Home /News /national-international /PM Kisan: ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન યોજનાના 6000 નહીં પણ 8000 આવશે, બજેટમાં થઈ શકે છે જાહેરાત

PM Kisan: ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન યોજનાના 6000 નહીં પણ 8000 આવશે, બજેટમાં થઈ શકે છે જાહેરાત

pm kishan

આપને જણાવી દઈએ કે, હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ ભૂમિધારક ખેડૂતોના પરિવારને વર્ષદીઠ 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, જે 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

    નવી દિલ્હી: આ સમાચાર એ ખેડૂતો માટે ખૂબ જ કામના છે, જે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવે છે કે, સરકાર કેન્દ્રીય બજેટ 2023માં આ યોજના અંતર્ગત ખેડૂતોને મળતી વાર્ષિક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વાર્ષિક સહાયની રકમ ચાર હપ્તામાં 8000 રૂપિયા સુધી વધી શકે છે.

    આ પણ વાંચો: પીએમ કિસાન સમ્માન યોજના માટે ક્યાંક તમે ગેરલાયક નથીને, પરત કરી દો રૂપિયા, સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં

    આપને જણાવી દઈએ કે, હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત તમામ ભૂમિધારક ખેડૂતોના પરિવારને વર્ષદીઠ 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે, જે 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

    જાણો ક્યારે આવશે આગામી હપ્તો


    માનવામાં આવી રહ્યું છે કે, સરકાર જાન્યુઆરીના અંતિમ હપ્તામાં પૈસા ટ્રાંસફર કરશે. જો કે, તેના વિશે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો આપ પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માગો છો તો, રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. તેની સાથે એક શરત એવી પણ છે કે, આપનું આધાર કાર્ડ બેન્કા અકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ પોતાના રાશન કાર્ડની વિગતો અપલોડ કરવાની રહેશે અને અન્ય જરુરી ડોક્યુમેન્ટ્સની સોફ્ટ કોપી જમા કરાવાની રહેશે.

    આવી રીતે કરાવી શકશો રજીસ્ટ્રેશન





      • આપે પહેલા તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
        જ્યાં ફાર્મર કોર્નર પર જાઓ

      • અહીં આપ ‘New Farmer Registration’ વિકલ્પ પર ક્લિક કરો

      • ત્યાર બાદ આધાર નંબર નાખવાનો રહેશે

      • તેની સાથે કેપ્ચા કોડ નાખીને રાજ્યની પસંદગી કરવાની રહેશે અને બાદમાં પ્રોસેસને આગળ વધારવાની રહેશે

      • આ ફોર્મમાં આપે આપની પર્સનલ જાણકારી ભરવાની રહેશે

      • સાથે જ બેન્ક અકાઉન્ટનું વિવરણ અને ખેતર સાતે જોડાયેલી વિગતો ભરવાની રહેશે

      • ત્યાર બાદ આપ ફોર્મ સબમિટ કરી શકો છો





    બે રીતે કરાવી શકશો ઈ કેવાઈસી


    જે ખેડૂતોને હજૂ સુધી કેવાઈસી નથી કરાવ્યું, તે ખેડૂત 2 રીતે પીએમ કિસાન માટે ઈ કેવાઈસી પુરી કરી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી આ કામ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂત નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ આપનું ઈ કેવાઈસી કરાવી શકો છો. ખેડૂત સ્વયં ઓટીપી માધ્યમથી ઈ કેવાઈસી કરાવી છે, તો આપે કોઈ ખર્ચો થશે નહીં, જ્યારે કોમન સર્વિસ સેન્ટર પર જઈને ઈ કેવાયસી કરાવશો તો તેના માટે રૂપિયા આપવા પડશે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन