3D Video: જુઓ પીએમ મોદી શીખવાડી રહ્યાં છે યોગ

3D Video: જુઓ પીએમ મોદી શીખવાડી રહ્યાં છે યોગ

  • Share this:
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત'માં યુવાનોને 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'માં શામેલ થવાનો આગ્રહ કર્યો હતો. પીએ મોદીનો કાર્યક્રમ પુરો થયા બાદ સોશિયલ મીડિયા પર એક 3ડી વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન જાતે યોગાભ્યાસ કરતા દેખાય છે.

    આ વીડિયોમાં ભૂરી ટી-શર્ટ પહેરીને પીએમ મોદી ત્રિકોણાસન કરતા દેખાય છે. આ નામ સંસ્કૃતના ત્રિકોણ શબ્દમાંથી આવ્યો છે.



    પીએમ મોદીએ મનકી બાત કાર્યક્રમમાં દેશભરના યુવાનોને યોગને લોકપ્રિય બનાવવા માટે રસપ્રદ રીતોનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે. શું આપણે યોગ પ્રતિ લોકોનો રસ વધારવા માટે કામ કરી શકીએ છીએ.



    મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 42મી વાર 'મનની વાત' કરી હતી.મોદીએ દેશને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ તેમણે ફ્રાન્સ રાષ્ટ્રપતિ મૈક્રોંના ભારત મુલાકાત અને ખેડૂતો માટે ખેતી અને જળ સંગ્રહ જેવા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
    First published:March 25, 2018, 15:18 pm

    टॉप स्टोरीज