શિવાજી અને સયાજી પાસેથી લીધી છે મોદીએ 'સુશાસન'ની પ્રેરણા

News18 Gujarati
Updated: October 7, 2020, 3:54 PM IST
શિવાજી અને સયાજી પાસેથી લીધી છે મોદીએ 'સુશાસન'ની પ્રેરણા
સવાલ એ થાય છે કે, પોતાના શાનદાર પ્રશાસનિક રેકોર્ડથી દેશ અને દુનિયાનાં તમામ મોટા નેતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનનારા પીએમ મોદી પોતના માટે ક્યાંથી પ્રેરણા લેતા રહ્યાં છે.

સવાલ એ થાય છે કે, પોતાના શાનદાર પ્રશાસનિક રેકોર્ડથી દેશ અને દુનિયાનાં તમામ મોટા નેતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનનારા પીએમ મોદી પોતના માટે ક્યાંથી પ્રેરણા લેતા રહ્યાં છે.

  • Share this:
(બ્રજેશ કુમાર સિંહ, ગ્રુપ કન્સલન્ટિંગ એડિટર)

નરેન્દ્ર મોદીને શાસન સંભાળતા આજે 19 વર્ષ પૂરા થયા છે, તેઓ સીએમથી પીએમ સુધી પ્રશાસનનાં શિખર પર રહીને વીસમાં વર્ષમાં પ્રવેશ કરનાર ભારતીય રાજનીતિનાં દુર્લભ વ્યક્તિત્વ બની ગયા છે. શરૂઆતનાં પોણા તેર વર્ષ સુધી ગુજરાતનાં સીએમ રહ્યાં બાદ મે 2014થી સતત દેશનાં પીએમ પદ પર બિરાજમાન છે પીએમ મોદી. સવાલ એ થાય છે કે, પોતાના શાનદાર પ્રશાસનિક રેકોર્ડથી દેશ અને દુનિયાનાં તમામ મોટા નેતાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનનારા પીએમ મોદી પોતના માટે ક્યાંથી પ્રેરણા લેતા રહ્યાં છે, તે યાદી લાંબી છે.

સાત ઓક્ટોબર 2001, આજ તે દિવસ હતો જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રશાસનનાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા નરેન્દ્ર મોદીની કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક તરીકે રહી હતી. જેની ઔપચારિક શરૂઆત 1971થી થઇ હતી. ત્રણ દશક સુધી સંઘનાં પ્રચારક તરીકે મહત્તવપૂર્ણ ભૂમિકાઓ અદા કર્યા બાદ, જેમા બીજેપીનાં કેન્દ્રીય સંગઠન મહામંત્રીની ભૂમિકા પણ સામેલ હતી, મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતા, બીજેપીનાં ત્યારનાં શિખર નેતૃત્વ એટલે અટલ-અડવાણીનાં કહેવાથી.

જે સમયે મોદીએ ગુજરાતની કમાન સંભાળી તે પહેલા તેમની પાસે પ્રશાસનનો કોઇ અનુભવ ન હતો. જો અનુભવ હતો તો સમાજ જીવનમાં લોકોને એકબીજા સાથે જોડવાનો, સંગઠનને મજબૂત બનાવવાનો, ચૂંટણી રાજનીતિમાં નવા નવા પ્રયોગ કરવાનો, પરંતુ રાજ્ય તો શું એક પંચાયત ચલાવવાનો પણ અનુભવ મોદી પાસે ન હતો. તે સમયે મોદી એમએલએની ચૂંટણી પણ લડ્યા ન હતા. એ વાત અલગ છે કે, પોતાના રાજનૈતિક કૌશલ અને રણનીતિને કારણે તેઓ ગુજરાતમાં પહેલીવાર 1995માં બીજેપીની પોતાના દમ પર સરકાર બનાવવામાં સૂત્રધાર રહ્યાં હતા, કે પછી 1998માં પણ બીજેપીની ગુજરાતમાં સત્તા વાપસી માટે પ્રચાર અભિયાન સમિતિની કમાન સંભાળી ચૂક્યા હતા. આટલું જ નહીં, મોદીએ બીજેપીના કેન્દ્રીય એકમમાં મહાસચિવની ભૂમિકામાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત આખા દેશમાં પોતાના સંગઠન કૌશલ અને સફળ રાજનીતિની છાપ છોડી હતી.


પંરતુ મોદીએ કદી પણ જાતે પ્રશાસનના ફ્રંટ વ્હીલ ડ્રાઇવિંગ કર્યુ ન હતુ, આ વાત તેમણે જાતે સ્વીકારી હતી. જ્યારે ગુજરાતનાં સીએમની ખુરશી પહેલીવાર ઓક્ટોબર 2001માં સંભાળ્યા પછી રાજ્ય પ્રશાસનનાં અધિકારીઓની સાથે તેઓએ પહેલી બેઠક કરી રહ્યાં હતા. મોદીની સામે પડકાર હતો ગુજરાત પ્રશાસનને સ્વસ્થ કરવાનો, જેની પર જાન્યુઆરી 2001ના ભૂકંપ પછી રાહત અને પુનર્વસનના કાર્યો અંગે ગંભીર સવાલો ઉદ્ભવ્યા હતા અને તે જ કારણે મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને ગુજરાતની સીએમની ખુરશી છોડવા માટે મજબૂર થવુ પડ્યું હતું. આ પહેલા બીજેપી પંચાયત, વિધાનસભા અને લોકસભા માટે થયેલી કેટલાક મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ ગુજરાતમાં હારી ચૂકી હતી.

વડોદરા શહેર, જે ક્યારેક દેશનું સૌથી સમૃદ્ધ અને પ્રશાસનિક રીતે સૌથી વિકસિત કેન્દ્ર હતુ, અને જેના યશસ્વી શાસક રહેલા સયાજીરાવ ગાયકવાડ તૃતીયનાં નામ પર સયાજી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સયાજીરાવ ગાયકવાડને મોદીએ તે દિવસે યાદ કર્યા હતા. આ યાદ માત્ર ઔપચારિક રીતે નહીં પરંતુ તેમના ખાસ ગુણો તરફ ઇશારો કરતા કર્યા.

સયાજીરાવ ગાયકવાડ તૃતીયની ચર્ચા કરતા મોદીએ સ્વરાજ અને સુશાસનનો પાઠ ભણાવવા માટે 'માઇનર હિંટ્સ' પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. ન માત્ર પત્રકાર પરંતુ મોદીની વાત સાંભળી રહેલા કરોડો લોકો ચોંકી ગયા હતા કે આ 'માઇનર હિંટ્સ' શું છે? અને સયાજીરાવ ગાયકવાડની આટલી શિદ્દતથી કેમ ચર્ચા કરી રહ્યાં છે મોદી.
હકીકતમાં 'માઇનર હિંટ્સ' નામની પુસ્તક તે ભાષણોનો સંગ્રહ છે, જે મહારાષ્ટ્રનાં એક ગામ કવલનામામાં 11 માર્ચ, 1863ના રોજ જન્મેલ બાર વર્ષનાં એક બાળક ગોપાલને વડોદરા રિયાસતથી મહારાજા બનાવવા માટે તૈયાર કરવા માટે આપ્યા હતા.

વડોદરાનાં ગાયકવાડ શાસકોનાં દૂરનાં સંબંધી કાશીરામ ગાયકવાડનાં પુત્ર ગોપાલને આ રિયાસતનાં શાસક રહેલા મહારાજા ખંડેરાવ ગાયકવાડની મોત બાદ તેમની વિધવા મહારાણી જમનાબાઇએ 27 મે, 1875નાં રોજ દત્તક લીધા હતા, વડોદરાનાં નવા શાસન તરીકે સ્થાપિક કરવા માટે.

ગોપાલ નામના એ બાળકે વડોદરાની ગાદી પર બેસાડવા માટે પહેલા પ્રશાસનની ઝીટવટ શીખવવા માટે જે ઔપચારિક તાલીમ આપવામાં આવી, તેનો જ ભાગ હતા આશરે દોઢસો ભાષણ, જે પુ્રશાન સાથે જોડાયેલ મોટા વિશેષજ્ઞો અને વરિષ્ઠ અધિકારીઓએ આપ્યાં હતા. આમાંથી 46 ભાષણ, તે ત્તકાલિન દિવાન ટી માઘવરાયે આપ્યા હતા, તે જ પછી પુસ્તક 'માઇનર હિંટ્સ' તરીકે લોકપ્રિય થઇ. આ જ પુસ્તક ગુજરાતીમાં 'શાસન સૂત્ર' તરીકે લોકપ્રિય છે અને પ્રશાસનની ગીતા તરીકે ગુજરાતમાં સેવાની શરૂઆત કરનારા અધિકારીઓને ભેટમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો - corona સામે લડશે આયુર્વેદ, સ્વાસ્થ્યમંત્રાલયે જણાવી અસરદાર જડી-બુટીઓ જે કોરોનાને ભગાડશે

ટી માધવરાવે સયાજીરાવ ગાયકવાડને જે પાઠ ભણાવ્યાં હતા, તેમા પ્રશાસનનાં તમામ વ્યવહારિક પહેલુ સામેલ હતા. એટલે શાસકનું આચરણ કેવું હોવું જોઇએ,ચાપલૂસોથી કઇ રીતે બચી શકાય, પ્રજાના હિતની ચિંતા કઇ રીતે સતત કરવી. ટી માઘવરાવ જેમને અસાધારણ યોગ્યતાને કારણે રાજાનું બિરુદ મળી હતુ, તેમણે સયાજી રાવને જણાવ્યું હતું કે, દરેક શાસકને દરબારી ઘેરવાનો પ્રયત્ન કરે છે, જે મહારાજાને સમજાવે છે કે, રાષ્ટ્ર તેમના માટે બન્યું છે, ના કે તે રાષ્ટ્ર માટે બન્યા છે. આવી પરિસ્થિતિમાં મહારાજા તરત રિયાસતોને પોતાની જાગીર માની લે છે અને પ્રજાને ઘેટા-બકરા સમાન. માઘવ રાવે આનાથી બચવા માટે સાવધાન કર્યા હતા, સાથે તે પણ જણાવ્યું કે, શાસકનું કર્તવ્ય અને જવાબદારી ઘણી મોટી હોય છે. એટલે તેમને ગેરજવાબદાર, અતાર્કિક કર્મો ન કરવા જોઇએ. માઘરવાવની આ સલાહ પણ હતી કે, કોઇપણ શાસકનો અંતિમ હેતુ લોકોને સુખી કરવાનો છે, જની પર શાસન કરવાનો અધિકાર તેમને મળ્યો છે.

ત્યારે નરેન્દ્ર મોદીએ વન ડે મેચ રમવાની રફ્તારથી પોતાના પ્રશાસનને સ્વસ્થ કરવાની શરૂઆત કરી હતી, જે એક મેરેથોન ટેસ્ટ પારીમાં તબ્દીલ થતા થતા આજે 19 વર્ષ લાંબી થઇ છે અને વીસમાં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. કોઇને ખબર નથી કે આ પારી ક્યાં જઇને પૂરી થશે, સમર્થક તો ઠીક પરંતુ વિરોધીઓને પણ અંદાજો નથી, દરેક વખતે વિરોધીઓની આશાઓ પર પાણી ફરી વળે છે મોદીની સામે અને રાજકારણનાં મેદાનમાં.

છેલ્લા 19 વર્ષોમાં દેશ અને દુનિયામાં મોદીનાં પ્રશાસનિક કામકાજ પર ઘણું લખાયું છે. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે મોદીએ વિકાસનું જે મોડલ તૈયાર કર્યું હતું, તે જ 'ગુજરાત મોડલે' તેમને આખા દેશમાં લોકપ્રિય બનાવી દીધા હતા અને વર્ષ 2014માં તેના જ સહારે મેળવેલી લોકપ્રિયતાનાં આધારે તેઓ દેશનાં પીએમ બન્યા, એવા પીએમ જેમણે કેન્દ્રમાં પોતાની મહેનતથી પૂર્ણ બહુમતીવાળી પહેલી ગેરકૉંગ્રેસી સરકાર બનાવી. 2019માં મોદી તેનાથી પણ વધારે બહુમતીની સાથે પોતાની પાર્ટીને લોકસભા ચૂંટણીઓમાં જીત અપાવી ચૂક્યા છે અને 2024 સુધી તેમની સરકારનો કાર્યકાળ રહેવાનો છે.
આગળ પણ આ પારીમાં કોઇ અડચણ આવવાની નથી, શું રાજનૈતિક પંડિતો અને શું સામાન્ય માણસો, તમામ લોકો 2029માં જ વિપક્ષ માટે કોઇ શક્યતાઓ માટેની વાતો કરી રહ્યાં છે, 2024ની તો કોઇ વાત જ નથી કરતું, જ્યારે ફરીથી લોકસભા ચૂંટણી થશે. મોદીની પ્રસાશનિક પારી ક્યાં સુધી ચાલશે તે તો જાતે તેઓ જ નક્કી કરશે કે પછી દેશની જનતા, વચ્ચે કોઇ આવી શકશે નહીં.

સવાલ એ થાય છે કે, જે મોદીએ એકપણ દિવસનાં પ્રશાસનના અનુભવ વગર જ પ્રશાસનમાં આવ્યા બાદ રાજનીતિની સૌથી સફળ પારી રમી રહ્યાં છે, રાજ્ય અને કેન્દ્ર બંન્ને સ્તર પર આખરે મોદીને શ્રેષ્ઠ પ્રશાસનની પ્રેરણા કોની પાસેથી મળે છે. આખરે કોણ છે એ લોકો જેમની પાસાથી મોદીએ શાસન સૂત્ર શીખ્યા, પ્રેરણા લીધી. મોદી પર સેંકડો પુસ્તકો અત્યાર સુધી લખાઇ ચૂકી છે, પરંતુ ક્યાંય આ અંગે કોઇ વિસ્તૃત માહિતી નથી.

જોકે, મોદીએ જ અનેકવાર આ અંગે ઇશારાઓ કર્યા છે. જેની જલક પહેલીવાર2014માં મળી હતી. જ્યારે તેઓ વડોદરાથી નામાંકન ભરી રહ્યાં હતા. તે વર્ષે તેમણે વારાણસીથી પહેલા વડોદરાથી ફોર્મ ભર્યું હતું. 9 એપ્રિલ 2014ના રોજ તેમણે જ્યારે વડોદરામાં પોતાનું ફોર્મ ભર્યું હતું તે બાદ તરત જ મીડિયાની સામે આવ્યાં હતા. અને તે દરમિયાન તેમના પ્રશાસનિક પ્રેરણા સ્ત્રોતની ઝલક મળી હતી.

આવી પ્રશાસનિક શિક્ષાની સાથે 18 વર્ષની ઉંમરમાં વડોદરા રિયાસતની કમાન સંભાળનાર ગોપાલે, જેમને સયાજીરાવ ગાયકવાડ તૃતીયનું ઔપચારિક નામ આપવામાં આવ્યું હતું, મહારાજ તરીકે 58 વર્ષો સુધી સતત શાસન કરતા રહ્યાં. 1881થી 1939માં પોતાના મૃત્યુ સુધી, પોતાના લાંબા શાસનકાળ દરમિયાન સયાજીરાવ ગાયકવાડ પોતાની પ્રજાના કલ્યાણ, સામાજિક સુધાર, વૈજ્ઞાનિક વિચાર, શિક્ષા પર જોર, આધારભૂત સુવિધાઓનો વિકાસ, સ્ત્રી સશક્તિકરણ જેવા તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પગલા લેવા માટે જાણીતા છે. રાષ્ટ્રપ્રેમનાં તેમના કિસ્સાઓ તો ઐતિહાસિક છે. એકતરફ જ્યાં 1911નાં દિલ્હી દરબારમાં તેમણે બ્રિટિશ સમ્રાટની સામે માથુ ન નમાવ્યું, તો પોતાના સુદીર્ધ શાસનકાળ દરમિયાન બ્રિટિશ સરકારની નારાજગી સામે પણ મહર્ષિ અરવિંદ સહિત તમામ ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓની ઘણી મદદ કરતા હતા.

મહારાજા સયાજીરાવગાયકવાડ પાસેથી મોદી પ્રેરણા મેળવી રહ્યાં છે, તેની ઝલક અન્ય પણ ઘણાં પ્રસંગે મળી. એટલે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન પીએમ મોદી જ્યારે રાજ્યસભામાં મહિલા શિક્ષાની ચર્ચા કરી રહ્યાં હતા, તે સમયે પણ તેમણે સયાજીરાવ ગાયકવાડને યાદ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, સયાજીના રાજમાં કોઇ મહિલા નિરક્ષર ન હતી, ભલે તે પછીનાં સમયમાં મહિલાઓ નિરક્ષર હતી. સયાજીરાવ ગાયકવાડનું મહિલા શિક્ષણ પર આટલું જબરદસ્ત જોર હતું.

નરેન્દ્ર મોદીને પણ આ અંગે અંગત રીતે અનુભવ હતો. તેમનો વડનગરમાં જન્મ થયો હતો, તે પહેલા મહેસાણામાં હતુ અને મહેસાણા જિલ્લો ગાયકવાડની રિયાસતનો એક ભાગ હતો. મોદીએ વડનગરની જે શાળામાં શરૂઆતનું ભણતર કર્યુ કે પછી જે લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતા હતા, તેની શરૂઆત સયાજીરાવ તૃતીયના સમયમાં થઇ હતી. ગાયકવાડનાં મૃત્યુનાં માત્ર 11 વર્ષ પછી મોદીનો જન્મ થયો હતો. સ્વાભાવિક રીતે સયાજીનાં શાસનની ચર્ચા ઘર પરિવારથી લઇને ગામના વૃદ્ધો બધા પાસેથી મોદી સાંભળતા હતા,અને મોટા થઇને જાતે તેમના શાસનની ખૂબીઓેને પણ જાણી હતી.

સયાજીરાવ ગાયકવાડની પ્રસંશા મોદીએ ત્યારે પણ કરી હતી , જ્યારે વર્ષ 2012માં આ પ્રતાપી મહારાજાની 150મી જયંતી સમારોહનું આયોજન વડોદરામાં થયું હતું. આ કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, તેઓ એવી જગ્યાના છે કે જે ગાયકવાડી શાસનનો ભાગ હતો, અને આજે પણ ત્યાં કોઇપણ શુભ કામ ગાયકવાડનું નામ જોડીને કરવામાં આવે છે. મોદીએ કહ્યું કે, સામાન્ય પરિવારમાં જન્મ લેનાર સયાજીરાવ ગાયકવાડે રાજ પરિવારમાં પાલન પોષણ થયા બાદ 18 વર્ષની ઉંમરમાં વડોદરા રિયાસતની સત્તા સંભાળીને જે રીતે સંસ્થાગત સુધારા કર્યા છે, તે તેમના મૃત્યુ પછી સાત દશક પછી પણ લોકોને તેમના સુશાસનની યાદ અપાવે છે અને આ જ તેમના શાસનની મોટી સફળતા પણ છે.

જાહેર છે, મોદીએ ન માત્ર માઇનર હિંટ્સને ધ્યાનથી વાંચ્યુ પરંતુ સયાજીરાવના જીવન અને પ્રશાસન પાસેથી પણ ઘણી પ્રેરણા મેળવી છે અને તેને પોતાના જીવનમાં અમલ કર્યું છે. પોતાના પ્રચારકના શરૂઆતનાં વર્ષ વડોદરામાં ગુજારનાર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બનવાથી લઇને છેલ્લા છ વર્ષોથી દેશના પીએમ રહેવા દરમિયાન હંમેશા આ વાતનો અનુભવ કરાવતા આવ્યાં છે કે જનતા જનાર્દનની સેવા કરવાનો જ તેમનો એકમાત્ર લક્ષ્ય છે અને તે માટે પોતાના દેશના વડાપ્રધાન નહીં પરંતુ લોકોની વચ્ચે પોતાને પ્રધાન સેવત તરીકે ઓળખાવે છે.

સીએમથી લઇને પીએમ સુધા પોતાના 19 વર્ષનાં શાસન દરમિયાન મોદીએ સુનિષ્ચિક કર્યું છે કે, સરકારી યોજનાઓનો ફાયદા સમાજના ગરીબથી ગરીબ માણસને મળે અને તેમને ધ્યાનમાં રાખીને પ્રશાસન પોતાની યોજના બનાવે. આ જ કારણ છે કે, તેમણે ગુજરાતમાં જ્યાં આદિવાલી, માછીમારો, દલિત અને પછાત વર્ગને પોતાના શાસનને કેન્દ્રમાં રાખ્યા છે, તો કેન્દ્ર સરકારની કમાન સંભાળ્યા બાદ મહિલાઓથી લઇને ગામનાં ખેડૂત અને ગરીબની ચિંતા કરી અને પોતાની તમામ યોજનાઓ દ્વારા તેમના દિલમાં જગ્યા બનાવી.

ચાપલૂસો તેમને ઘેરી ન શક્યા અને જનતાથી તેઓ દૂર ન રહે, તે પણ મોદીએ સુનિશ્ચિત કર્યુ છે. આ જ કારણ છે કે મોદી, આજે પણ સૌના માટે ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડ ઝીરોમાં શું ચાલી રહ્યું છે તે તેમને સ્પષ્ટ રીતે જાણ છે. દિલ્હીથી બહાર દેશના તમામ ભાગોમા જાય છે, લોકો સાથે જીવંત સંબંધ બનાવી રાખે છે, તેમની સમસ્યાઓને સમજે છે અને પછી સમાધાન કરે છે. જ્યા સુધી સામાન્ય લોકોને મળવાનો સવાલ છે, કોઇપણ દિવસ એવો નથી જતો કે તેઓ સામાન્ય લોકોને મળતા નથી.

સંસદનાં સત્ર દરમિયાન દેશભરમાંથી લોકો તેમની પાસે આવે છે, ગરીબ માછીમારોથી લઇને સામાન્ય ખેડૂતો સુધી. બધાને સમય આપવા ઉપરાંત તેઓ ફાલતુમાં એકપણ સેકન્ડ બર્બાદ નથી કરતા, સમયનો પણ તેઓ ધ્યાન રાખે છે. ક્યારેય રજા નથી લેતા, 18થી 19 કલાક કામ તેઓ રોજ કરે છે. જાહેર છે તેમના હાલના પ્રતિદ્વંધીઓ પાસે ન તો આટલી મહેનત કરવાની ક્ષમતા છે કે ન ઇચ્છા શક્તિ. આ જ કારણ છે કે, તેમને પડકાર ફેંકનાર હાલ ભારતનાં રાજકારણમાં દૂર દૂર સુધી કોઇ દેખાતુ નથી, જે પણ વિરોધ માટે આવે છે તે છૂટાંછવાયા વાદળોની જેમ, જે થોડા સમય માટે ગરજ્યા બાદ થાઇલેન્ડ કે યુરોપ-અમેરિકામાં જઇને ખોવાઇ જાય છે.

જોકે, પોતાના રાજકારણી દુશ્મનો માટે અભેદ્ય સવાલ બની ગયેલા પીએમ મોદી જ્યારે શાસનમાં આવ્યા, તો ત્યારે સરકાર કઇ રીતે કામ કરતી હતી, તેનો તેમને કોઇ પ્રત્યક્ષ અનુભવ ન હતો. તેમને પ્રશાસનની ઝીણવટ શીખવાડવામાં આઇએએસ અધિકારી પી.કે. મિશ્રાએ પણ અગત્યની ભૂમિકા અદા કરી છે, જે મુખ્યમંત્રી બનતાની સાથે 2001માં તેમના પ્રધાન સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા. મોદીએ જાતે આ અંગે એક-બે વાર વાત કરી છે કે, કઇરીતે મિશ્રાજીએ તેમના પ્રશાસનનું જ્ઞાન વધાર્યું હતું. ખૂબીઓ અને ખામીઓથી પરિચિત કરાવ્યા હતા.

પી.કે મિશ્રા પ્રતિ મોદીનો આ વિશ્વાસ હતો કે, જ્યારે તે યુપીએના શાસન કાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ સચિવ તરીકે નિવૃત્ત થયા, તો મોદીએ તેમને ગુજરાત ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશનના ચેરમેન બનાવ્યા અને તે બાદ ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ચેરમેન, જ્યાંથી તેઓ સીધા દિલ્હી આવ્યા, જ્યારે મોદી 2014માં દેશનાં પીએમ બન્યા અને પી.કે મિશ્રાને તેમના એડિશ્નલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા. ત્યારથી પી.કે મિશ્રા તેમની સાથે સતત જોડાયેલા છે અને જ્યારે મોદીના બીજા કાર્યકાળ દરમિયાન તેમના પ્રિન્સિપલ સેક્રેટરીની ભૂમિકામાં છે, તમામ મહત્તવપૂર્ણ નિર્માણ અને નિયુક્તિઓમાં મહત્તવની ભૂમિકા નિભાવે છે.


મોદીએ પોતાની બે દશકની લાંબી પ્રશાસનિક કારકિર્દી દરમિયાન સતત શીખવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારેક દેશની પ્રમુખ મેનેજમેન્ટ સંસ્થાન આઈઆઈએમ અમદાવાદના શિક્ષકો પાસેથી તો ક્યારેક ન્યાયવિદ વી.કે. કૃષ્ણ અય્યર પાસેથી, જેમની સાથે કેરળ જઇને મુલાકાત પણ કરી હતી. સતત શીખવાની મોદીની ભાવનાને કારણે જ તેમને પ્રશાસનમાં મોટી લીટીઓ કરી છે. આ જ કારણ છે કે, મોદી પાસેથી આજે દેશ અને દુનિયાના નેતા પ્રશાસન પર મજબૂત પકડના ગૂણ શીખી રહ્યાં છે. જનતાની નસ કઇ રીતે પકડાય, તેની પ્રેરણા લે છે અને કઇ રીતે સતત શાસનમાં નવા પ્રયોગ કરીને જન કલ્યાણનાં કાર્યો અસરદાર બનાવાય તે પણ જાણે છે.

આ પણ વાંચો - TikTok Video બનાવવાના ચક્કરમાં યુવતીનું ગોળી વાગવાથી થયું મોત

સીએમથી લઇને પીએમ સુધી મોદીના નવા પ્રયોગો અને યોજનાઓની યાદી લાંબી છે, જે સેંકડો પુસ્તકો અને લાખો લેખોનો ભાગ છે. પરંતુ મોદી, જેમણે, સયાજીરાવ ગાયકવાડ તૃતીય અને તેમના શાસન સૂત્રમાંથી પ્રેરણા લીધી હતી, આજે પણ સતત શીખી રહ્યાં છે, નવા પ્રયોગ કરી રહ્યાં છે. તેમની હાલમાં વધેલી દાઢીમાં લોકો શિવાજીની તસવીર જુએ છે. આખરે મોદી આ મહાન રાષ્ટ્રપ્રેમી શાસકનાં 'હિંદવી સ્વરાજ'ની કલ્પનાને જમીન પર ઉતારવા માટ ઘણી જ મહેનત કરી રહ્યાં છે અને જે શિવાજીનાં જીવન પર આધારિત નાટક 'જાણતા રાજા'ને તે ઘણાં જ દિલથી દશક પહેલા જોઇ ચૂક્યા છે, અને ગુજરાતના તમામ ભાગમાં તેનું પ્રદર્શન પણ કરાવ્યું હતું, જ્યારે તેઓ સીએમ હતા. મોદીનો શિખવાનો સિલસિલો હજી અટક્યો નથી, તે પણ ત્યારે જ્યારે દેશ અને દુનિયાના નેતા તેમની પર નજર રાખીને શાસન સૂત્ર શીખી રહ્યાં છે.
Published by: Kaushal Pancholi
First published: October 7, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading