એક તરફ આતંકને જવાબ આપનારી સરકાર, બીજી તરફ આતંકવાદીઓના પક્ષકાર: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

બીજેપીના 'મિશન લોકસભા' માટે પશ્ચિમ બંગાળની આ સીટો સાબિત થઈ શકે છે ગેમ ચેન્જર

 • Share this:
  અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ચૂંટણી રેલી કરવા પહોંચ્યા, જ્યાં તેઓએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. મોદીએ કહ્યું કે, ગરીબોનું ભલું નથી ઈચ્છતા દીદી, જો ગરીબી ખતમ થઈ જાય તો તેમની રાજનીતિ ખતમ થઈ જશે. કોમ્યુનિસ્ટોના પણ આવા જ હાલ છે. ટીએમસી, કોંગ્રેસ અને લેફ્ટ એક જ સિક્કાની બે બાજુ છે.

  તેની સાથે જ વડાપ્રધાજે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ આતંકવાદીઓના પક્ષકાર છે. તેઓએ કહ્યું કે, બાલાકોટમાં બદલો લઈને જ્યારે આપણા જવાન પરત આવ્યા તો રડવાનું બીજા કોઈને હતું અને રડી કોઈ બીજું રહ્યું હતું. દર્દ ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવું જોઈતું હતું, પરંતુ દર્દ અહીં કોલકાતામાં બેઠેલા દીદીને થઈ રહ્યું હતું.

  મોદીએ બંગાળમાં કોલકાતાને બદલે દાર્જિલિંગથી કેમ ફૂંક્યું ચૂંટણી બ્યૂગલ?

  પીએમ મોદી દ્વારા બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે કોલકાતાને બદલે ઉત્તર બંગાળને પ્રચાર માટે પસંદ કરવું કોઈ સંયોગ નથી, પરંતુ તે સમજી વિચારેલી રણનીતિ છે. પહેલા બે ચરણોમાં 11 એપ્રિલે કૂચ બિહાર અને અલીપુરદુઆરમાં જ્યારે 18 એપ્રિલે જલપાઇગુડી, રાયગંજ અને દાર્જિલિંગમાં મતદાન થવાનું છે. બીજેપી આ સીટોને જીતવા ખૂબ જ પ્રયત્નશીલ છે.

  કૂચ બિહાર હંમેશાથી એસસી ઉમેદવાર માટે રિઝર્વ રહી છે. અહીંથી ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક 1962થી લઈને 2009 સુધી સતત જીતતું રહ્યું છે. આ જ રીતે અલીપુર દુઆરમાં રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટીનો 1977થી લઈને 2014 સુધી દબદબો રહ્યો છે. જોકે, લેફ્ટ નબળું પડતાં બીજેપીને તેમાં અવસર દેખાઈ રહ્યો છે.

  બીજા ચરણમાં બીજેપીની નજર એસસી માટે રિઝર્વ સીટ જલપાઈગુડી અને રાયગંજ પર છે. અલીપુરદુઆરની જેમ કૂચ બિહારમાં પણ ચાના ઘણા બગીચા છે અને અહીં બગીચાઓમાં કામ કરનારા લોકોની ઘણી સંખ્યા છે.

  આ પણ વાંચો, NAMO TV ચેનલ સામે ECની લાખ આંખ, સૂચના-પ્રસારણ મંત્રાલયથી માંગ્યો જવાબ

  એક બીજેપી નેતાએ કહ્યું કે આ કામદારો મુખ્યપણે આદિવાસી અને દલિત છે. તેમના અધિકારોનું લેફ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ બંનેએ સતત હનન કરતા રહ્યા છે. બીજેપી હવે તેમના જ અધિકારો માટે કામ કરી રહી છે.

  રાયગંજ સીટથી હાલ સીપીએમ નેતા મોહમ્મદ સલીમ સાંસદ છે. આ સીટ પર બીજેપીને પોતાના માટે જીતની તક દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાયગંજ સીટ તે બે સીટો પૈકીની એક છે જેને લઈને કોંગ્રેસ અને લેફ્ટની વચ્ચે ગઠબંધન તૂટી ગયું. કોંગ્રેસે આ સીટથી દીપા દેશમુખને ઉતાર્યા છે. એવામાં બીજેપીને પોતાના માટે તક દેખાઈ રહી છે. એક સિનિયર બીજેપી નેતાએ જણાવ્યું કે અહીં કોંગ્રેસ, લેફ્ટ અને ટીએમસીની વચ્ચે વોટ વહેંચાઈ જવાની શક્યતા છે અને હિન્દુ વોટ એકજૂથ થશે.

  આ પણ વાંચો, PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ECનો ઇન્કાર, સેન્સર બોર્ડ લેશે અંતિમ નિર્ણય

  બીજી તરફ, દાર્જિલિંગ સીટ બીજેપી માટે નાકનો સવાલ છે. 2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ગોરખા જનમુક્તિ મોર્ચાથી આ સીટ જીતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બીજેપીએ અહીં જમીન ગુમાવી દીધી છે.
  Published by:Mrunal Bhojak
  First published: