સફાઇકર્મીઓ માટે PM મોદીએ પોતાના પર્સનલ સેવિંગ્સમાંથી દાન કર્યા 21 લાખ

 • Share this:
  વડાપ્રધાન મોદીએ બુધવારે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી 21 લાખ રૂપિયા કુંભના સફાઇ કર્મચારીઓ માટે બનેલા ફંડમાં દાન કર્યા. પીએમ મોદીએ કુંભ 2019ના સુંદર આયોજન માટે ઉત્તર પ્રદેશને શુભકામના પાઠવી હતી અને કહ્યું કે કુંભે સંસ્કૃતિ અને આધ્યાત્મિક્તાને વધુ સારી રીતે દર્શાવ્યું છે.

  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવેલા કાર્યોના વખાણ કરતા મોદીએ ટ્વીટ કર્યું કે ઉત્તર પ્રદેશ, ખાસ કરીને પ્રયાગરાજના લોકોને બધાઇ, આ કુંભે આપણી સંસ્કૃતિ, આધ્યાત્મિક્તાને સુંદર રીતે દર્શાવી અને તેને આવનારા અનેક વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કુંભ મેળાના સમાપનના એક દિવસ બાદ મોદીએ આ ટ્વીટ કર્યું છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ હવે સોશિયલ મીડિયા પર 'ચીઝ ચેલેન્જે' ગામ ગાંડુ કર્યું!

  પીએમ મોદીએ એક જ સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડને સારી રીતે સંભાળવા માટે તંત્રના વખાણ કર્યા. તેઓએ કહ્યું કે સૌથી વધુ સંખ્યામાં લોકો દ્વારા સફાઇ કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો. પરિવહન અને કળા ક્ષેત્રમાં પણ રેકોર્ડ બનાવવામાં આવ્યા. કુંભના વ્યવસ્થિત રીતે આયોજનમાં પ્રોદ્યોગિકીનો ઉપયોગ વખાણ કરવા જેવો હતો.

  આ પહેલા 24 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી પ્રયાગરાજ કુંભમેળામાં હાજર રહ્યાં હતા. તેઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. ગંગા સ્નાન બાદ પીએમએ પાંચ સફાઇકર્મીઓના પગ ધોઇને આશીર્વાદ લીધા હતા.

  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પીએમ મોદીએ સફાઇકર્મીઓ પ્રત્યે દરિયાદીલી દર્શાવી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ સિયોલ શાંતિ પુરસ્કાર તરીકે મળેલી એક કરોડ 30 લાખ રૂપિયાની રાશિ પીએમ મોદીએ ગંગા સફાઇ માટે ચાલી રહેલા ગંગા પ્રોજેક્ટને દાન કરી દીધી હતી. તો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ પીએમ મોદીએ પોતાના પર્સનલ બચતમાંથી 21 લાખ રૂપિયા ગુજરાતના સરકારી કર્મચારીઓના બાળકોના શિક્ષણ માટે દાન કર્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: