Home /News /national-international /

બાલાકોટ હુમલો મેં નથી કર્યો, દેશના જવાનોએ કર્યો છે: PM મોદી

બાલાકોટ હુમલો મેં નથી કર્યો, દેશના જવાનોએ કર્યો છે: PM મોદી

મેં ભી ચોકીદાર કાર્યક્રમમાં સમર્થકોને સંબોધન કરતાં વડાપ્રધાન મોદી

ટીકાકારોને કારણે મને પ્રસિદ્ધિ મળી, તેમનો આભાર: મેં ભી ચોકીદાર કાર્યક્રમમાં મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મેં ભી ચોકીદાર' અભિયાન હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમર્થકોને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારા ટીકાકારોને કારણે મને પ્રસિદ્ધિ મળી, તેમનો આભારી છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચોકીદાર ન કોઈ વ્યવસ્થા છે, ન કોઈ યૂનિફોર્મ, ચોકીદાર એક ભાવના છે. જેમણે દેશને લૂંટ્યો છે તેમને એક એક પૈસો ચૂકવવો પડશે. 2014થી આપની મદદથી હું ભ્રષ્ટાચારીઓને જેલના દરવાજા સુધી લઈ ગયો. દુનિયાના કોઈ ખૂણામાં પણ તેની પ્રોપર્ટી હશે તે જપ્ત થશે. વિપક્ષ સામે નિશાન તાકતાં મોદીએ કહ્યું કે, કોઈ જામીન પ છે, તો કોઈ તારીખ લઈ રહ્યું છે.

    બાલાકોટ મેં નથી કર્યું પરંતુ દેશના જવાનોએ કર્યું. આપણા સુરક્ષાદળોએ કર્યું છે. આપણા સૌ તરફથી તેમને નમન. જ્યાં સુધી નિર્ણયનો સવાલ છે તમે દેશમાં અનેક પીએમ જોયા છે, આજે લાઇન થોડી લાંબી થઈ ગઈ છે. જો મોદી પોતાના રાજકીય ભવિષ્યનું વિચારતા તો મોદી ન હોત. મારા માટે દેશ સૌથી ઉપર હોય છે. સવા સો કરોડ દેશવાસી મારા માટે સૌથી ઉપર હોય છે.

    મેં ભી ચોકીદાર કેમ્પન દરમિયાન પીએમ મોદીએ શું કહ્યું?

    - મોદીએ કહ્યું કે, 2013-14માં જ્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી, હું દેશ માટે નવો હતો. ટીકાકારોએ મારી પ્રસિદ્ધિ વધારી હતી, હું તેમનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું કારણ કે તેમના કારણે જ જનતામાં જિજ્ઞાસા ઊભી થઈ.

    - મોદીએ સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું કે, 2014માં બીજેપીએ મને જવાબદારી સોંપી ત્યારબાદ મને દેશના ખૂણે-ખૂણે જવાની તક મળી. ત્યારે મેં દેશના લોકોને કહ્યું હતું કે તમે દિલ્હીની જવાબદારી જે મને આપી રહ્યા છો તેનો અર્થ છે કે તમે એક ચોકીદાર બેસાડી રહ્યા છો. મને વિશ્વાસ છે કે દેશની જનતા ચોકીદાર પસંદ કરે છે. દેશની જનતાને રાજા-મહારાજાઓની જરૂર નથી અને તેથી મને ખુશી છે કે ચોકીદારનો ભાવ નિરંતર વિસ્તાર થતો જઈ રહ્યો છે.

    આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. અહીં 5 હજાર લોકો સામેલ થવાની આશા છે. દેશના અલગ-અલગ શહેરોમાં વડાપ્રધાન સંવાદ માટે 500 બૂથ બનાવવામાં આવ્યા છે. તેની પર બીજેપીના સિનિયર નેતા, પદાધિકારી અને કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત છે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ'ના નારાના જવાબમાં વડાપ્રધાન મોદીએ 16 માર્ચે આ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજેપી નેતાઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ નામની આગળ 'ચોકીદાર' શબ્દ જોડી દીધો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોદી 'મેં ભી ચોકીદાર' અભિયાનને આગળ વધારી રહ્યા છે.
    First published:

    Tags: Lok sabha election 2019, Main Bhi Chowkidar, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन