Home /News /national-international /

PM Modi address to nation : PM મોદીનું દેશને સંબોધન, કહ્યું- 100 કરોડ વેક્સિનેશન નવા ભારતની શરૂઆત

PM Modi address to nation : PM મોદીનું દેશને સંબોધન, કહ્યું- 100 કરોડ વેક્સિનેશન નવા ભારતની શરૂઆત

PM મોદી કરશે દેશને સંબોધન

PM Modi LIVE : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત (PM Modi address to nation) કરતાં દેશમાં 100 કરોડ વેક્સિનેશન ( 100 crore vaccine ) પર દેશવાસીઓને અભિનંદન આપ્યા.

  PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે 10 વાગ્યે દેશને સંબોધિત કરતાં દેશવાસીઓને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, દેશમાં 100 કરોડ વેક્સિનેશન થયું છે એ માત્ર એક આંકડો નથી. આ એક નવા ભારતની શરૂઆત છે. ભારતે અસાધરણ સિધ્ધિ હાંસલ કરી છે. અનેક પડકારો વચ્ચે ભારતે આ કરી બતાવ્યું છે. આગામી દિવસોમાં આવી રહેલ તહેવાર માટે દેશવાસીઓને શુભેચ્છા આપતાં તેમણે હજુ કોરોના માલે તકેદારી રાખવા અપીલ કરી.

  ભારતના વેક્સિનેશન અભિયાન અંગે ગર્વ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના મહામારીના શરૂઆતમાં એ આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી કે ભારત માટે આ મહામારી સામે લડવું કઠીન થઇ પડશે, અહીં કેવી રીતે કામ થશે, પરંતુ અમારા માટે લોકશાહીનો મંત્ર છે સૌનો વિકાસ, સૌનો સાથ.

  ભેદભાવ વિના રસીકરણ

  ગામ હોય કે શહેર દેશનો એક જ મંત્ર રહ્યો કે જો બિમારી ભેદભાવ નથી રાખતી તો સારવારમાં પણ ભેદભાવ ન હોય. કોઇ ગમે તેટલું અમીર કેમ ન હોય, પરંતુ એમને પણ વેક્સિન એક સામાન્ય વ્યક્તિની જેમ જ આપવામાં આવશે. આજે ભારતે આ મામલે અનોખી સિધ્ધિ મેળવી છે. દેશના 100 કરોડ લોકોએ રસી લઇને સહકાર આપ્યો છે. જો બધાનો સાથ મળ તે પરિણામ અનોખા મળે છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌરવ લેતાં કહ્યું કે, કોઇ દેશ માટે એક દિવસમાં એક કરોડ વેક્સિનેશન સરળ નથી. ભારતમાં વૈજ્ઞાનિક ઢબે રસીકરણ થયું છે. રસીકરણ અભિયાનમાં દરેક જગ્યાએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો છે. જેના સારા પરિણામ મળ્યા છે.

  અર્થવ્યવસ્થામાં સકારાત્મક ઉર્જા

  દેશ વિદેશની વિવિધ એજન્સીઓ ભારતની અર્થવ્યસ્થાને લઇને સકારાત્મક છે. યુવાનો માટે રોજગાર માટે અવસરો આવી રહ્યા છે. સ્ટાર્ટ અપમાં પણ નવી ઉર્જા છે. હાઉસીંગ ક્ષેત્રે પણ નવા કામ થઇ રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે પણ રેકોર્ડબ્રેક અનાજ ઉત્પાદન થઇ રહ્યું છે. ખેડૂતોની સ્થિતિ સુધરી રહી છે. બધી દિશામાં સકારાત્મક ગતિવિધિઓ તેજ બની રહી છે.

  મેઇડ ઇન ઇન્ડિયા

  વોકલ ફોર લોકલ પર ભાર મુકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં સ્થાનિક ઉત્પાદનો માટે એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશમાં મેઇડ ઇન ઇન્ડિયાની વસ્તુઓનું મહત્વ વધી રહ્યું છે. દેશમાં એક નવી આશા, ઉમંગનો માહોલ છે.

  સતત સાવધાની જરૂરી

  કોરોના સામેનો જંગ હજુ પુરો થયો નથી એ સમજાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત દિવાળી કરતાં આ વખતે તહેવારમાં ઉત્સાહનો માહોલ છે. પરંતુ હજુ તકેદારી રાખવી જરૂરી છે. સાથે મળીને જો પ્રયાસ કરવામાં આવશે તો કોરોનાને જરૂરથી મ્હાત આપી શકાશે. માસ્ક સહિતની કાળજી રાખવા પર તેમણે ભાર મુક્યો હતો.

  PM મોદીનું ટ્વિટરનું ડિપી બદલાયું- 
  આજે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વાગ્યે દેશને સંબોધન કરવાનાં છે. ત્યારે આ સંબોધનનાં ગણતરીની મિનિટો પહેલાં જ તેમનું ટ્વિટર ડિસપ્લે પીક્ચર બદલાઇ ગયું છે.

  ફોનની કોલર ટ્યૂન બદલાઇ-
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં દેશને સંબોધન કરવાનાં છે ત્યારે આજ સવારથી જ ફોનની કોરોનાની જે કોલર ટ્યૂન હતી તે બદલાઇ ગઇ છે.

  કોરોના કાળમાં 9 વખત દેશને સંબોધિત કરી ચુક્યા છે મોદી-
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના કાળ દરમિયાન દેશને 9 વખત સંબોધિત કરી ચુક્યાં છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Corona vaccination 100 million, PM Modi Live, PM Modi speech

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन