નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં પોતાની આગવી સંબોધન શૈલી માટે જાણીતા વડાપ્રધાન મોદીએ મંળવારે 20મી ઑક્ટોબરે વધુ એક વાર રાષ્ટ્રજોગ સંબોધનની જાહેરાત કરી હતી. સવારે ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપ્યા બાદ સાંજે લાઇવ સ્પીચ શરૂ કરી હતી. તેમણે કોરોના વાયરસથી શરૂઆત કરતા કહ્યું કે 'દેશમાં લૉકડાઉન ભલે સમાપ્ત થઈ ગયું હોય પરંતુ કોરોના ગયો નથી. જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યા છે, તેમ તેમ બજારોમાં રોનક દેખાઈ રહી છે. દેશમાં હાલમાં સેવાના ભાવથી લોકો એટલી મોટી વસ્તિમાં મળીને સેવા કરી રહ્યા છે ત્યારે આ સમય સહેજ પણ બેદરકારી દાખવવાનો નથી. આ સમય એ માની લેવાનો નથી કે કોરોના જતો રહ્યો છે કે કોરોનાથી હવે કોઈ ખતરો નથી. તાજેતરમાં જ આપણે અનેક તસવીરો અને વીડિયો જોયો કે જેમાં સ્પષ્ટ દેખાય છે કે અનેક લોકોએ તકેદારી રાખવાની બંધ કરી દીધી છે અથવા તો નિષ્કાળજી રાખી છે. જો તમે નિષ્કાળજી રાખી તો તમે તમારી સાથે તમારા પરિવાર સાથે તમે તમારા બાળકો, વૃદ્ધોને પણ એટલા મોટા સંકટમાં મૂકી રહ્યા છે. અમેરિકા હોય કે યૂરોપના દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા ત્યારે અચાનક કેસ વધી રહ્યા છે અને ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યું 'સંત કબીર દાસે કહ્યું હતું કે 'અનેક વાર આપણે પાકેલો ફાલ જોઈને ખુશ થઈ જઈએ છે પરંતુ જ્યાં સુધી પાક ઘરે ન આવી જાય ત્યાં સુધી કામ સમાપ્ત થઈ ગયું નથી. જ્યાં સુઘી સફળતા ન મળે ત્યાં સુધી લાપરવાહી વર્તવી ન જોઈએ. જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી લડાઈને સહેજ પણ નબળી પડવા દેવાની નથી. વર્ષો બાદ એવો માહોલ આપણે જોઈ રહ્યા છે કે માનવતાને બચાવવા માટે યુદ્ધ સ્તરે કામ થઈ રહ્યું છે.'
તેમણે ઉમેર્યુ કે 'આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સિન માટે કામ કરી રહ્યા છે. દેશમાં કોરોનાની વેક્સિન આશાસ્પદ સ્થિતિમાં છે. કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે ત્યારે વહેલીતકે ભારતીયો સુધી પહોંચે તેની તૈયારી શરૂ છે. એક એક નાગરિક સુધી વેક્સિન પહોંચે તેના માટે ઝડપથી કામ થઈ રહ્યું છે. રામ ચરિત માનસમાં કહેવાયું છે અને ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી દબા ન આવે ત્યાં સુધી ઢીલાશ ન રાખવી'
તેમણે ઉમેર્યુ 'આપણી થોડીક લાપરવાહી ગતિને વધારી શકે છે. જીવનની જવાબદારીઓને નિભાવવી અને સતર્કતા સાથે રાખીશું ત્યારે જ જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે. બે ગજની દૂરી, સમયાંતરે સાબુથી હાથ ધોવા અને માસ્ક લગાડી રાખવાનું ધ્યાન રાખું. હું હે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છું. આ તહેવાર આપના જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરે તે માટે અપીલ કરી રહ્યો છું. તમે જાગૃતતા લાવવા માટે નિયમોનું પાલન કરવા માટે જેટલેું જનજાગરણ કરશો એટલું દેશની સૌથી મોટી સેવા હશે. તમે અમને જરૂર સાથ આપો દેશના કોટિ કોટિ લોકોની સેવા કરો. સ્વસ્થ રહો દેશને આગળ વધવા માટે મદદ કરો. આ શુભકામનાઓ સાથે નવરાત્રિ, દશેરા, ઇદ, દિવાળી છઠપૂજાની શુભકામનાઓ આપું છું. ધન્યાવાદ'