Home /News /national-international /દેશ પર ઉઠેલા પ્રશ્નોનો જવાબ 100 કરોડ આંકડાએ આપ્યો- વાંચો PM Modiના સંબોધનની 10 મહત્વની વાતો

દેશ પર ઉઠેલા પ્રશ્નોનો જવાબ 100 કરોડ આંકડાએ આપ્યો- વાંચો PM Modiના સંબોધનની 10 મહત્વની વાતો

100 કરોડ ડોઝનો આંકડો પાર કર્યાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન

PM Narendra Modi address to Nation: આ પહેલા પીએમ મોદીએ વેક્સીન નિર્માતાઓ, સ્વાસ્થ્ય કર્મીઓ અને રસીકરણ અભિયાનમાં સામેલ દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. 100 કરોડ ડોઝના માઈલસ્ટોનની ખુશીમાં વડાપ્રધાને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલનો ફોટો પણ બદલી નાખ્યો છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. કોવિડ-19 સામે રસીકરણ (Covid-19 Vaccination) અભિયાનમાં 100 કરોડ ડોઝનો આંકડો પાર કર્યાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશને સંબોધન કર્યું. તેમણે 100 કરોડ ડોઝની સફળતાને ‘બેન્ચમાર્ક’ ગણાવી છે. પીએમ મોદીએ આ સિદ્ધિનું શ્રેય દેશની જનતાને આપ્યું છે. જણાવી દઈએ કે ભારતે ‘રસીકરણ સદી’ની સફળતા ગુરુવારે સવારે જ મેળવી લીધી હતી. આ પ્રસંગે દેશ અને દુનિયાના નેતાઓએ વડાપ્રધાનને શુભેચ્છાઓ આપી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ભારતીયોને શુભેચ્છાઓ આપી.

  આ પહેલા પીએમ મોદીએ પણ વેક્સીન નિર્માતાઓ, સ્વાસ્થ્ય કર્મીઓ અને રસીકરણ અભિયાનમાં સામેલ દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. 100 કરોડ ડોઝના માઈલસ્ટોનની ખુશીમાં વડાપ્રધાને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલનો ફોટો પણ બદલી નાખ્યો છે. વાંચો પીએમના સંબોધનની મહત્વની વાતો-

  • પીએમ મોદીએ 10 વાગ્યે પોતાના સંબોધનની શરૂઆત દેશને વધામણી આપીને કરી. તેમણે કહ્યું, ‘કાલે ભારતે 100 કરોડ વેક્સીન ડોઝનો રેકોર્ડ બનાવ્યો. આપણે આ સફળતા દેશના નાગરિકોને કારણે હાંસલ કરી છે. હું બધાનો આભાર માનવા ઈચ્છું છું. ભારતના રસીકરણ કાર્યક્રમની સરખામણી અન્ય દેશોથી કરવામાં આવી રહી છે. આ એક બેન્ચમાર્ક છે.’

  • PMએ કહ્યું, ‘અન્ય દેશો માટે વેક્સીન રિસર્ચ અને વિકાસ નવો નથી. સામાન્ય રીતે ભારત અન્ય દેશોથી વેક્સીન આયાત કરે છે. શરૂઆતમાં સવાલ ઉઠ્યા હતા કે શું આ ભારત મહામારીને જીરવી શકશે? શું કોઈ રસીકરણ થશે? શું પર્યાપ્ત ધન હશે? પરંતુ આ 100 કરોડના આંકડાએ દરેક પ્રશ્નનો જવાબ આપી દીધો છે. હવે ભારતને સુરક્ષિત જગ્યા માનવામાં આવશે.’

  • નરેન્દ્ર મોદીએ રસીકરણ અભિયાનને લઈને કહ્યું કે વેક્સીનમાં ભેદભાવ શક્ય ન હતો. તેમણે કહ્યું, ‘ગરીબ-અમીર, ગામ-શહેર, દૂર-સુદૂર, દેશનો એક જ મંત્ર રહ્યો કે જો બીમારી ભેદભાવ નથી રાખતી, તો વેક્સીનમાં પણ ભેદભાવ નથી થઈ શકતો!’ આ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે વેક્સીનેશન અભિયાન પર VIP કલ્ચર હાવી ન થાય.

  • 16 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણમાં સરકારી કેન્દ્રો પર નાગરિકોને વેક્સીન મફતમાં લગાવાઈ રહી હતી. આ અંગે પીએમએ કહ્યું કે, ‘ભારતે પોતાના નાગરિકોને 100 કરોડ વેક્સીન ડોઝ લગાવ્યા છે અને એ પણ વિના મૂલ્યે. 100 કરોડ વેક્સીન ડોઝનો એક પ્રભાવ એ પણ રહેશે કે દુનિયા ભારતને કોરોના સામે વધુ સુરક્ષિત માનશે.’

  • દેશને આપેલા સંબોધન દરમ્યાન પીએમ મોદીએ ‘વોકલ ફોર લોકલ’ની વાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, ‘દરેક નાનામાં નાની વસ્તુ, જે મેઇડ ઇન ઇન્ડિયા હોય, જેને બનાવવામાં કોઈ ભારતવાસીએ પરસેવો પાડ્યો હોય, એને ખરીદવા પર ભાર મૂકવો જોઈએ અને આ દરેકના પ્રયત્નથી જ શક્ય બનશે. ભારતીયો દ્વારા બનાવેલી ચીજ ખરીદવી, વોકલ ફોર લોકલ થવું, એ આપણે આપણા વ્યવહારમાં લાવવું પડશે.’

  • પીએમ મોદીએ શુક્રવારે અર્થતંત્ર પર પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રનો ઇકોનોમીમાં મોટો ફાળો છે. પીએમએ કહ્યું, ‘કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રએ આપણી અર્થવ્યવસ્થાને મજબૂતીથી સંભાળી રાખી. આજે રેકોર્ડ લેવલ પર અનાજની ખરીદી થઈ રહી છે. ખેડૂતોના બેંક અકાઉન્ટમાં સીધા પૈસા જઈ રહ્યા છે. વેક્સીનના વધતા કવરેજ સાથે દરેક ક્ષેત્રમાં સકારાત્મક ગતિવિધિઓ તેજ બની રહી છે.’

  • તેમણે દેશને કહ્યું કે ભારતનો સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનના ગર્ભમાં જન્મ્યો છે, વૈજ્ઞાનિક આધારો પર ખીલ્યો છે અને વૈજ્ઞાનિક રીતે ચારે દિશાઓમાં પહોંચ્યો છે. આપણા દરેક માટે ગર્વ લેવા જેવી બાબત છે.

  • રસીકરણ અભિયાનની શરૂઆતમાં વ્યક્તિએ કોવિન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. પીએમએ પ્લેટફોર્મની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘આપણા દેશએ કોવિન પ્લેટફોર્મની જે વ્યવસ્થા બનાવી છે, તે પણ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર છે. ભારતમાં બનેલા કોવિન પ્લેટફોર્મથી ફક્ત સામાન્ય લોકોને સુવિધા નથી મળી, પણ તેણે મેડિકલ સ્ટાફના કાર્યને પણ સરળ બનાવ્યું છે.’

  • પીએમએ કહ્યું, ‘આપણે મહામારી સામે દેશની લડાઈમાં જન ભાગીદારીને પોતાની પહેલી તાકાત બનાવી. દેશે પોતાની એકતાને ઊર્જા આપવા માટે તાળીઓ, થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા, ત્યારે કેટલાંક લોકોએ કહ્યું હતું કે શું આનાથી બીમારી ભાગી જશે? પણ આપણા બધાંને એમાં દેશની એકતા જોવા મળી, સામૂહિક શક્તિની જાગૃતિ જોવા મળી.’

  • જાણકારો પહેલા જ તહેવારો પર કોરોનાને લઈને સાવધ રહેવાની સલાહ આપી ચૂક્યા છે. પીએમ મોદીએ પણ દેશવાસીઓને સતર્ક રહેવાની અપીલ કરી. તેમણે કહ્યું, ‘કવચ ગમે તેટલું ઉત્તમ હોય, કવચ ગમે તેટલું આધુનિક હોય, કવચથી સુરક્ષાની પૂરી ગેરંટી હોય તો પણ જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે, હથિયાર હેઠા નથી મૂકાતા. મારો આગ્રહ છે કે આપણે તહેવારોને પૂરી સાવધાનીથી ઉજવવાના છે.’

  Published by:Nirali Dave
  First published:

  Tags: Vaccination 100 crore

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन