યુવા લેખકોને પ્રશિક્ષિત કરશે સરકાર, મળશે 3 લાખ રૂપિયા સ્કૉલરશિપ, આવી રીતે કરો અપ્લાય

યુવા લેખકોને પ્રશિક્ષિત કરશે સરકાર, મળશે 3 લાખ રૂપિયા સ્કૉલરશિપ, આવી રીતે કરો અપ્લાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

દેશના શિક્ષા મંત્રાલય (Education Ministry)અંતર્ગત ઉચ્ચ શિક્ષા વિભાગે યુવા લેખકોને પ્રશિક્ષિત કરવા માટે યુવા પ્રધાનમંત્રી યોજનાની (YUVA: Prime Minister’s Scheme)શરુઆત કરી છે

 • Share this:
  નવી દિલ્હી : દેશના શિક્ષા મંત્રાલય (Education Ministry)અંતર્ગત ઉચ્ચ શિક્ષા વિભાગે યુવા લેખકોને પ્રશિક્ષિત કરવા માટે યુવા પ્રધાનમંત્રી યોજનાની (YUVA: Prime Minister’s Scheme)શરુઆત કરી છે. આ યુવા અને નવોદિત લેખકોને (30 વર્ષથી ઓછી ઉંમર)ને પ્રશિક્ષિત કરવા માટે એક લેખક પરામર્શ કાર્યક્રમ છે. જેથી વાંચવા, લખવા અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી શકે અને વૈશ્વિક સ્તર પર ભારત અને ભારતીય લેખનને પ્રદર્શિત કરી શકે.

  યુવા (યુવા, આગામી અને બહુમુખી લેખકો)ની શરુઆત યુવા લેખકોને ભારતના સ્વતંત્રતા સંઘર્ષ વિશે લખવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણના અનુરૂપ છે. 31 જાન્યુઆરી 2021ના રોજ મન કી વાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા પેઢીને સ્વતંત્રતા સેનાનીઓ, સ્વતંત્રતા સાથે જોડાયેલી ઘટનાઓ, સ્વતંત્રતા સંગ્રામના ગાળા દરમિયાન વીરતાની ગાથા વિશે પોત-પોતાના સંબંધિત ક્ષેત્રોમાં લખવાનું આહ્વાન કર્યું હતું. તેમનું કહેવું હતું કે આ ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર પર ભારતના સ્વતંત્રતા નાયકોને સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિના રૂપમાં હશે.  આ પણ વાંચો - Free Vaccination: મફત વેક્સીનેશન, દિવાળી સુધી ગરીબોને મફત યોજના, સંબોધનમાં PM મોદીની મોટી જાહેરાત

  ભારત@75 પરિયોજનાનો ભાગ

  પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિચારશીલ નેતાઓની એક શ્રેણી પણ તૈયાર કરશે જે ભવિષ્યની દિશા નક્કી કરશે. યુવા, ભારત@75 પરિયોજના (આઝાદીનો અમૃત મહોત્સવ)નો એક ભાગ છે. આ યોજના વિસ્તૃત નાયકો, સ્વતંત્રતા સેનાનીઓ, અજ્ઞાત અને ભૂલાયેલા સ્થાનો અને રાષ્ટ્રીય આંદોલનમાં તેમની ભૂમિકા અને અન્ય વિષય વસ્તુઓ પર લેખકોની યુવા પેઢીના દ્રષ્ટિકોણને એક અભિનવ અને રચનાત્મક રીતથી સામે લાવવા માટે છે. આ પ્રકારે આ યોજના લેખકોની એક ધારા વિકસિત કરવામાં સહાયતા કરશે જે ભારતીય વિરાસત, સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ પહેલુઓ પર લખી શકે છે.

  આવી રીતે કરો અરજી

  1 જૂનથી 31 જુલાઇ 2021 સુધી https://www.mygov.in/ના માધ્યમથી આયોજિત થનારી અખિલ ભારતીય પ્રતિયોગીતા દ્વારા કુલ 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. વિજેતાઓની જાહેરાત 15 ઓગસ્ટ 2021ના રોજ કરવામાં આવશે. યુવા લેખકોને પ્રખ્યાત લેખક/સંરક્ષક પ્રશિક્ષિત કરશે. સંરક્ષણ અંતર્ગત, પાંડુલિપિયોને પ્રકાશન માટે 15 ડિસેમ્બર 2021 સુધી વાંચવામાં આવશે. પ્રકાશિત પુસ્તકોનું વિમોચન 12 જાન્યુઆરી 2022ના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસના પ્રસંગે કરવામાં આવશે. સંરક્ષણ યોજના અંતર્ગત છ મહિનાના ગાળા માટે પ્રત્યેક લેખકને 50,000 રૂપિયા પ્રતિ મહિનાની સમેકિત શિષ્યવૃતિનું ભુગતાન કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published:June 08, 2021, 21:33 IST

  ટૉપ ન્યૂઝ