ધિ અને શાંતી માટે પ્રર્થના કરીશ. તેમણે કહ્યું કે, સૌભાગ્યની વાત એ છે કે, કાલે આ મંદિરના પુર્નવિકાસનું કામ પણ ઔપચારિક રૂપથી કરવામાં આવશે.

સરકાર માત્ર સ્ટેરિંગ પર, એક્સ્યૂલેટર જનતા પાસે છેપીએમ મોદીએ કહ્યું કે, જ્યારે તમારી પાસે 130 કરોડ લોકોનો પ્રેમ હોય ત્યારે શક્તિ મળી જ જાય છે. તેમણે કહ્યું કે, દેશ માત્ર સરકારની કોશિસથી નહીં, પરંતુ કરોડો ભારતીયોની ભાગીદારીથી આગળ વધી રહ્યો છે. સરકાર માત્ર સ્ટેરિંગ પર બેઠી છે, એક્સ્યૂલેટર દેશની જનતા દબાવી રહી છે.

બહેરીનમાં પણ ચાલશે Rupay કાર્ડ
પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું કે, BHIM app, UPI અને જનધન ખાતા જેવી સુવિધાઓએ ભારતમાં બેન્કિંગને સામાન્ય માનવી માટે સુલભ કરી દીધુ છે. અમારૂ Rupay કાર્ડ હવે પૂરી દુનિયામાં Transactionનું એક પસંદગીનું માધ્યમ બની રહ્યું છે. હવે રુપે કાર્ડને દુનિયાભરની બેન્કો અને સેલર્સ સ્વીકાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હવે બહેરીનમાં પણ રૂપે કાર્ડનો ઉપયોગ કરી શકાશે.

બહેરીનના મિત્રોને ભારત કરાવશે ભારત ટૂર
પીએમ મોદીએ બહેરીનમાં વસેલા ભારતીયોને કહ્યું કે, બહેરીન વાસીઓને ભારત આવવાનું આમંત્રણ આપુ છું. તેમણે કહ્યું કે, મારો તમને આગ્રહ રહેશે કે, તમે પણ કેટલાક સંકલ્પ કરો. તમે નક્કી કરો કે, દરેક વ્યક્તિ, દર વર્ષે પોતાના બહેરીન મિત્રોને ભારત ટૂર માટે Motivate કરશે. ભારત સુંદર હિલસ્ટેશનથી લઈ સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરના દર્શન કરાવશે.
First published: August 24, 2019, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading