Home /News /national-international /PM મોદીએ વિશાળ સભાને માઈકના ઉપયોગ વગર જ સંબોધી, કહ્યું 'હું ફરીથી આવીશ',જાણો શું છે સમગ્ર ઘટના

PM મોદીએ વિશાળ સભાને માઈકના ઉપયોગ વગર જ સંબોધી, કહ્યું 'હું ફરીથી આવીશ',જાણો શું છે સમગ્ર ઘટના

PM મોદીએ વિશાળ સભાને માઈકના ઉપયોગ વગર જ સંબોધિ, કહ્યું 'હું ફરીથી આવીશ'

PM Modi at Abu Road: PM નરેન્દ્ર મોદી રાજસ્થાનના આબુ રોડ પર પહોચ્યા હતા. પરંતુ તેને વિશાળ સભાને માઇક પર સંબોધવાને બદલે માઇક વગર જ પોતાની નાની વાત રજૂ કરી હતી, અને લોકોની માફી માંગી હતી અને કહ્યું હતું કે હું ફરીથી અહી આવીશ, સમગ્ર ઘટના જાણવા માટે જુઓ વિડીયો

વધુ જુઓ ...
    આબુ રોડ: PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના અંબાજીથી રાજસ્થાનના આબુ રોડ સુધીના તારંગા હિલ રેલ લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. મોડી રાત્રે તે રાજસ્થાનના આબુ રોડ પર પહોચ્યા હતા. પરંતુ તેને વિશાળ સભાને માઇક પર સંબોધવાને બદલે માઇક વગર જ પોતાની નાની વાત રજૂ કરી હતી, જુઓ વિડીયો



    રાજસ્થાનના આબુ રોડ પર, PM નરેન્દ્ર મોદીએ વિશાળ સભાને સંબોધવા માટે માઈકનો ઉપયોગ કર્યો ન હતો કારણ કે તેઓ રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાના કોઈપણ નિયમનું ઉલ્લંઘન કરવા માંગતા ન હતા.

    આ પણ વાંચો:  ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આ જગ્યા માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

    તેણે કહ્યું મને પહોંચવામાં મોડું થયું, 10 વાગી ગયા છે. મારો આત્મા કહે છે કે મારે કાયદાનું પાલન કરવું જોઈએ. તેથી હું તમારા બધાની માફી માંગુ છું. હું તમને બધાને ખાતરી આપું છું કે હું ફરીથી અહીં આવીશ અને વ્યાજ સાથે આ પ્રેમનું વળતર આપીશ.


    બે વર્ષ બાદ રાજસ્થાન પહોંચેલા પીએમ મોદી આબુ રોડ પર માત્ર 7 મિનિટ રોકાયા હતા. મોડા આવવાને કારણે તેમણે માઈક દ્વારા લોકોને સંબોધ્યા ન હતા. આથી તેમણે ત્રણ વખત જાહેર સભામાં આવેલા લોકોને સામે નીચે નમીને નમન કર્યું હતું.



    આ પણ વાંચો:  વગર પરીક્ષાએ ઓફિસર બનવાનો ગોલ્ડન ચાન્સ, 1 લાખ સુધીનો પગાર, જલ્દી કરો અરજી

    ત્યારબાદ તેઓ સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને જાહેર જનતામાં જઈને તેમનું અભિવાદન કર્યું. આપણે જણાવી દઈએ કે લગભગ 10.25 વાગ્યે પીએમ મોદી રવાના થયા હતા.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन