PM Modi speech in Conference of Chief Ministers and Chief Justice of High courts: આજે નવી દિલ્હી (New Delhi) ખાતેથી વડાપ્રધાન મોદીએ દેશમાં કાયદો (Law) અને ન્યાય લોકભાષામાં (Local Languages) ઢાળવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ (PM Modi) દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દેશના વિવિધ રાજ્યોની વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશોના (Conference of Chief Ministers and Chief Justice of High courts) સંમેલનમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં દેશના મુખ્યન્યાયાધીશ પણ ઉપસ્થિત હતા. સૌની ઉપસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ અપીલ કરી કે દેશમાં ન્યાય અને કાયદો અંગ્રેજી ભાષામાં ઉપયોગમાં લેવાય છે. આ વ્યવસ્થાના કારણે ગરીબ ગામના છેવાડાના માનવીને આ વિષયમાં સમજ પડતી નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ન્યાય સૌને સમજાય એવો હોવો જોઈએ. મારી સૌ શ્રેષ્ઠીઓને અપીલ છે કે આપણે આગામી સમયમાં ન્યાયને અને કાયદાને લોકભાષામાં ઢાળવાનો પ્રયાસ કરવો પડશે.
ન્યાય અંગ્રેજીમાં હોવાના કારણે સૌને સમજ પડતી નથી
પીએમ મોદીએ ટાંક્યુ કે અદાલતોની કાર્યવાહી અને કાયદાકીય પ્રક્રિયા અંગ્રેજીમાં હોવાના કારણે મોટા વર્ગને એમાં સમજ પડતી નથી. જો ન્યાય અને કાયદો લોકભાષામાં હોય તો સૌને સમજાય છે, વિશ્વના અનેક દેશોમાં આ વ્યવસ્થા છે. શું આપણે આપણી વિધાનસભાઓમાં આ અંગે કાયદો પારિત કરીને ન્યાય અને કાયદાની લોકભાષામાં પ્રક્રિયા થાય એવો પ્રયાસ ન કરી શકીએ?
ન્યાય પાલિકાઓમાં ડિજિટાઈઝેશન
પીએમ મોદીએ જણાવ્યું કે આજે ડિજિટલ ક્રાંતિએ હરણફાળ ભરી છે. દેશમાં એક સમય હતો કે ડિજિટલ પેમેન્ટ મર્યાદિત હતું. આજે છેવાડાના ગામડાઓમાં પણ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે. ટેકનોલોજી આપણા યુવા વર્ગના જીવનનો સ્વાભાવિક ભાગ છે. આજે નાગરિકોને જ્યારે અન્ય તમામ સુવિધાઓ મોબાઈલની એક ક્લિક પર મળતી હોય તો તે ન્યાય અને કાયદાકીય પ્રક્રિયાઓમાં પણ ડિજિટાઈઝેશન ઈચ્છશે. હું અપીલ કરીશ કે ન્યાયપાલિકાઓની કાર્યવાહીમાં પણ ડિજિટાઈઝેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે 'બ્લોક ચેન', 'સાયબર સિક્યોરિટી' 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' બાયો એથિક્સ ભણાવવામાં આવી રહ્યું છે. આપણે અભ્યાસક્રમોમાં આ વિષય દાખલ કરવાના રહેશે.
ગત વર્ષે થયેલા વૈશ્વિક ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 40 ટકા વ્યવહારો ભારતમાં થયા
પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષે સમગ્ર વિશ્વમાં જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સમગ્ર વિશ્વમાં થયા તેના 40 ટકા વ્યવહારો ભારતમાં થયા છે. જે નાગરિકોને અન્ય વિષયોમાં ડિજિટલ સરળતા છે તે અન્ય બાબતોમાં પણ ડિજિટાઈઝેશનની આશા રાખશે.
દેશમાં એવા કાયદાઓ જે હાલના સમયમાં પ્રાસંગિક નહોતા તેને રદ કરવાનું કામ કેન્દ્ર સરકારે કર્યુ છે. કેન્દ્ર સરકારે આવા 1450 કાયદાઓ નિરસ્ત કર્યા છે. જોકે, રાજ્યોએ ફક્ત 75 કાયદા જ રદ કર્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર