PM kisan Samman Nidhi Yojna: અત્યારસુધીમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને તેના 8 હપ્તા આપ્યા છે. આ યોજના હેઠળ પૈસા ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.
નવી દિલ્હી: પીએમ કિસાન સન્માન નિધિ (PM kisan)ના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર (Central Government) આ પૈસા ઓગસ્ટ મહિનામાં કોઈપણ દિવસે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM kisan Samman Nidhi) હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યારસુધીમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને તેના 8 હપ્તા આપ્યા છે. આ યોજના હેઠળ પૈસા ખેડૂતોના ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.
હવે ઓગસ્ટ મહિનામાં દેશના 12.11 કરોડ ખેડૂતોના ખાતામાં નવમા હપ્તાના પૈસા નાંખવામાં આવશે. મહત્ત્વનું છે કે, આ નાણાકીય વર્ષનો પ્રથમ એટલે કે એપ્રિલ-જુલાઈ હપ્તો 10,71,93,399 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયો હતો. ત્યારે આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે આ રીતે ચેક કરી શકશો.
1. સૌપ્રથમ PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
2. તેના હોમપેજ પર તમને Farmers Cornerનો વિકલ્પ દેખાશે.
3. Farmers Cornerમાં તમારે Beneficiaries List ઓપ્શન પર ક્લિક કરો.
4. જે બાદ ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.
5. ત્યારબાદ તમારે Get Report પર ક્લિક કરો. હવે તમે લાભાર્થીઓની યાદી જોઈ શકશો, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.
પીએમ કિસાન પોર્ટલ મુજબ આ યોજનાનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019ના રોજ PM kisan Samman Nidhi Yojna શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપે છે. જેનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ અને ત્રીજો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર