Mann Ki Baat: PM મોદીએ મિલખા સિંહને કર્યા યાદ, દેશમાં રસીકરણ અને જળ સંરક્ષણ અંગે કરી વાત

File Photo

આજે દેશવાસીઓને PM મોદીએ 'મન કી બાત'માં ટોક્યો ઓલંપિકની સાથે સાથે મહાન ખેલાડી મિલખા સિંહને યાદ કર્યા. PM મોદીએ આ સાથે દેશમાં વેક્સિનેશનની સ્થિતિ અંગે પણ વાત કરી

 • Share this:
  નવી દિલ્હી: PM મોદીએ તેમનાં માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશને સંબોધન કરવાની શરૂઆત અલગ અંદાજમાં કરી છે. તેમણે મન કી બાત કાર્યક્રમમાં ટોકિયો ઓલિમ્પિક અંગે વાત કરી તેમજ તેમાં ભાગ લેનારા ખેલાડીઓનાં પરિશ્રમ અને મહેનતથી દેશવાસીઓને માહિતગાર કરાવ્યાં.

  ટોક્યો ઓલિમ્પિક અંગે PM મોદીએ કરી વાત

  તેમણે કાર્યક્રમની શરૂઆત સવાલ સાથે કરી. તેમણે જનતાને પુછ્યું કે, ઓલિમ્પિકમાં ઇન્ડિવિઝ્યુઅલ ગોલ્ડ જીતનાર પહેલો ભારતીય કોણ હતો? કોણે ખેલમાં ભારતને સૌથી વધુ મેડલ અપાવ્યાં છે? કયા ખેલાડીએ સૌથી વધુ પદક જીત્યા છે? તેમણે ટોક્યો ઓલંપિકની સાથે સાથે મહાન ખેલાડી મિલ્ખા સિંહને યાદ કર્યા. PM મોદીએ આ સાથે દેશમાં વેક્સિનેશનની સ્થિતિ અંગે પણ વાત કરી

  PMએ રસીકરણ અંગે ભ્રમ તોડ્યો
  PM મોદીએ મધ્યપ્રદેશનાં બૈતૂલ જિલ્લાનાં નિવાસી એક ગ્રામીણ સાથે વાત કરી અને રસીકરણ અંગે સવાલ કર્યા. ગ્રામીણની રસી ન લેવાં અંગેની વાત સાંભળીને PM મોદીએ કહ્યું કે, મે અને મારી માતા બંનેએ રસી લીધી છે. મારી માતા તો 100 વર્ષની આસપાસની છે. અમે બંનેએ કોરોનાનાં બંને ડોઝ લઇ લીધા છે.તમે પણ રસી જરૂર લો. PM મોદીએ કહ્યું કે, જો કોઇ ભ્રમ ફેલાવે તો તેની વાતોમાં ન આવો.  કોરોનાથી બચવાનાં બે જ રસ્તા છે. એક તો વેક્સીનેશન અને બીજુ માસ્ક અને કોરોના ગાઇડલાઇન મુજબ ફોલો કરવામાં આવતા પ્રોટોકોલનું પાલન.  જળ સંરક્ષણ અંગે કરી વાત

  આ મન કી બાતમાં PM મોદીએ જલ સંરક્ષણની ચર્ચા કરી અને ઉત્તરાખંડનાં પૌડી ગઢવાલનાં શિક્ષક ભરતી અંગે પણ વાત કરી. આ ચોમાસામાં કેટલો જરૂરી છે પાણીનો બચાવ કરવો.

  PM મોદીની 78મી 'મન કી બાત'

  આજે દેશવાસીઓએ 'મન કી બાત' રવિવારનાં સવારે 11 વાગ્યે માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. PM મોદીનાં કાર્યક્રમનો આ 78મો કાર્યક્રમ છે. આ દરમિયાન PM દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ ચાલી રહેલાં ટીકાકરણ અભિયાન સહિત ઘણાં મુદ્દાઓ પર વાત કરી છે. મનની વાત રાષ્ટ્ર માટે પ્રધાનમંત્રીનો માસિક રેડિયો સંબોધન છે. જે દર મહિને અંતિમ રવિવારનાં પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનનાં સંપૂર્ણ નેટવર્ક પર પ્રસારિત થઇ ગયો છે. શનિવારનાં પ્રધાનમંત્રીનાં એક જૂનો મન કી બાત નો ઓડિયો શેર કર્યો હતો જેમાં નશીલી દવાઓનો દુરુપયોગ અને ગેરકાયદે તસ્કરી વિરુદ્ધ આંતરાષ્ટ્રીય દિવસ પર નશીલા દવાઓનાં ખતરા પર કાબૂ મેળવવાં જેવાં ઘણાં મુદ્દા શામેલ હતાં. PM મોદીએ એતેમની ટ્વિટમાં લખ્યું હતું કે, 'આઓ આપણે સૌ મળીને નશા અંગે યોગ્ય જાણકારી શેર કરીએ અને નશા મુક્ત ભારતની કલ્પનાને સાકાર કરવાં પ્રતિબદ્ધતા અપનાવીએ. યાદ રાખીએ, નશો ન તો સારી વાત છે ન તે સ્ટાઇલની અભિવ્યક્તિ છે.' ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે જ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનાં દર મહિને પ્રસારિત થતા રેડિયો કાર્યક્રમ મન કી બાતન દરેક ઘરમાં ઘરડાંઓ સાથે થનારી સામાન્ય ચર્ચાની જેમ સાંભળીએ. ભાજપ અધ્યક્ષે પાર્ટીનાં કાર્યકર્તાઓને તેમનાં સાથી બૂથ કાર્યકર્તાઓની સાથે આ કાર્યક્રમ મળીને સાંભળવાની અપીલ કરી.
  Published by:Margi Pandya
  First published: