Home /News /national-international /સંસદમાં પીએમ મોદીએ કોંગ્રેસને ચાબખાં માર્યા: નેહરુ સરનેમ કેમ નથી રાખતા, શું શરમ આવે છે?
સંસદમાં પીએમ મોદીએ કોંગ્રેસને ચાબખાં માર્યા: નેહરુ સરનેમ કેમ નથી રાખતા, શું શરમ આવે છે?
પીએમ મોદીએ પૂર્વ પીએમ જવાહર લાલ નેહરુ પર કર્યા આકરા પ્રહાર
પીએમ મોદીએ કહ્યુ કે, 600 સરકારી યોજનાઓ ફક્ત નેહરુ-ગાંધી પરિવારના નામ પર છએ. પણ તેમની પેઢીનો કોઈ વ્યક્તિ નેહરુ સરનેમ રાખતા ડરે છે શા માટે? આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સદનમાં ખૂબ હોબાળો કરી રહ્યા હતા. સાથે જ જોર જોરથી નારા પણ લગાવી રહ્યા હતા.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે વિપક્ષની સાથે સાથે નેહરુ પરિવાર અને રાહુલ ગાંધી પર ખૂબ પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, 600 સરકારી યોજનાઓ ફક્ત નેહરુ-ગાંધી પરિવારના નામ પર છએ. પણ તેમની પેઢીનો કોઈ વ્યક્તિ નેહરુ સરનેમ રાખતા ડરે છે શા માટે? આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સદનમાં ખૂબ હોબાળો કરી રહ્યા હતા. સાથે જ જોર જોરથી નારા પણ લગાવી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, નેહરુ સરનેમ રાખવામાં શું શરમ આવે છે. આટલા મોટા મહાન વ્યક્તિ આપને મંજૂર નથી. આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. મેં કોઈ અખબારમાં વાંચ્યું છે કે, 600 સરકારી યોજના ફક્ત ગાંધી નેહરુ પરિવારના નામ પર છએ. જો નેહરુના નામનો ઉલ્લેખ ન થાય તો, તેમના વાળ ઊભા થઈ જતા હતા. તેમણે કહ્યું કે, દેશની આર્થિક સ્થિતી સાથે રમત ન થવી જોઈએ. પીએમ મોદીએ વિપક્ષના નારા અને કોલાહલ વચ્ચે કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે એકલો માણસ કેટલા પર ભારે પડી રહ્યો છે. આ રાજકીય રમત રમનારા લોકો બચવાનો રસ્તો શોધી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, ઈંદિરા ગાંધીના સમયે આર્ટિકલ 356નો 50 વાર ઉપયોગ કર્યો અને વિપક્ષી અને ક્ષેત્રિય પાર્ટીઓની સરકારોને પાડી દીધઈ. કેરલમાં વામપંથી સરકાર ચૂંટવામાં આવી, જેને નેહરુ પસંદ નહોતા કરતા. તેને પાડી દેવામાં આવી. કરુણાનિધિ જેવા દિગ્ગજોની સરકાર પાડી દીધી. NTCની સાથે કોંગ્રેસે શું કર્યું તે જગજાહેર છે.પણ આજે વામપંથી અને ડીએમક ત્યાં ઊભા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર